Posts

Showing posts from July, 2022

Pankhidane aa pinjru junu jujnu lage પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે Bhajan lyrics in gujarati

Image
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે પંખીડાને આ પીંજરુ...... સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો હીરે જડેલ વિંઝણો મોતીનો મોલે અણમોલો પાગલ ના બનીએ ભેરુ, કોઈના રંગ રાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે પંખીડાને આ પીંજરુ...... માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે પંખીડાને આ પીંજરુ...... Bhajan Gazal Lyrics

Jagne jadva krushna govaliya જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા Bhajan lyrics in gujarati

Image
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? જાગને જાદવા .......... ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ? જાગને જાદવા .......... દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ? જાગને જાદવા .......... હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ વહેશે ?  જાગને જાદવા .......... જમુનાને તીરે ગૌધણ ચરાવતાં મધુરીશી મોરલી કોણ વહાશે ? જાગને જાદવા .......... ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે બૂડતાં બાંયડી કોણ સહાશે ?  જાગને જાદવા .......... Bhajan Gazal Lyrics

Hari tu gadu Maru kya lay jay હરિ તું ગાડું મારું ક્યાં લ‌ઈ જાય Bhajan lyrics in gujarati

Image
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય,  કાંઇ ન જાણું ધરમ-કરમના જોડ્યા બળદીયા, ધીરજની લગામ તાણું, કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું........... સુખ ને દુ:ખના પૈડા ઉપર , ગાડું ચાલ્યું જાય કદી ઉગે આશાનો સુરજ,  કદી અંધારુ થાય મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું............ પાપણ પટારે સપના સંઘર્યા,  ઉપર મનની સાંકળ વાસી રે ડગર ડગરીયા આવે નગરીયા,  નાય આવે મારુ કાશી રે ક્યારે વેરણ રાત વિતે ને  ક્યારે વાયે વાણું, કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું............... ક્યાંથી આવું, ક્યાં જવાનું,  ક્યાં મારે રહેવાનુ અગમ-નીગમ નો ખેલ અગોચર,  મનમાં મુંઝાવાનું હરતું ફરતું શરીર તો છે  પિંજર એક પુરાણું, કાંઇ નજાણું હરી તુ ગાડું મારું... Bhajan Gazal Lyrics

Kanji tari ma kehshe કાનજી તારી મા કહેશે Bhajan lyrics in gujarati

Image
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે... એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે... કાનજી તારી મા.... માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે... ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે... કાનજી તારી મા.... ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે... ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે... કાનજી તારી મા.... કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે... કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે... કાનજી તારી મા.... ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે... ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે. કાનજી તારી મા.... Bhajan Gazal Lyrics

Junu to thayu re Deval જૂનું તો થયું રે દેવળ Bhajan lyrics in gujarati

Image
જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું; મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું. જૂનું તો થયું રે.......... આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે; પડી ગયા દાંત, માંયલી રેખું તો રહ્યુ. મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું. જૂનું તો થયું રે.......... તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે; ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું  મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું. જૂનું તો થયું રે.......... બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ; પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું. જૂનું તો થયું રે.......... Bhajan Gazal Lyrics

Dayana Sagar tame Krupanidhan thay દયાના સાગર તમે કૃપાનિધાન થ‌ઈ Bhajan lyrics in gujarati

Image
દયાના સાગર તમે, કૃપા રે નિધાન થઇ ભલે ભગવાન કેવરાવો પણ રામ તમે સીતાજીની તોલે ન આવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવો સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે ફૂલ ને ચંદન થી છો પૂજાઓ પણ રામ તમે સીતાજીની તોલે ન આવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવો કાચા  કાન તમારા કેવા ભગવાન તમે અગ્નિ પરીક્ષા કોની કીધી તમારો પડછાયો થઇ જેણે વગડો રે વેઠ્યો એને ધોબીની વાતે ત્યાગી દીધી પતિ થઇ ને પત્નીને ઓળખતાં ન આવડ્યું પાછા ઘટોઘટના જ્ઞાતા કેવરાવો પણ રામ તમે સીતાજીની તોલે ન આવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવો તમારા પહેલા અશોક વનમાં સીતાજી એ રાવણને હરાવ્યો દૈત્યોના વચમા નીરાધાર નારી તોયે દશ મંથાવાળો ક્યા છે ફાવ્યો મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ અમથો વિજય નો લ્યો છો લ્હાવો મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો Bhajan Gazal Lyrics

Shreeramchandra krupalu bhajman શ્રીરામચંદ્ર કૃપાલુ ભજમન Shreeram stuti lyrics in gujarat

Image
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન,  હરણ ભવભય દારૂણમ્ નવ કંજ લોચન કંજ મુખ કર,  કંજ પદ કંજારૂણમ્ .. શ્રી રામચંદ્ર....... કંદર્પ અગણિત અમિત છબી  નવ નિલ નીરજ સુંદરમ્, પટ પિત માનહું તડિત રૂચિ સુચિ , નવમી જનક સુતાવરમ્ ...  શ્રી રામચંદ્ર........ ભજ દીન બંધુ દિનેશ દાનવ, દૈત્ય વંશ નિકંદનમ્ રઘુનંદ આનંદ કંદ  કૌશલ્યા ચંદ દશરથ નંદનમ્ ... શ્રી રામચંદ્ર......... શિર મુગટ કુંડલ તિલક ચારૂ  ઉદાર અંગ વિભૂષણમ્ આજાન્ ભૂજ શર ચાપ ધર  સંગ્રામ જીત ખર દુષણમ્ શ્રી રામચંદ્ર......... ઇતિ વદતિ તુલસીદાસ શંકર  શેષ મુનિજન રંજનમ્ મમ હૃદયકુંજ નિવાસ કુરુ  કામાદિ ખલ દલ ગંજનમ્ શ્રી રામચંદ્ર Bhajan Gazal Lyrics

Ekbar Shri bhole bhandari एकबार श्री भोले भंडारी Bhajan lyrics in hindi

Image
एक बार श्री भोले भंडारी  बनकर ब्रीज की नारी, गोकुल में आ गये  पारवती ने मना कीया पर  ना माने त्रिपुरारी गोकुल में आ गये पारवती से बोले भोले, मैं भी चलूंगा तेरे संग में, राधा संग श्याम नाचे, मैं भी नाचूंगा तेरे संग में, रास रचेगा बृज में भारी, हमें दिखाओ प्यारी गोकुल में आ गये  ओ मेरे भोले स्वामी,  कैसे ले जाऊं तुम्हे साथ में, मोहन के सिवा वहाँ  दुजा न जावे कोई रास में हंसी करेगी बृज की नारी,  मानो बात हमारी गोकुल में आ गये  ऐसा सजादो मुजको,  कोई न जाने इस राज़ को, मैं हूं सहेली तेरी,  ऐसा बताना बृजराज को लगा के गजरा पहन के साड़ी चाल चलो मतवारी गोकुल में आ गये  ऐसी बजाई बंशी, सुध-बुध भूले भोलानाथ रे आ ही गये हो शंभु, समझ गये ब्रिज राज रे खिसक गई जब सर से साड़ी, मुस्कुराए बनवारी गोकुल में आ गये  ए मेरे भोले स्वामी, तब से वृन्दावन हुआ धाम रे ए मेरे भोले स्वामी तब से गोपीश्वर पड़ा नाम रे सारा जग है शरण तिहारे रखियो लाज हमारी गोकुल में आ गये  Bhajan Gazal Lyrics

Santne santpana nathi mafatma Malta સંતને સંતપણા રે નથી મફતમાં મળતા Bhajan lyrics in gujarati

Image
સંતને સંતપણા રે,  મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા રે , એના મૂલ ચૂકવવા પડતાં. સંતને સંતપણા રે... ભરી બજારે કોઈ વેચાણા,  કોઈ તેલ કડામાં બળતા કાયા કાપી કાંટે તોળી , કોઈ હેમાળો ગળતા. સંતને સંતપણા રે... કરવત મેલી માથા વેર્યાને,  કાળજા કાપીને ધરતા ઝેર પીધાં ને જેલું ભોગવી,  સાધુડા સુળીએ ચડતા. સંતને સંતપણા રે... પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને,  ભોગ સાધુને ધરતા  ઘરની નારી દાનમાં દેતાં,  જેના દિલ જરી નવ ડરતા. સંતને સંતપણા રે... પર દુઃખેરે જેનો આતમ દુઃખીયો,  રુદિયો જેના રડતાં માન મોહને મમતા ત્યાગી,  જઈને બ્રહ્મમાં ભળતા. સંતને સંતપણા રે... ગુરુ પ્રતાપે ભણે પુરુષોતમ,  જેના ચોપડે નામ ચડતા એવા સંતને ભજતા જીવડાં , ભવના બંધન ટળતા. સંતને સંતપણા રે... Bhajan Gazal Lyrics

Nugara nahi chade nirvan નુગરા નહીં ચડે નિર્વાણ Bhajan lyrics in gujarati

Image
નુગરા નહીં ચડે નિર્વાણ પાપી અમને પચાસ મળજો,  નુગરા ન મળજો એક નુગરાના શિર પર લખીયા,  એ જી ચોર્યાસીના લેખ નુગરા નહીં ચડે.... નુગરા બેઠા બેઠા માળા ફેરવે,  નુગરા ભલે દેવે દાન ગુરૂજી વિના બધું નિષ્ફળ જાશે,  એમ કહે છે વેદ પુરાણ નુગરા નહીં ચડે .. .. જન્મ લઇને ચાલ્યા એતો,  લાગી હરિની લાય વૈકુઠમાંથી પાછા વળીયા,  આ જુઓને સુખદેવ નુગરા નહીં ચડે..... રામ કૃષ્ણ જેવા અવતારી કહેવાણા,  એણે પણ ગુરૂજી કીધેલ ચૌદ ભુવનના નાથ છતાંય,  એ પણ ગુરૂજીને આધિન નુગરા નહીં ચડે..... જનક વૈદેહી સહિત સતીએ,  કીધી ગુરૂની સેવ કહે "રવિરામ" ગુરૂ ભાણને પ્રતાપે,  તરી ગયા તત ખેવ નુગરા નહીં ચડે..... Bhajan Gazal Lyrics

Navdha bhakti ma Nirmal rehvune નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને Bhajan lyrics in gujarati

Image
નવધા ભકિતમાં નિર્મળ રહેવું ને, શીખવો વચનનો વિશ્વાસ સદગુરુને પૂછીને પગલા ભરવા ને, થઈને રહેવું તેનાં દાસ. નવધા ભકિતમાં........... ભાઇ રુપ રંગ રમવું નહી ને રે, કરવો ભજનનો અભ્યાસ, સદગુરુ સંગે નિર્મળ રહેવું ને, તજી દેવી ફળની આશ. નવધા ભકિતમાં........... ભાઇદાતાને ભોકતા હરિ એમ કહેવું ને, રહેવું નિર્મળ જ્ઞાન રે, સદગુરુ ચરણમાં શિશ નમાવવું ને, ધરવું ગુરુજીનું દયાન. નવધા ભકિતમાં........... ભાઇ અભ્યાસીને એવી રીતે રહેવું ને, જાણવો વચનનો મરમ, "ગંગા સતી" રે એમ બોલીયા ને રે, છોડી દેવાં અશુભ કરમ. નવધા ભકિતમાં........... Bhajan Gazal Lyrics

Nam batade panihari sakhiri tero નામ બતાદે પનિહારી સખિરી તેરો Bhajan lyrics in gujarati

Image
નામ બતા દે પનિહારી સખિરી  તેરો નામ બતા દે પનિહારી શિર પર કલશ, કલશ પર ઝારી ચાલ ચલી મતવાલી રે  તેરો નામ બતા દે પનિહારી કૌન ઘર વહુ વર કૌન ઘર બેટી કૌન પુરૂષ ઘર નારી રે તેરો નામ બતા દે પનિહારી નંદ ઘર વહુ વર વૃષભાનુકી બેટી કૃષ્ણ પુરૂષ ઘરનારી રે તેરો નામ બતા દે પનિહારી ચંદ્ર સખી વ્રજ બાલ કૃષ્ણ છબી તુમ જીતે મેં હારી રે તેરો નામ બતા દે પનિહારી Bhajan Gazal Lyrics

Muje dil ki bimari hai મુજે દિલકી બિમારી હૈ Bhajan lyrics in gujarati

Image
નબજીયા બૈધ કયા દેખે મુજે દિલકી બિમારી હૈ કભી કફ રોગ બતલાવે કભી તાસીર ગરમી કી જીગરકા હાલ તું મેરા  નહી જાને અનાડી હૈ ..  મુજે દિલકી.......... અસર કરતી નહી કોઈ દવાઇ હકિમિયા તેરી ન મનમેં ચૈન હૈ, તન કી  ખબર સારી બીસારી હૈ ..  મુજે દિલકી.......... સનમ કી મોહની મૂરત બસી દિલ બીચમેં મેરે બિના દિદાર દારૂ કે  મિટે નહી બેકરારી હૈ .. મુજે દિલકી.......... અગર દિલદાર કો મેરે મિલાવે તુ કભી મુજ સે તો "બ્રહ્માનંદ" ગુણ તેરા  કરું મૈં યાદગારી હૈ  મુજે દિલકી.......... Bhajan Gazal Lyrics

Muje meri Masti kaha leke ayi મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ Bhajan lyrics in gujarati

Image
મુજે મેરી મસ્તી કહાં લેકે આઇ જહાં મેરે અપને સિવા કુછ નાહીં મુજે મેરી મસ્તી......... પતા જબ લગા મેરી હસ્તી કા મુજકો સિવા મેરે અપને કહીં કુછ નાહીં મુજે મેરી મસ્તી......... સભી મેં સભી મેં પડા મેં હી મૈં હું સિવા મેરે અપને કહીં કુછ નાહીં ..  મુજે મેરી મસ્તી......... સુખ હૈ ના દુઃખ હૈ ના શોક કુછ ભી અજબ હૈ યે મસ્તી, પિયા કુછ નાહી ..  મુજે મેરી મસ્તી......... યે સાગર યે લહેર, યે ફેન યે બુદબુદે કલ્પિત હૈ જલ કે સિવા કુછ નાહી ..  મુજે મેરી મસ્તી......... મૈં હું આનંદ, આનંદ હૈ મેરા મસ્તી હી મસ્તી ઓર કુછ નાહીં ..  મુજે મેરી મસ્તી......... યે બ્રભ યે દ્વંદ હૈ, મુજકો હુવા હૈ હટાયા જો ઉસકો, ખફા કુછ નાહીં ..  મુજે મેરી મસ્તી......... યે પરદા હૈ દુઈ કા, હટાકર જો દેખા તો બસ એક મૈં હું, જુદા કુછ નાહી ..  મુજે મેરી મસ્તી......... Bhajan Gazal Lyrics

