Ma tu pava ma pragtani bhavani ma kalika re lol મા, તું પાવામાં પ્રગટાણી,ભવાની મા કાળી કાલિકા રે લોલ.Garba lyrics in gujarati

મા, તું પાવામાં પ્રગટાણી,
ભવાની મા કાલિકા રે લોલ.
મા, તારે ડુંગરીયે ચડવું તે, 
અતિ ઘણું  દોહ્યલું રે લોલ.

મા, તારો મંડપની શોભાય કે, 
મુખથી શી કહું રે લોલ.
મા,ત્યાં તપ કરતા દીઠા કે, 
વિશ્વા મિત્ર ઋષિ રે લોલ.

મા, તારા ડાબા જમણા કુંડ કે, 
ગંગા જમના સરસ્વતી રે લોલ.
મા,તારાં કૂકડિયાં દશવીશ કે,
 કોઈ રણમાં ચઢે રે લોલ.

લીધાં ખડ્ગ ને ત્રિશૂલ કે,
 અસુરને મારિયો રે લોલ.
ફાટી ઉદર નીકળ્યા બહાર કે, 
અસુરને હાથે હણ્યો રે લોલ.

આવી નોરતાંની નવરાત્ર કે, 
મા ગરબે રમે રે લોલ.
માએ છૂટા મેલ્યા કેશ કે,
 ફૂદડી બહુ ફરે રે લોલ.

માજીએ સો સો સજ્યા શણગાર કે, 
રમિયાં રંગમાં રે લોલ.
ઓઢી અંબર કેરી જોડ કે, 
ચરણા ચૂંદડી રે લોલ.

માએ કરી કેસરને આડ કે,
 વચમાં ટીલડી રે લોલ.
સેંથે ભરિયો છે સિંદૂર કે, 
વેણ કાળી નાગણી રે લોલ.

માને દાંતે સોનાની રેખ કે, 
ટીલીની શોભા ઘણી રે લોલ.
પાયે ઝાંઝરનો ઝમકાર કે, 
વાગે ઘૂઘરા રે લોલ.

ચોસઠ બહેનો મળી છે ત્યાંય કે, 
શણગાર શોભા ઘણી રે લોલ.
આવું રૂડું ચૌટું ચાંપાનેર કે,
 વચમાં ચોક છે રે લોલ.

ગરબો ગાયે છે વલ્લભ કે, 
સેવક માનો રહી રે લોલ.
માજી આપજો અવિચળ વાણી કે, 
બુદ્ધિ છે નહીં રે લોલ.
Ma tu pava ma pragtani bhavani ma kalika re lol મા, તું પાવામાં પ્રગટાણી,ભવાની મા કાળી કાલિકા રે લોલ.Garba lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati