Posts

Showing posts with the label Garba lyrics in gujarati

Kum Kum kera pagle madi garbe ghumva aav કુમ કુમ‌ કેરા પગલે માડી ગરબે ઘુમવા આવ Garba lyrics in gujarati

Image
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા.. ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ કે માડી ઘણી ખમ્મા.. કુમકુમ કેરા પગલે... ચાલો સહિયર જઈએ ચાંચર ચોકમાં રે લોલ દિવડો પ્રગટાવી માના ગોખમાં રે લોલ આરાસુરી માત આવ્યા આંગણે રે લોલ સામૈયું તે માનું કરીએ તોરણે રે લોલ જય ભવાની જય ભવાની બોલીયે રે લોલ વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ કે માડી ઘણી ખમ્મા.. ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ કે માડી ઘણી ખમ્મા.. કુમકુમ કેરા પગલે... ઢમ ઢમ ઢોલીડા તાલ દેજો રે લોલ ઘુમી ઘૂમી ગરબો સૌએ લેજો રે લોલ સાથિયા પૂરાવો ઘરને આંગણે રે લોલ અસવારી તે માની વાઘે શોભતી રે લોલ જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ ઘરના આંગણિયામાં આવી મંદિર તું સર્જાવ ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ કે માડી ઘણી ખમ્મા.. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા.. Bhajan Gazal Lyrics

Mari sheriye thi kan kunvar avta re lol મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ Garba lyrics in gujarati

Image
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી બજાવતા રે લોલ. હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ ઓઢણ અંબર વીસરી રે લોલ. હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ, ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ. સાગ રે સીસમની મારી વેલડી રે લોલ નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ. મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલ અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલ મેં તો દૂધ ને સાકરનો શીરો ક્યો રે લોલ ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ મેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લો મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ મીઠી તે મોરલી વગાડતા રે લોલ Bhajan Gazal Lyrics

Sona vatakadi re kesar gholya valamiya સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં વાલમિયા Garba lyrics in gujarati

Image
સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં વાલમિયા લીલો તે રંગનો છોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... નાક પરમાણે નથડી સોઈ રે વાલમિયા ટીલડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... કાન પરમાણે ઠોળીયાં સોઈ રે વાલમિયા ઠોળીયાંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... ડોક પરમાણે હારલાં સોઈ રે વાલમિયા તુળસીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... હાથ પરમાણે ચૂડલાં સોઈ રે વાલમિયા ગુજરીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... કેડ પરમાણે ઘાઘરો સોઈ રે વાલમિયા ઓઢણીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા કાબિયુંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં વાલમિયા લીલો તે રંગનો છોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... Bhajan Gazal Lyrics

Range rame anande rame aj navdurga range rame રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે Garba lyric in gujarati

Image
રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે આદિત્યે આવિયા અલબેલી  મંડપમાં મતવાલા રે ભમે આજ નવદુર્ગા રંગે રમે સોળ શણગાર માને અંગે સુહાવે  હીરલા રતન માને અંગે સમે આજ નવદુર્ગા રંગે રમે મંગળવારે માજી છે ઉમંગમાં  ચાચર આવીને ગરબે રમે આજ નવદુર્ગા રંગે રમે બુધવારે માજી બેઠા વિરાજે  રાસ વિલાસ માએ ગાયો છે આજ નવદુર્ગા રંગે રમે ગુરુવારે મા ગરબે રમે છે  ચંદન પુષ્પ તે માને ગમે આજ નવદુર્ગા રંગે રમે શુક્રવારે માજી ભાવ ધરીને  હેતે રમે તે માને ગમે આજ નવદુર્ગા રંગે રમે શનિવારે મહાકાળી થયા છે  ભક્ત ભોજન માને ગમતા જમે આજ નવદુર્ગા રંગે રમે વલ્લભ કહે માને ભાવે ભજો ને  રાસ વિલાસ ગાયો સૌએ અમે આજ નવદુર્ગા રંગે રમે Bhajan Gazal Lyrics

Mre te gamde ekvar avjo મારે તે ગામડે એક વાર આવજો. Garba lyrics in gujarati

Image
મારે તે ગામડે એક વાર આવજો... હે આવો ત્યારે મને સંદેશો કહાવજો મારે તે ગામડે એક વાર આવજો મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો મારે તે ગામડે એક વાર આવજો મીઠાં માખણથી ભરી મટકી મારી આજ મનમોહન આવો તમે માખણ ખાવા કાજ મારે તે ગામડે એક વાર આવજો સૂનાં સૂનાં છે ગામ રાધાના શ્યામ વિના સૂનું સૂનું છે ગામ આજે ઘનશ્યામ વિના મારે તે ગામડે એક વાર આવજો અંતરનાં દ્વાર કહો ક્યારે ઉઘાડશો મીઠી મીઠી મોરલી ક્યારે વગાડશો હે જમનાને તીર રાસ ક્યારે રચાવશો મારે તે ગામડે એક વાર આવજો વાગ્યા મૃદંગ હો રે.. જાગ્યા ઉમંગ કંઈ આવ્યા પ્રસંગ રંગભીના હો મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો મારે તે ગામડે એક વાર આવજો Bhajan Gazal Lyrics