Muje hai kam ishwar se મુજે હૈ કામ ઈશ્વર સે Bhajan lyrics in gujarati

Image
મુજે હે કામ ઇશ્વર છે જગત રુઠે તો રુઠન દે કુટુંબ પરીવાર સુત તારા માલ ધન લાજ લોકન કી હરિ કે ભજન કરને  મે અગર છુટે તો છૂટન દે મુજે હે કામ ઇશ્વર છે.... બૈઠ સંગત મે સનતન કી કરુ કલ્યાણ મે અપના લોગ દુનિયા કે ભોગો મે મોજ લુટે તો લૂટન દે મુજે હે કામ ઇશ્વર છે.... પ્રભુ કે ધ્યાન કરને કી લગી લગન દિલ મે મેરે પ્રીત સંસાર વિષયો છે અગર તૂટે તો તૂટન દે મુજે હે કામ ઇશ્વર છે.... ધરી શીર પાપ કી મટકી મેરે ગુરુદેવ ને ઝટકી વો બ્રહ્માનંદ ને પટકી અગર ફુટે તો ફુટન દે મુજે હે કામ ઇશ્વર છે.... Bhajan Gazal Lyrics

Morli veran thay મોરલી વેરણ થ‌ઈ Bhajan lyrics in gujarati

Image
મોરલી વેરણ થઈ રે કાનુડા તારી મોરલી વેરણ થઇ બાવરી હુંતો બની ગઇ રે કાનુડા તારી મોરલી વેરણ થઇ વનરાવનની કુંજગલીમાં ચાલી હું લઇને મહી નંદનો લાલ મને સામો મળ્યો એને જોતાં જ શરમાઇ ગઇ રે કાનુડા તારી મોરલી.............. વાલા વગાડે મીઠી મીઠી મોરલી સાંભળતાં શુધ્ધ ગઇ એ રે ઠગારે કામણ કીધાં હુંતો ઠગાઇ હવે ગઇ રે કાનુડા તારી મોરલી.............. સાંવરી સુરત મોહની મુરત ઉપર મોહિત થઇ "દાસ સતાર"ના પ્રિતમની  હું તો દાસી બની ગ‌ઈ રે કાનુડા તારી મોરલી.............. Bhajan Gazal Lyrics

Mori nind gayi mohe chain nahi મોરી નિંદ ગ‌ઈ મોહે ચૈન નહીં Bhajan lyrics in gujarati

Image
મોરી નિંદ ગઇ, માહે ચૈન નહી,  ગયે શ્યામ કુબજા પાસ રે દર્શન બિન ભઇબાવરીયા .. મોરી નિંદ .... કુબજાને કુછ કામણ કીના,  શ્યામકો બસ કર લીના વિરહ અગન ફુંકત હૈ સીના,  કીસ બીધ હોગા જીના સખીરી કીસ બીધ હોગા જીના,  કોઇ જાઇ કહો, પિયુ પાસ રહો, મેરે મનકી પુરે આશ રે,  ઘર આવા મારે સાવરીયા મોરી નિંદ .... ઘર કી પ્રિત પસંદ નહી આઇ,  કીની પ્રિત પરાઇ, ગોરી રાધા કો બિસરાઇ,  કાલી કુબજા ભાઇ, સખીરી કાલી કુબજા ભાઇ,  નટવર નાગર, આનંદ સાગર, મૈં હું ચરનકી દાસ રે,  આવા બજાઓ બાંસુરીયાં મોરી નિંદ .... "દાસ સતાર" કહે દરશ દિખાઓ,  શ્યામ સુંદર ઘર આઓ, સુને પડે સબ ગોપ ગોપીયાં,  નાથ દયા દર્શાઓ, ગોકુલ સુના, મધુબન સુના, સુના યમુના ઘાટ રે,  સુની ફિરત સબ ગાવલીયા મારી નિંદ .... Bhajan Gazal Lyrics

Mile koi aiso sant fakir મીલે કોઈ ઐસો સંત ફકીર Bhajan lyrics in gujarati

Image
મીલે કોઇ ઐસો સંત ફકીર,  પહોંચાદે ભવ દરીયા કે તીર ...... જોખમ ભરીયો જહાજ હમારો, નાવિક ઉતારી દે નીર, કરણી કિનારો કોઇ તો બતાવે, ઐસો મીલે શૂરવીર પહોંચાદે ભવ દરીયા કે તીર .…… ધીર ગંભીર વચનોના પૂરા, ભલે હોય ઓછું કુળ કે અમીર, હાલ કર્મથી તુરત છુડાવે, વો હિ હમારો પીર પહોંચાદે ભવ દરીયા કે તીર ....... અપના તો સપને નહી માને, સંશય નહીં શરીર, લાભ કે હાનિ લેશ નહીં માને, ઠરી રહે મન સ્થિર પહોંચાદે ભવ દરીયા કે તીર ....... પાંચ કોષમાં આ પંથી ભૂલ્યો, ક્ષત્રપતિ કે શૂરવીર, દાસ સવો કહે દોય કર જોડી, લક્ષ બતાદે લગીર  પહોંચાદે ભવ દરીયા કે તીર ....... Bhajan Gazal Lyrics

Meru to dage pan Jena Manda dage nahi મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહી Bhajan lyrics in gujarati

Image
મેરૂ તો ડગે પણ જેના મનડાં ડગે નહી રે ભલેને ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે પણ વણસે નહી ને રે સોહી હરિજનના પરમાણ મેરૂ તો ડગે પણ............ ચિતની વૃતિ સદા નિર્મળ રાખેને કરે નહી કોઇની આશ દાન કરે છતાંય રહેવે અયાચક વચનમાં રાખે વિશ્વાસ મેરૂ તો ડગે પણ............ સુખ અને દુખની જેને આવે નહી હેડકી આઠે પ્રહર આનંદ નિત્ય રહે સતસંગમાંને તોળે માયા કેરો ફંદ મેરૂ તો ડગે પણ............ તન મન ધન કરે અર્પણ પ્રભુને ધન્ય નિજારી નર ને નાર એકાંતે બેસીને જો, અલખને આરાધે તો પ્રભુજી પધારે તેને દ્વાર મેરૂ તો ડગે પણ............ સંગતું કરાતો તમે એવાની જ કરજો જે ભજનમાં રહેવે ભરપુર "ગંગાસતી" રે એમ બોલિયાને રે જેને નેણ વરસે ઝાઝા નુર મેરૂ તો ડગે પણ............ Bhajan Gazal Lyrics

me prabhuna karyne kadi paltata joya nathi મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં જોયા નથી Gazal lyrics in gujarati

