Lobhi atam ne samjavo લોભી આતમને સમજાવો Bhajan lyrics in gujarati
લોભી આતમને સમજાવો રે
લોભી આતમને સમજાવો રે,
મારા ગુરૂજીને પુછો રૂડા જ્ઞાન
બતાવે રે
હંસલા મેલીને બગલાને કોણ સેવશે જી,
બગલા બાહેર ધોળા ને મનના
મેલા રે.
મારા ગુરૂજીને પુછો.........
હીરલા મેલીને પથરાને કોણ સેવશે જી,
પથરા ઉપર ભીના ને અંદર કોરા રે.
મારા ગુરૂજીને પુછો.........
કેસર મેલીને કેસુડાને કોણ સેવશે જી,
કેસુડા ઉપર રાતા ને મુખે કાળા રે.
મારા ગુરૂજીને પુછો.........
સુગરા મેલીને નુગરાને કોણ સેવશે જી,
નગરા નિશ્ચે નરકે લઈ જાય.
મારા ગુરૂજીને પુછો.........
શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા,
મારા સંતનો બેડલો સવાયો રે.
મારા ગુરૂજીને પુછો.........

Comments
Post a Comment