Ma tu pava ma pragtani bhavani ma kalika re lol મા, તું પાવામાં પ્રગટાણી,ભવાની મા કાળી કાલિકા રે લોલ.Garba lyrics in gujarati

Image
મા, તું પાવામાં પ્રગટાણી, ભવાની મા કાલિકા રે લોલ. મા, તારે ડુંગરીયે ચડવું તે,  અતિ ઘણું  દોહ્યલું રે લોલ. મા, તારો મંડપની શોભાય કે,  મુખથી શી કહું રે લોલ. મા,ત્યાં તપ કરતા દીઠા કે,  વિશ્વા મિત્ર ઋષિ રે લોલ. મા, તારા ડાબા જમણા કુંડ કે,  ગંગા જમના સરસ્વતી રે લોલ. મા,તારાં કૂકડિયાં દશવીશ કે,  કોઈ રણમાં ચઢે રે લોલ. લીધાં ખડ્ગ ને ત્રિશૂલ કે,  અસુરને મારિયો રે લોલ. ફાટી ઉદર નીકળ્યા બહાર કે,  અસુરને હાથે હણ્યો રે લોલ. આવી નોરતાંની નવરાત્ર કે,  મા ગરબે રમે રે લોલ. માએ છૂટા મેલ્યા કેશ કે,  ફૂદડી બહુ ફરે રે લોલ. માજીએ સો સો સજ્યા શણગાર કે,  રમિયાં રંગમાં રે લોલ. ઓઢી અંબર કેરી જોડ કે,  ચરણા ચૂંદડી રે લોલ. માએ કરી કેસરને આડ કે,  વચમાં ટીલડી રે લોલ. સેંથે ભરિયો છે સિંદૂર કે,  વેણ કાળી નાગણી રે લોલ. માને દાંતે સોનાની રેખ કે,  ટીલીની શોભા ઘણી રે લોલ. પાયે ઝાંઝરનો ઝમકાર કે,  વાગે ઘૂઘરા રે લોલ. ચોસઠ બહેનો મળી છે ત્યાંય કે,  શણગાર શોભા ઘણી રે લોલ. આવું રૂડું ચૌટું ચાંપાનેર કે,  વચમાં ચોક છે રે લોલ. ગરબો ગાયે છે વલ્લ...

Adhya shakti tujne namu re bahuchara ganpat lagu pay આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય Garba lyrics in gujarati

Image
આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય દીન જાણીને દયા કરો બહુચરા મુખે માંગુ તે થાય આદ્યશક્તિ તુજને નમુ......... વાણી આપોને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય ચોસઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જવાય આદ્યશક્તિ તુજને નમુ.........… સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરા ધરાવ્યો બહુચર નામ સામસામા બે ઓરડા રે બહુચરા સોનુ ખડે સો નાર આદ્યશક્તિ તુજને નમુ........ શુંભ નિશુંભને હાથે હણ્યા બહુચરા બીજા અનેક અસુર રક્તબીજને તમે મારીયા રે બહુચરા રક્ત ચલાવ્યા પુર આદ્યશક્તિ તુજને નમુ........ જોવા તે મરઘા બોલાવીયા રે બહુચરા દેત્ય તણા પેટમાંય ખડી માથે ખોડા કર્યો રે બહુચરા સ્ત્રી માથે પુરુષ આદ્યશક્તિ તુજને નમુ........… હૈયુ નથી જોને હાલતુ યે બહુચરા કઠણ આવ્યો કાળ ધરમ ગયો ધરણી ધસી રે બહુચરા પુણ્ય ગયું પાતાળ કર જોડીને વિનવું રે બહુચરા વલ્લભ તારો દાસ ચરણ પખાળી તુજને નમુ રે બહુચરા કરજો પુરી આશ આદ્યશક્તિ તુજને નમુ......... Bhajan Gazal Lyrics

Dholida dhol dhimo dhimo vagad na ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ ના Garba lyrics in gujarati

Image
ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના,  આંખડી ઘેરાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,  રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, હો....ચમકતી ચાલ અને ઘૂઘરી ઘમકાર હો....નૂપુરના નાદ સાથે તાળીઓના તાલ ગરબે ઘૂમતા માને કોઈથી પહોંચાય ના,  કોઈથી પહોંચાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,  રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, હો....વાંકડિયા વાળ અને ટીલડી લલાટ હો....મોગરાની વેણીમાં શોભે ગુલાબ નીરખી નીરખીને મારું મનડું ધરાયના,  મનડું ધરાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,  રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, હો....સોળે શણગાર સજી, રૂપનો અંબાર બની હો....પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી આછી આછી ઓઢણીમાં રૂપ માનું માય ના,  તેજ માનું માય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ન...