Image
મેં પ્રભુના કાર્ય ને પલટાતાં કદી જોયા નથી આંસુને મેં કદી પાછા જતા જોયા નથી ખરતા નિહાળ્યા છે મેં ઘણા, આ ગગનથી તારલા પણ ચાંદ સુરજને કદી, ખરી જતા જોયા નથી મેં પ્રભુના કાર્ય ને ……. દોષ ના દે માનવી, વાતા વિશ્વના વાયુને જલચરોને જલ મહીં, રૂંધાતા કદી જોયા નથી મેં પ્રભુના કાર્ય ને ……. સાધનાઓ ખૂબ કીધી, "નાઝિર" મેં આ વિશ્વમાં માનવીને મેં કદી, પ્રભુ થતા જોયા નથી મેં પ્રભુના કાર્ય ને ... Bhajan Gazal Lyrics

Masti me mast bana hu મસ્તી મેં મૈં મસ્ત બના હું Bhajan lyrics in gujarati

Image
મસ્તી મેં મૈં મસ્ત બના હું, અબ તો મૈં મદમાતા હું મસ્તી મેં મૈં મસ્ત .. .. જૂઠે ઝગડે છોડ કર અબ તો, હરિ ભજન કો મૈં ગાતા હું મસ્તી મેં મૈં મસ્ત .... રાજા રંક ફકીર યા સાધુ, ઉનકો મિલને જાતા હું ગુરૂ કૂપા સે હાથ જોડ કર, સબકો શિશ ઝૂકાતા હું મસ્તી મેં મૈં મસ્ત .. .. ભલા બુરા જો કોઈ કહેવે, દયાન ન ઉસપે લાતા હું યારોં મૈં હું દાસ તુમ્હારા, યું કહ કર સમજાતા હું મસ્તી મેં મૈં મસ્ત .. .. "અબ્દુલ સતાર" નામ હૈ મેરા, "દાસ સતાર" કહેલાતા હું મેરા ગુરૂજી હૈ રંગીલા, યારોં મૈં રંગ લાતા હું મસ્તી મેં મૈં મસ્ત .... Bhajan Gazal Lyrics

Mari Mena re bole gadhne kangre મારી મેના રે બોલે ગઢને કાંગરે Bhajan lyrics in gujarati

Image
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે જીરે કાયાના કુડા રે ભરોસા, દેહુના ખાટા રે ભરોસા મારી મેના રે બોલે રે ગઢને કાંગરે જીરે એવી છીપું રે સમદરીયામાં નિપજે જીરે મોતિડાં છે રે છીપલાની માંહ્ય મારી મેના રે બોલે .... એવો મૃગલો ચરે છે, વનમા એકલો જીરે કસ્તુરી છે રે મૃગલાની માંહ્ય મારી મેના રે બોલે .... એવી માટી રે મંગાવું સારા શહેરની જીરે હિરલા છે રે ધરતીની માંહ્ય મારી મેના રે બોલે .. .. મેના ને "મેકરણ" બેઊ એક છે જીરે એને તમે જુદા રે ન જાણો મારી મેના રે બોલે .... Bhajan Gazal Lyrics

Mara valane vadhine kejo re મારા વાલાને વઢીને કેજો રે Bhajan lyrics in gujarati

Image
હે ઓધાજી જીરે મારા વાલાને વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે .. મારા વાલાને વઢીને કેજો .... મથુરાના રાજા થયા છો, ગોવાળીયાને ભૂલી ગયા છો, માનીતી ને મહેલે ગયા છો રે .. મારા વાલાને વઢીને કેજો .... કુબજા છે રંગે કાળી, કાળા તમે વનમાળી, જોડી આવી ક્યાંય ન ભાળી રે .. મારા વાલાને વઢીને કેજો .... જમુના ને કાંઠે જાતાં, લુંટી તમે માખણ ખાતા, તોડાય કેમ જુના નાતા રે .. મારા વાલાને વઢીને કેજો .... એક વાર ગોકુળ આવો, માતાજી ને મોઢે થાઓ, ગાયો ને સંભાળી જાઓ રે .. મારા વાલાને વઢીને કેજો .. .. દાસ રે "મીઠા"ના સ્વામી, આવા તમે અંતરયામી, પડી હશે અમારામાં કંઇક ખામી રે .. મારા વાલાને વઢીને કેજો .... Bhajan Gazal Lyrics

Manav nade chhe manvine માનવ નડે છે માનવીને Gazal lyrics in gujrati

Image
માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી માતા પિતાની ગોદમાં, મમતા હતી ઘણી બદલી ગયો એ પરણીને, યૌવન મળ્યા પછી માનવ નડે છે ..... પ્રગતિ જીવનની કરવા, ભણતર ભણી ગયો પડતી હવે તેં નોતરી, અનુભવ મળ્યા પછી માનવ નડે છે .... ગાતો હતો તું ગીત જે, કાયમ પ્રભુ તણા ભૂલી ગયો એ ભાવના, પૈસો મળ્યા પછી માનવ નડે છે ..... નમતો હતો તું સર્વને, નિરધનપણા મહી ઝઘડા હવે તું નોતરે, પ્રભુ કૃપા મળ્યા પછી માનવ નડે છે .... સાધનાઓ ખૂબ કીધી, "નાઝિર" કહે મેં આ વિશ્વમાં માનવીને મેં કદી, પ્રભુ થતા જોયા નથી માનવ નડે છે .... Bhajan Gazal Lyrics

Manmohan murat teri prabhu મનમોહન મૂરત તેરી પ્રભુ Bhajan lyrics in gujarati

Image
મન મોહન મૂરત તેરી પ્રભુ મિલ જાગે આપ કહીં ના કહીં મન મોહન મૂરત .. .. યદિ ચાહ હમારે દિલમેં હૈ તુમ્હે ઢુંઢ હી લેંગે કહીં ના કહીં મન મોહન મૂરત ..... કાશી મથુરા વૃન્દાવનમેં યા અવધપુરી કી ગલિયનમેં ગંગા યમુના સરયુ તટ પર મિલ જાઓગે આપ કહીં ના કહીં મન મોહન મૂરત .... ઘરબારકો છોડ  સન્યાસી હુએ સબકો પરિત્યાગ ઊદાસી હુએ છાનેંગે બન બન ખાખ તેરી મિલ જાઓગે આપ કહીં ના કહીં મન મોહન મૂરત .... સબ ભકત તુમ્હી કો હેરેગેં તેરે નામ કી માલા ફેરેંગે તબ આપ હી ખુદ શરમાગે હમેં દર્શન દોગે કહીં ના કહીં મન મોહન મૂરત .... Bhajan Gazal Lyrics

Me kanuda tori govalan મેં કાનુડા તોરી ગોવાલણ Bhajan lyrics gujarati

Image
મૈં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે મૈં કાનુડા તોરી ગોવાલણ,  હરખે મેંતો ઈઢોણી લીધી, ભરવાને હાલી પાણી રે ગાગર ભરોસે ગોળી લીધી, આરાની હું અજાણી રે મૈં કાનુડા તોરી............. ગાયના ભરોસે ગોધાને બાંધ્યો, દોહ્યાની હુ અજાણી રે વાછરુંને ભરોસે છોકરાને બાંધ્યા, બાંધ્યા છે બહુતાણી રે મૈં કાનુડા તોરી............. રવાઇ ભરોસે ધુસરું લીધું, વલાવ્યાની અજાણી રે નેતરા ભરોસે સાડી લીધી, દૂધમાં રેડ્યાં પાણી રે મૈં કાનુડા તોરી............. ઘેલી ઘેલી મને સહુ કોઇ કહે, ઘેલી હું રંગમાં રેલી રે ભલે મળ્યા "મેહતા નરસિંહ"ના સ્વામી, પુરણ પ્રિત બંધાણી રે મૈં કાનુડા તોરી............. Bhajan Gazal Lyrics

Maili chadar odhke kaise મૈલી ચાદર ઓઢેકે કૈસે Bhajan lyrics in gujarati

Image
મૈલી ચાદર ઓઢકે કૈસે દ્વાર તુમ્હારે આવું હે પાવન પરમેશ્વર મેરે મન હી મન શરમાઊં મૈલી ચાદર .. .. તુમને મુજકો જગ મેં ભેજા, નિર્મલ દેકર કાયા આકર કે સંસારમેં મૈંને, ઇસકો દાગ લગાયા જન્મો જન્મ કી મૈલી ચાદર, કૈ સે દાગ મિટાઉં મૈલી ચાદર .. .. નિર્મલ વાણી પાકર તુજ સે, નામ તેરા ના ગાયા નૈન મુંદ કર હે પરમેશ્વર, કભી ન તુજકો ધ્યાયા મન વિણા કી તારે તૂટી, અબ કયા ગીત સુનાઉં મૈલી ચાદર .. .. ઇન પૈરોં પર ચલ કર તેરે, મંદિર કભી ન આયા જહાં જહાં હો પૂજા તેરી, કભી ન શીશ ઝુકાયા હરિહર મેં મૈં હાર કર આયા, અબ કયા હાર ચડાઉં મૈલી ચાદર .. .. Bhajan Gazal Lyrics

Mayi meto ban gaya fakir માંઈ મેંતો બન ગયા ફકીર Bhajan lyrics in gujarati

Image
માંઇ મૈંતો બન ગયા ફકીર રે મૈંને ઢુંઢા અપના શરીર માઇ મૈંતો .... જન્મો જન્મકા મેલ ચડીયા, ધોબી મિલીયા પીરજી ધરમ ઘાટ પે જઇ પછાડયા, નાહ્યા નિર્મલ નીર માંઇ મૈંતો .... અલ્લાહુ કા મૈને જાપ જપીયા, તબ તો આઇ ધીરજી નુરતા સુરતા એક કીની, મનવા હુવા હૈ સ્થિર માંઇ મૈંતો .... બીના બાદલ એક બિજલી ચમકે, ઝરમર બરસે નીર અનહદ નોબત બાજે નિશ દિન, જ્ઞાન ઘટ હૈ ગંભીર માંઇ મૈંતો .... ડુંગર ચઢિયા દેખી મઢિયા, ભયા મૈં શૂરવીર "દાસ સતાર" ગુરૂ કૃપા સે, અમર હો ગઈ હૈ જાગીર માંઇ મૈંતો .... Bhajan Gazal Lyrics

Mahamaya charne mandu chhe Maru મહામાયા ચરણે જીવન છે મારુ Bhajan lyrics in gujarati

Image
મહામાયા ચરણે મનડું છે મારું, તન મન ધન માં તુજ પર વારું .. મહામાયા ચરણે ….. સમરણ કરું ત્યાં સહાય મળે છે, નામ જ લેતાં પાપ બળે છે, દુનિયાદારીનું સુખ લાગે પછી ખારું .. મહામાયા ચરણે ... કોઇ પ્રકારે દુખ નથી અમને, અરજ એકાંતે કરું છું મા તમને, અહમ ન આવે રહે ધ્યાન તમારું .. મહામાયા ચરણે ... કુડી કાયામાં હું કરમે પુરાયો, લખ ચોર્યાસી ફરી ને હું આવ્યો, તૃષ્ણાને ટાળી કાપો ઘોર અંધારું .. મહામાયા ચરણે ……. ચાર મઢ માતાના ને પાંચમી છે ડેરી, સેલણ શ્રીફળ થી સાપ ઊતરે છે ઝેરી, "નારાયણ" નમીને ધ્યાન ધરે તારું .. મહામાયા ચરણે ….. Bhajan Gazal Lyrics

Lobhi atam ne samjavo લોભી આતમને સમજાવો Bhajan lyrics in gujarati

Image
લોભી આતમને સમજાવો રે લોભી આતમને સમજાવો રે, મારા ગુરૂજીને પુછો રૂડા જ્ઞાન બતાવે રે હંસલા મેલીને બગલાને કોણ સેવશે જી, બગલા બાહેર ધોળા ને મનના મેલા રે. મારા ગુરૂજીને પુછો......... હીરલા મેલીને પથરાને કોણ સેવશે જી, પથરા ઉપર ભીના ને અંદર કોરા રે. મારા ગુરૂજીને પુછો......... કેસર મેલીને કેસુડાને કોણ સેવશે જી, કેસુડા ઉપર રાતા ને મુખે કાળા રે. મારા ગુરૂજીને પુછો......... સુગરા મેલીને નુગરાને કોણ સેવશે જી, નગરા નિશ્ચે નરકે લઈ જાય. મારા ગુરૂજીને પુછો......... શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા, મારા સંતનો બેડલો સવાયો રે. મારા ગુરૂજીને પુછો......... Bhajan Gazal Lyrics

Laxman bandhav vina tuti mari jodi લક્ષ્મણ બાંધવ વિના તુટી મારી જોડી Bhajan lyrics in gujarati

Image
લક્ષ્મણ બાંધવ વિના તુટી મારી જોડી બંધુ રે વિનાની મારી બીખર ગઇ જોડી શક્તિકો બાણ લાગ્યો લક્ષ્મણકો બુધ્ધિ બહોત પણ આયુષ્ય રહી થોડી રે બંધુ રે વિના .... ગયા ગયા હનુમાના, હજુ કેમ ન આયા ભોર તો ભઈને, રજની રહી થોડી રે બંધુ રે વિના .... આવે રે સમયે મારો કોઇ લક્ષ્મણ જગાડે તો આપી દ‌ઉં અયોધ્યા, દોઇ કરજોડી બંધુ રે વિના .... કયા મુખ લેકર, જાઉં મૈં અયોધ્યા માતા સુમિત્રાજી, પૂછે દોડી દોડી રે બંધુ રે વિના .... "તુલસી" કે ઠાકુર, ઘણું જીવો લક્ષ્મણ લંકા જલે જૈસે, ફાગુન કેરી હોલી રે બંધુ રે વિના .... Bhajan Gazal Lyrics

Lal cholevali maiya લાલ ચોલેવાલી મૈયા Bhajan lyrics in gujarati

Image
લાલ ચાલે વાલી મૈયા, લાલ ચાલે વાલી જય જય જ્વાલા મૈયા, લાલ ચાલે વાલી સેંથે મેં સિંદુર સોહે, સિંહ કી અસવારી મૈયા લાલ ચાલે વાલી........ ખડક ત્રિશૂલ હાથ ધારી, મહિસાસુર મારણી મૈયા લાલ ચાલે વાલી........ ઘનનન ઘંટ વાગે, શંખનાદ ઘડીયાલ બાજે મૈયા લાલ ચાલે વાલી........ ગુણ "દેવીદાન" ગાયે, કારજ સુધારીણી મૈયા લાલ ચાલે વાલી......... Bhajan Gazal Lyrics