Khel khel re bhavani ma Jay jay ambe ma ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા Garba lyrics in gujarati

Image
ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા મારી અંબા માને કાજે રે જય જય અંબે મ બાળી બહુચરના કાજે રે જય જય અંબે મા મારી બુટ માને કાજે રે જય જય અંબે મા કાળી કાળકા માને કાજે રે જય જય અંબે મા માનાં નોરતા આવ્યા રે જય જય અંબે મા સહુ ગોરીના મનને ભાવ્યા રે જય જય અંબે મા ઘેર ઘેર ગરબા ગાયે રે જય જય અંબે મા ચાચર ચાંદનીઓ બંધાયે રે જય જય અંબે મા તેમાં શોભા ઘણી થાયે રે જય જય અંબે મા માને સેવક ચાચર લાવે રે જય જય અંબે મા માજી ચાચર રમવા આવે રે જય જય અંબે મા માજી શણગાર સજી આવે રે જય જય અંબે મા માજી રૂમઝુમતા આવે રે જય જય અંબે મા માજી ગરબો લઈને આવે રે જય જય અંબે મા ભક્તો દર્શન કાજે આવે રે જય જય અંબે મા માના ગરબા જે કોઈ ગાવે રે જય જય અંબે મા માજી તેને પ્રસન્ન થાયે રે જય જય અંબે મા તેના પાપો પ્રલય થાયે રે જય જય અંબે મા તેને સુખ સંપત્તિ આપે રે જય જય અંબે મા તેનાં વંશમાં વૃદ્ધિ રાખે રે જય જય અંબે મા માજી સહાય તેને કોણ ચાખે રે જય જય અંબે મા તેના વિઘ્ન માજી કાપે રે જય જય અંબે મા તેને સુખ શાંતિ મા આપે રે જય જય અંબે મા તેને વૈકુંઠ વાસ આપે રે જય જય અંબે મા Bhajan Gazal Lyrics

Mahel pitambar ambar maru મેહેલ પીતાંબર, અંબર માહરૂં Garba lyrics in gujarati

Image
મેહેલ પીતાંબર, અંબર માહરૂં,  સુરજ ઉગ્યો સુઈ ક્યમ રહીએ; અમ ઘર સાસુ નણંદ જૂઠી વસે,  કંથ પૂછે ત્યારે શુરે કહીએ. સાવજ શબ્દ કરે અતિ સુંદર,  દીપક તેજ તો ક્ષીણ થાએ; કંઠથી કુસુમનો હાર કરમાઈયો,  બાહેર રાગ પંચમ ગાયે. તું તારે મંદિરે, પ્રેમશું પોઢીઓ,  માહરે મંદિર દૂર જાવું; લોકની લાજ, લોપીરે લક્ષ્મીવર,  હું રે વળતી હવે નહીં રે આવું. ધેન દોહોવી ઘેરરે, વાછરૂ વલવલે,  મહીરે વલોવવું આજ માહારે; કંઠથી બાહર કાઢિ કમલાપતિ,  કાલ આવે હવે કોણ તારે. સુરત સંગ્રામની, શાંતિજ હુઈ,  રહીરે ઉજાગરી, શીશ નામી; નરસિંહાચો સ્વામી સુખસાગર પોઢિયો,  વિરહની વેદના ત્યારે વામી. Bhajan Gazal Lyrics

Dholida dholida dhabke mazam rat ઢોલીડા...ઢોલીડા...ધબકે માઝમ રાત Garba lyrics in gujarati