Kone kahu dildani vatu કોને કહું દિલડાની વાતું Bhajan lyrics in gujarati

Image
કોને કહું દિલડાની વાતું રે વાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું જેને જેને કહું તે કહયું ન માને મૂરખ ગણીને મને મારે છે લાતું નથી રહેવાતું હવે............ ઘેલાં રે લોકડિયાં મારી ગત શું જાણે મારા તે રૂદિયામાં કાંઇક કાંઇક થાતું નથી રહેવાતું હવે............ દિલનાં દર્દ તો દર્દી દિલ જાણે વૈધોને એ નથી સમાજાતું નથી રહેવાતું હવે............ સુગરા મળે તો શાંતિ સ્થાપે ઓલા નુગરા પાછળથી કરે છે વાતું નથી રહેવાતું હવે............ કહે "સતાર દાસ" ભજો એક અવિનાશ ભકિત કરતા, રહે મન રાતું નથી રહેવાતું હવે............ Bhajan Gazal Lyrics

Bhulva mane kaho chho ભૂલવા મને કહો છો Bhajan lyrics in gujarati

Image
ભૂલવા મને કહો છો, સ્મરણો ભૂલાય ક્યાંથી કોઇ પ્રેમી જનોને પૂછો, કે પ્રેમ ભૂલાય ક્યાંથી સુણી મધુરી બંસી, ઘેલી બનીને આવે કહો કૃષ્ણના હૃદયની, રાધા ભૂલાય ક્યાંથી ભૂલવા મને કહો છો.............. શ્રીરામના નયનમાં કાજળ બનીને બેઠા કહો દિલની દ્રષ્ટિએથી સીતા ભૂલાય કયાંથી ભૂલવા મને કહો છો.............. ચાતક બનીને બેઠા, વર્ષાની વાટ જોઇ સાગર જળે ભર્યો પણ બિંદુ ભૂલાય કયાંથ ભૂલવા મને કહો છો.............. Bhajan Gazal Lyrics

Kis devta ne aj Mera Dil chura liya કિસ દેવતાને આજ મેરા દિલ ચુરા લીયા Bhajan lyrics in gujarati

Image
કિસ દેવતા ને આજ, મેરા દિલ ચુરા લીયા દુનિયા કી ખબર ના રહી, તન કો ભૂલા દીયા કિસ દેવતા ને આજ............. રહેતા થા સદા પાસ વો , લેકિન છીપા હુવા કરકે દયા દયાલ ને, પરદા ઊઠા લીયા કિસ દેવતા ને આજ............. સૂરજ ન થા વો ન ચાંદ થા, બીજલી ન થી વહાં એક દમ અજબ શાન કા, જલવા દીખા દીયા કિસ દેવતા ને આજ............. મુડ કે જો આંખ ખોલ કર, ઢૂંઢન લગા ઉસે દુર થા નજર સે મગર, પાસ પા લીયા કિસ દેવતા ને આજ............. કરકે કસુર માફ મેરે, જ્મો જન્મ કે "બ્રભાનંદ" અપને ચરન મેં, મુજકો લગા લીયા કિસ દેવતા ને આજ............. Bhajan Gazal Lyrics

Deva to pade chhe ante saune nade chhe દેવા તો પડે છે અંતે સૌને નડે છે Bhajan lyrics in gujarati

Image
દેવા તો પડે છે અંતે સહુને નડે છે કરેલા કરમના બદલા દેવા રે પડે છે જીવડો લીધો જયારે શ્રવણ કુમારનો,  ત્યારે અંધોને અંધી એની નજરે ચડે છે દેણું રે દીધેલ દશરથ જાણે,  પુત્રના વિયોગે એનું ખોળિયું પડે છે રે કરેલા કરમના .... અવધપુરીના રાજા રામે વાલી માર્યો,  એના ન્યાયના હણેલા બંધન લાગથી લડે છે જોર છે જગતનું તોયે કાંઇ ના ચાલ્યું એનું,  પ્રાચીના પાદર એતો રૂણલા ભરે છે કરે લા કરમના .... વામન રૂપ ધરીને બલિ રાજા છેતર્યો ત્યારે, વગર વિચારે વાલો પગલા ભરે છે ભૂમિને બદલે ભૂધર પધાર્યા,  ત્યારે પરોડી બનીને એના પહેરા ભરે છે રે કરેલા કરમના .. .. લાજરે લુંટાતી જયારે ભીમની ગદાને ભાળી,  જાંધ રે જોખમાણી એના પુરાવો મળે છે કૌરવોને કાપ્યા પછી પાંડવો પીડાણા,  હિમાળાના ખોળે એના હાડકયાં ગળે છે રે કરે લા કરમના .. .. અમૃત કે રી વહેચણી કીધી ત્યારે,  સૂર્યને ચંદ્ર એની ચાડીયું કરે છે આપે કરેલા હજીએ આડા આવે એને,  રાહુને જોઇને મોઢા કાળા પડે છે કરે લા કરમના .. .. Bhajan Gazal Lyrics

Kar man bandagi aa pal jave re કર મન બંદગી આ પલ જાવે રે Bhajan lyrics in gujarati

Image
કર મન બંદગી આ પલ જાવે રે કર મન બંદગી ગઇ પલ ફિર ના આવે રે કર મન બંદગી...... કર મન દયાના ધરી લે તુ ધ્યાના મૃગ જલ દેખી કયું ભરમાયે રે કર મન બંદગી...... આખર મરના ધોખા ન ધરના મુખે તને રામ નામ ન આવે રે કર મન બંદગી...... શિરે તારો ફરે વેરી કાળે તને લીધા ઘેરી સુતાં તને નિંદ્રા કેમ આવે રે કર મન બંદગી...... "લાલ" કહે ગુરૂ કી કૃપાસે તેરો જન્મ મરણ મીટ જાવે રે કર મન બંદગી...... Bhajan Gazal Lyrics

Kanudo chhu jane mari prit કાનુડો શું જાણે મારી પ્રિત Bhajan lyrics in gujarati

Image
કાડો શું જાણે મારી પ્રિત કાનુડા શું જાણે મારી પ્રિત,  બાઇયું અમે બાળ કુંવારા રે કાનુડો શું જાણે મારી પ્રિત .... જળ રે યમુનાના અમે ભરવાને ગ્યાંતા વાલા કાનુડે ઊડાડયા આછા નીર, ઊડયા ફર રર રે કાનુડો શું જાણે મારી પ્રિત .... હુંતો વેરાગણ કાના, તમારા રે નામની વાલા કાનુડે તાણીને માર્યાં તીર, વાગ્યા અર ૨૨ રે કાનુડો શું જાણે મારી પ્રિત .... વૃન્દાવનમાં વાલે રાસ રે રચ્યો છે વાલા  સોળસો ગોપીના ખેંચ્યા ચીર, ફાટયા ચ૨ ૨૨ રે કાનુડો શું જાણે મારી પ્રિત .. .. "બાઇમીરાં" કહે પ્રભુ, ગિરધરના ગુણ વાલા  કાનુડે બાળીને કીધા ખાખ, ઊડી ખર ૨૨ રે કાનુડો શું જાણે મારી પ્રિત .. .. Bhajan Gazal Lyrics

Kailash ke nivasi namu bar bar hu કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું Bhajan lyrics in gujarati

Image
કૈલાશ કે નિવાસી, નમું બાર બાર હું આયો શરણ તિહારે, પ્રભુ તાર તાર તું ભક્તોકો કભી શિવ તુને  નિરાશ ના કીયા માંગા જીન્હેં જો ચાહા વરદાન દે દીયા ઝહર પીયા જીવન દીયા કિતના ઉદાર તું આયો શરણ તિહારે, પ્રભુ તાર તાર તું બખાન કયા કરું મૈં રાખોં કે ઢેર કા ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા બડા હૈ તેરા દાયજા બડા દાતાર તું આયો શરણ તિહારે, પ્રભુ તાર તાર તું ક્યા કયા નહી દીયા શિવ હમ કયા પ્રમાણ દે બસે ગયે ત્રિલોક શંભુ તેરે દાન સે હે ગંગધાર મુક્તિ દ્વાર ઓમકાર તું આયો શરણ તિહારે, પ્રભુ તાર તાર તું તેરી કીપા બીના ન હીલે એક ભી અણુ લેતે હૈ શ્વાસ તેરી દયા સે તનુ તનુ કહે "દાદ" એક બાર મુઝકો નિહાર તું આયો શરણ તિહારે, પ્રભુ તાર તાર તું Bhajan Gazal Lyrics

Kanudo kalo kalo radha chhe gori gori કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી Bhajan lyrics in gujarati

Image
કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી કાનુડો કાળો કાળો ..... મન વશ કરીને જોતાં, શુધ્ધ પ્રેમ ઝાંખી થાય અજ્ઞાની જીવ જાયે, જ્યાં મનડું જાય દોરી કાનુડો કાળો કાળો .... છે પ્રેમ સર્વ વ્યાપી, વહેમી જનો શું જાણે અજ્ઞાનીને અનાડી, ઊંઘણશીને અઘારી કાનુડો કાળો કાળો .... ઘાયલ ગતિને ઘાયલ જે હોય તે જ જાણે કોઇ ગયું મુજ ધોળે, દિને હૃદય ચોરી કાનુડો કાળો કાળો .... "સતાર શાહ" નિઝામી, પ્રેમીની છે મુનાદિ પ્રિતી કરો તો એવી, જેમ ચંદ્ર ને ચકોરી કાનુડો કાળો કાળો .... Bhajan Gazal Lyrics

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati

Image
કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે રે વન નો દે મારા રામને રે ....જી હજી તારા મનને ભાવે તો બીજું માગી લેને વન નો દે મારા રામને રે ....જી અયોધ્યા કહે તો બીજી આભેથી ઊતારી લાવું પણ મોત કાં બગાડે કૈકેયી મારું રે વન નો દે મારા રામને રે ....જી કહો તો તમને પાય લાગું, કહો તો પ્રાણ ત્યાગું કહો તો ભિખારી થઇને ભિખ માગું રે વન ના દે મારા રામને રે ....જી અવિચારી નાગણ તું, શીદને સંતાપે કલેજામાં લાગે અમને કટારી રે વન ના દે મારા રામને રે ....જી કહે રે "પિગલ રાજા" કૈકેયીને સમજાવે માન્યા નહી રાણીને રાજા મર્યા કમોતે વન ના દે મારા રામને રે ....જી Bhajan Gazal Lyrics

Kahi dejo koi kalne ado fare nahi કહી દેજો કોઈ કાળને આડો ફરે નહી Gazal lyrics in gujarati

Image
કહી દેજો કોઇ કાળને, આડો ફરે નહી મરવા જે બચ્યા હવે એ, માર્યા મરે નહી જાણી લીધું તમારું જીગર બાગ બાગ છે હસવામાં નહી તો કોઇ દી, ફૂલો ઝરે નહી કહી દેજો કોઇ કાળને...... લાગે છે એણે વારસો, લીધો છે સર્પનો સોમલ નયનથી નહી તો, કદી નિર્ઝરે નહી કહી દેજો કોઇ કાળને...... પુરૂષાર્થથી તો ભાગ્ય ફરી જાય છે માનવી કોણે કહ્યુ કે લેખ વિધિના ફરે નહી કહી દેજો કોઈ કાળને...... પહેલેથી લોહ સાથ છે, પત્થર ને અણબનાવ ભેગા થઇ ગયા હવે, ચકમક ઝરે નહી કહી દેજો કોઇ કાળને...... આ તો તમારા નામથી "નાઝિર" તરી ગયા કળિયુગમાં નહી તો કોઇ દી, પત્થર તરે નહી. કહી દેજો કોઇ કાળને...... Bhajan Gazal Lyrics

Kala te ajab rachi kirtar કળા તેં અજબ રચી કિરતાર Bhajan lyrics in gujarati

Image
કળા તેં અજબ રચી કિરતાર એનો પામે નહી કોઇ પાર. કળા તેં અજબ..... એક વ્યક્તિને વસ્ત્રના વાંધા,  જમાવા મળે નહી જુવાર અડધા નગ્ન ને ફરે ઊઘાડા,  પુત્ર નારી પરીવાર. કળા તેં અજબ..... એક અમન ને ચમન ઊડાવે,  પૈસાનો નહી પાર રહેવા માટે મહેલ મજાના,  હુકમે દાસ હજાર. કળા તેં અજબ..... એક શરીરે આભને ઓઢે,  પૃથ્વી પાથરનાર કાળી મજુરી કરવાં છતાંય,  બને નહીં ઘરબાર. કળા તેં અજબ..... "કાન" કહે કુદરત તારી કળાનો,  કોક હશે કળનાર સૌ સૌને પ્રભુજી આપે સૌનું,  સૌનો સરજનહાર. કળા તેં અજબ...... Bhajan Gazal Lyrics

Jyare ke chahanara julmo kari javana જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના Gazal lyrics in gujarati

Image
જયારે કે ચાહનારા જુલ્મો કરી જવાના ત્યારે આ જીંદગીના દિવસો ફરી જવાના જયારે કે ચાહનારા..... સંભારણા સમયની સાથે, સાથે સરી જવાના ખૂશ્બુ જીવનની કિન્તુ, ચોઘમ ભરી જવાના જયારે કે ચાહનારા..... પાપીને પાપ પોતા તણા, જયારે સાંભરી જવાના ત્યારે કાજળ વિના એ મોઢું, કાળું કરી જવાના જયારે કે ચાહનારા..... તરતાને ડુબવાનો, ભય હોય છે હમેંશાં ડુબેલ માનવી તો, ભવ સાગર તરી જવાના જયારે કે ચાહનારા..... આ પુર છે લાગણી, ના ખુલી આંખ કેરા જયારે બીડાઇ જાશે ઓશરી જવાના જયારે કે ચાહનારા..... એવા ય કંઈક મીઠા, બોલા છે માનવીઓ જોજે પ્રભુ તને પણ એ છેતરી જવાના જયારે કે ચાહનારા..... સારું છે કે એને કઈ પણ દેતો નથી મચક હું એના મનને તો ઓરતાં છે શું શું કરી જવાના જયારે કે ચાહનારા..... "નાઝિર" કહે તમે કોઇને, જોવા ગમશો નહી જરીએ ક્યારે, જ્યારે આ ખોળિયાને, ખાલી કરી જવાના જયારે કે ચાહનારા..... Bhajan Gazal Lyrics