Image
ઢોલીડા...ઢોલીડા...ધબકે માઝમ રાત(૨) શોભે નવલા નોરતાની રાત(૨) ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે...ઘૂમે ગરબો ગુજરાત આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨) કે ઢોલીડા ધબકે... માઝમ રાત (૨) એકતાલી, બે તાલી, દેજો રે સાત તાલી(૨) કે ગરબે...ઘૂમે આરાસુરી માત(૨) શોભે નવલા નોરતાની રાત ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે...ઘૂમે ગરબો ગુજરાત આજ મંગલ છે રાત, જામ્યા તાલીઓના તાલ(૨) કે ઢોલીડા ધબકે... માઝમ રાત (૨) એક તાલી, બે તાલી દેજો રે સાત તાલી(૨) કે ગરબે..કે ગરબે ઘૂમે પાવાવાળી માત(૨) શોભે નવલા નોરતાની રાત ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે...ઘૂમે ગરબો ગુજરાત આજ મંગલ છે રાત,જામ્યા તાલીઓના તાલ(૨) કે ઢોલીડા ધબકે... માઝમ રાત (૨) શ્રધ્ધાના દીવડાને...તાલીઓના તાલ(૨) ધબકેછે ઢોલને ભક્તિની હેલ ગાઈએ ગુણલાને રમીએ રાસ,રમીએ રાસ કે ગરબે..કે ગરબે ઘૂમે બહુચરમાત કે ગરબે..કે ગરબે ઘૂમે ઉમીયામાત કે ગરબે ઘૂમે આશાપુરીમાત ઝમકે ઝાંઝરનો ઝમકાર,શોભે નવલાં નોરતાની રાત ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે...ઘૂમે ગરબો ગુજરાત આજ મંગલ છે રાત, જામ્યા તાલીઓના તાલ(૨) કે ઢોલીડા ધબકે... માઝમ રાત (૨) Bhajan Gazal Lyrics

Valam ni vansali vagi વાલમની વાંસળી વાગી, મારા વાલમની વાંસળી વાગી Garba lyrics in gujarati

Image
વાલમની વાંસળી વાગી, મારા વાલમની વાંસળી વાગી.. જમુનાજી જળ ભરવા ગઈ’તી, ત્યાં તો વાલમની વાંસળી વાગી.. મારગડો મેલ્ય અલી જાઉં વનવાટે, કાનો જુવે છે મારી વાટ... હો.. નજરું ચુરાવી સૈયરની હું તો, આવી છું તારી હું પાસ... હો.. જમુનાજી જળ ભરવા હૈયામાં જાગેલા મોહનનાં મોહને, કેમે કરી ના સચવાય... હો... દેરાં મેલી ઘેલી દોડી વનવાટે, બાંવરી બની હું તારે કાજ... હો... જમુનાજી જળ ભરવા Bhajan Gazal Lyrics

Ma pava te ghadh thi utarya mahakali re મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે Garba lyrics in gujarati

Image
મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે મા ચાંપા તે નેરના ચાર ચૌટા, મા કાળી રે સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે મારી મા અંબેમાને કાજ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે મા માળી તે આવે મલપતો, મા કાળી રે એ લાવે ગજરાની જોડ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે મા કુંભારી આવે મલપતો, મા કાળી રે એ લાવે ગરબાની જોડ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે મા સુથારી આવે મલપતો, મા કાળી રે એ લાવે બાજઠની જોડ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે મા ગાય શીખે ને જે સાંભળે, મા કાળી રે તેની અંબા પૂરજો આશ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રે Bhajan Gazal Lyrics

Khamma mara nandji na lal morli kyare vagadi ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી Lyrics in gujarati

Image
ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યાં રે વગાડી. હું તો સુતીતી મારા શયન ભવનમાં સાંભળ્યો મેં મોરલીનો સાદ મોરલી ક્યાં રે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ...... ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી ભૂલી ગઇ હું તો ભાન સાન મોરલી ક્યાં રે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ...... પાણીડાંની મશે જીવણ જોવાને હાલી દીઠા મેં નંદજીના લાલ મોરલી ક્યાં રે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ...... દોણું લઇને ગૌ દોહવાને બેઠી નેતરાં લીધા મે હાથ મોરલી ક્યાં રે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ....... વાછરું વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં તાણીને બાંધ્યાં છે હાથ મોરલી ક્યાં રે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ........ Bhajan Gazal Lyrics

Ame mahiyara re goukal gam na અમે મહિયારા રે ગોકુળ ગામનાં lyrics in gujarati

Image
અમે મહિયારા રે... ગોકુળ ગામનાં મારે મહિ વેચવાને જાવા મહિયારા રે...  ગોકુળ ગામનાં મથુરાની વાટ મહિ વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી હે… મારે દાણ દેવા, નઇ લેવા, મહિયારા રે...  ગોકુળ ગામનાં યમુનાને તીર વ્હાલો વાંસળી વગાડતો ભુલાવી ભાન સાન ઉંઘથી જગાડતો હે મારે જાગી જોવું ને જાવું મહિયારા રે...  ગોકુળ ગામનાં માવડી જશોદાજી કાનજીને વાળો દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો હે… મારે દુ:ખ સહેવા, નઇ કહેવા, મહિયારા રે... ગોકુળ ગામનાં નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી નિર્મળ હૈયાની વાત કહેવા, મહિયારા રે...  ગોકુળ ગામનાં Bhajan Gazal Lyrics