Juthdi Kaya rani jutha na bolo જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો Bhajan lyrics in gujarati

Image
જૂઠડી કાયા રાણી જૂઠડી કાયા રાણી, જૂઠા ન બોલો વઢશે તને તારા ઘડનારો. જૂઠડી કાયા રાણી..... જૂઠી કાયા ને જૂઠી માયા જૂઠે જગકો ભરમાયા અંતકાળેજીવને જાવું એકલુ મરમ કોઇ વિરલાએ પાયા રે. જૂઠડી કાયા રાણી..... આ જગમાં વેલા વળશું આવીને ભ્રમમાં ભરાણા રે સગા કુટુંબની માયા લાગી પ્રિયાને બાલે બંધાણા રે.  જૂઠડી કાયા રાણી..... મનુષ્ય પદારથ મહાસુખ પાયો ભજન કરી લે ગુરૂ દેવાના દૂધ પુતને અન્ન ધન લક્ષ્મી એ ફળ છે તારી સેવાના.  જૂઠડી કાયા રાણી...... આ દુનિયામાંથી કઇક નર ચાલ્યા ગયા હાથી ઘોડાના ચડનારા ઘટ ભીતર ગુણ ગાયે "નથુરામ" અહીયાં નથી કોઇ રહેવાના.  જૂઠડી કાયા રાણી..... Bhajan Gazal Lyrics

Joshida mara Jos re jovo ne જોશીડા મારા જોશ રે જુઓને Bhajan lyrics in gujarati

Image
જોશી મારા જોશ રે જુવો અમને,  કે દહાડે મળશે ઘેલો કાન સુખડા અમારા તલ મગ જેવડાને દુખડા છે મેરૂ સમાન જોશી મારા .… .… દુખડાની મારી વાલા, દુબડી થઇ છું ને હજુયે ન આવ્યા ભગવાન જોશી મારા .… .. "બાઇમીરાં" ગાવે વાલા, ગિરિધરના ગુણ શરણોમાં રાખો ઘનશ્યામ જોશી મારા .… . Bhajan Gazal Lyrics

Jiv Shane fare chhe guman ma જીવ શાને ફરે છે ગુમાનમાં Bhajan lyrics in gujarati

Image
જીવ શાને ફરે છે ગુમાનમાં રે તારે રહેવું ભાડાના મકાનમાં બંગલાને મોટરું હોય ભલે તારે માલ ખજાના આવે નહીં  હારે તારે આખર જાવું રે સ્મશાનમાં રે તારે રહેવું ભાડાના ..... ખોળિયું એકદિ ખાલી કરવું રે પડશે સગા ને વહાલા તારા પોક મૂકી રડશે તને જમડા  કહી જાશે કાનમાં તારે રહેવું ભાડાના ...... "ગોવિંદ મેર "કહે  ચેતી જા જીવડા જવાના દિવસો આવી ગયા ઢુકડા તને સંતો સમજાવે છે શાનમાં તારે રહેવું ભાડાના .... Bhajan Gazal Lyrics

Jindagi ek kiraye ka ghar hai જિંદગી એક કિરાયેકા ઘર હૈ Gazal lyrics in gujarati

Image
જીંદગી એક કીરાયે કા ઘર હૈ એક ના એક દિન બદલના પડેગા મોત તુજકો જબ આવાજ દેગી ઘર સે બાહર નિકલના પડેગા જીંદગી એક કીરાયે .. .. સામ કે બાદ હોગા સવેરા દેખના હૈ અગર દિન સુનહરા પાંવ ફૂલોં પે રખને સે પહેલે તુજકો કાંટા પે ચલના પડેગા જીંદગી એક કીરાયે ... ઢેર મીટ્ટીકા હર આદમી હૈ બાદ મરને કે હોગા યહી હૈ યા જમાનોંમેં તુરબત બનેગી યા ચિત્તા મેં જલના પગા જીંદગી એક કીરાયે .... યે તસ્બૂર જોશ-એ જવાની ચાર દિન કી તેરી જિંદગાની યે જીયા સામ તક દેખ લેના ચઢતે સૂરજકો ઢલના પડેગા જીંદગી એક કીરાયે .... રુઠકર ઓ મુજસે જાને વાલે કમ સે કમ મુઝકો ઈતના બતાવે તેરી યાદો કી ચલતી ચિતા મેં કબ તલક મુઝકો જલના પડેગા જીંદગી એક કીરાયે .... Bhajan Gazal Lyrics

Jindagani hu gujaru Prem na vepar par જિંદગાની હું ગુજારુ પ્રેમના વેપાર પર Gazal lyrics in gujarati

Image
જીંદગાની હું ગુજારું, પ્રમના વેપાર પર, પ્રેમ હુંડી મેં લખી છે, સદગુરુ સરકાર પર .. જીંદગાની હું ગુજારું .. .. જીવ તન, મન, પ્રેમની કિંમતમાં મેં અર્પણ કર્યા એ હાટની વસ્તુ નથી, વેચાય જે ક્લદાર પર . જીંદગાની હું ગુજારું ...… પ્રેમ પંથે ચાલવું કે ખેલવું સહેલું નથી, ખેલવું ખુલ્લા પગે, તલવાર કેરી ધાર પર .. જીંદગાની હું ગુજારું ... પ્રેમમાં જોયું તપાસી, માર સાથે પ્યાર છે, પ્યાર જો આવી મળે તો, કુરબાન એવા પર ..  જીંદગાની હું ગુજારું ..... જીવતાં જીવંત કાઢી મારી આશા રહી ગઇ, હવે ફૂલડાં શાને ચડાવા, ખાખના અંબાર પર જીંદગાની હું ગુજારું .... હું નથી સાયર કવિ, ના જાણું પિંગલ કાયદા, દિલની ઊર્મિએ લખી છે, ગઝલ આ શૃંગાર પર .. જીંદગાની હું ગુજારું .... પ્રેમના પાઠો ભણી, "સતાર શાહ" શું શું લવે, હું દીવાનો થઇ ગયો છું, મારા યાર ના દિદાર પર ..  જીંદગાની હું ગુજારું .... Bhajan Gazal Lyrics

jap le Hari ka nam manva જપલે હરિ કા નામ મનવા Bhajan lyrics in gujarati

Image
જપ લે હરિ કા નામ મનવા  જપ લે હરિ કા નામ ઉસકે નામ સે બન જાયેંગે તેરે બિગડે કામ મનવા જપ લે ... નામ તો વા ધન હૈ કે જો નિરધન કો ધનવાન બના દે નામ હી નર કો નારાયણકી એક પહેચાન કરા દે મતલબ એક હૈ રામ કહે તું યા કહે દે રહેમાન મનવા  જપ લે ... સૂરજ ચાંદ સિતારે પલથી નદિયાં તાલ સમંદર નામ હી કે બલ સે ચલતે હૈ યે ધરતી યે અંબર નામ હી લેકર દિન ઊગતા હૈ નામ સે ઢલતી શામ મનવા  જપ લે ... સપને કો અપના સમજે તું ૨ેત કે મહેલ બનાયે પરછાઇ કે પીછે ભાગે હાથ કછુ નહી આવે નામ કે પેડ કી છાંવ તલે તું કરલે કુછ વિશ્રામ મનવા  જપ લે ... Bhajan Gazal Lyrics