Posts

Showing posts from May, 2022

Nagar me jogi Aya .... नगर में जोगी आया...Bhajan lyrics In hindi

Image
नगर मे जागी आया जसोदा के घर आया भेद कोइ समज ना पाया आके अलख जगाया ओ.. सबसे बडा़ है तेरा नाम भोलेनाथ भोलेनाथ......  अंग विभुत गले रुंद्र माला शेष नाग लीपटायो बांको तीलक भाल चंद्रमां घरघर अलख जगाया हो...             नगर मे जोगी आया.............. ले भीक्षा नीकली नंद रानी कंचन थाल धरायो लो भीक्षा जागी जाओ जंगल मे मेरा बालक डरायो हो...               नगर मे जोगी आया.............. ना चाहीये तेरी दौलत दुनीया और ना कंचन माया अपने लाल का दरश करादे मे कैलाश से आया हो....               नगर मे जोगी आया.............. पंचबेर परीक्रमां कर के शींगी नाद बजायो सुरदास बलिहारी कनैया जुग जुग जीये तेरा जायो                नगर मे जोगी आया.............. Bhajan Gazal Lyrics

Svayamvar sadguruji na deshma re...સ્વયંવર સદગુરુજીના દેશમાં રે Bhajan lyrics in gujarati

Image
સ્વયંવર સતગુરૂનાં દેશમાં  પરણે શબ્દને સુરતા નાર, મરજીવા હશે તે વીવા માણશે  જેને મળ્યો હોય લક્ષ લગાર                     સ્વયંવર........... સુરતીનું સગપણ સતગુરૂજીએ કર્યુ રે, ઉંચું કૂળ અવિનાશ, સાકર વેંચાણી સાચા ભાવની, જેને પીયુ રે મળ્યાની હોય પ્યાસ                       સ્વયંવર........... લગનીનાં લગન બંધાવીને રે,  મોક્લ્યાં પંડીતપુરણાનંદ, સત ના રસ્તે થઇને ચાલીયા,  એકાએકી અસંગ;                        સ્વયંવર........... માંડવો નખાવ્યો ગુરૂએ મરમનો,  થીરતાના રોપ્યા થંભ, માયરૂં કરાવ્યું મન સંતોષનું,  અવીચળ ચૂડો પેર્યોઅભંગ;                         સ્વયંવર........... ગુણ અવગુણના ગીત ગાયા રે,  મળીયા મનુષ્ય અપાર, ખારેકું હતી ખોટા કરમની,  લઇ ગયા નીંદક નરને નાર;                      ...

Koi koi nu nathi re ...કોઈ કોઈનુ નથી રે Bhajan lyrics in gujarati

Image
 કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, નાહક મરીએ છે બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે...... મનથી માનું કે આ બધા છે મારા, જાણી લે જીવલડા ના તારા કે મારા, સ્વાર્થ વિના પ્રિતી કોઈ કરતુ નથી રે, કોઈ કોઈનું નથી રે...... આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળી ને આ મારી માત છે, હે, મૂવાની સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી રે...... જગતમાં જનેતાએ જનમ તને દીધો પાળી પોષીને મોટો તને કીધો, પછી પરણીને માં સામે જોતો નથી રે. કોઈ કોઈનું નથી રે...... કંઈક ગયાને કંઈક જવાના, નથી કાયમ કોઈ અહીં રે રહેવાના, ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે......

Vah vah re fakiri mere santan ki...વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી....Bhajan lyrics in gujarati

Image
વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી           સંતન કી હરિ ભક્તન કી વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી નામ અનામ મેં નિશદિન રહું       તોડું હું તો ત્રીવીધ તાપન કી વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી લોભ મોહ અને કામ ને મારી      એ ગરદન પકડું મેં ક્રોધન કી વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી પાંચ પચીસ કો કેદ કરીને       દુવાઈ ફિરાંઉ મેં આ મન કી વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી અધર તખત પર ગુરુજીના આસન રાખી પછી લગાવું સમાધિ ગુરુદેવન કી વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી           સંતન કી હરિ ભક્તન કી વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી Bhajan Gazal Lyrics

Hari gun gana guru rup ka kar dhyana...હરિ ગુણ ગાના ગુરુ રૂપ કા કર ધ્યાનમાં...Bhajan lyrics in gujarati

Image
હરિ ગુણ ગાના ગુરુ રૂપ કા કર ધ્યાન હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના ગુરુ કા ધ્યાન ધરો, બુરે કામો સે ડરો પ્રભુ ભજન કરો સાચા ધન કમાના રે હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના ગુરુ ગોવિંદ એક દુધ્ધા તો દૂર છે ‌જ્ઞાન ચક્ષુ સે દેખ દોનોં કા ઠીકાના રે હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના નામ સે બનત કામ ધ્યાનસે મિલત રામ બસત વોતો ઠામ ઠામ ચરણોમે ચિત લાના રે હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના પ્રભુ કી માયા જાનો માતા જૈસી માયા માનો મતા મતી નહી તાણો પ્રેમસે મનાના રે હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના પ્રભુ કી માયા જાલ ફસે ઉનકે બુરે હાલ શીર પે ભમત કાલ ફંદેમે ના આના રે હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના માયા તો હદ માંહી હદ બેહદ સાંઈ રંગ રૂપ ગુણ નાહી ઐસા હૈ ઠીકાના રે હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના Bhajan Gazal Lyrics

Atlo sandesho mara guruji ne kejo.....આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો Bhajan lyrics in gujarati

Image
આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો સેવકના રુદિયામાં રે'જો              સંદેશો મારા ગુરુજીને કે'જો   આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો...... સેવાને સમરણ અમે કોના રે કરીએ..(૨) તેનો આદેશ અમને દેજો,  સંદેશો મારા ગુરુજીને કે'જો   આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો...... કાયાનું દેવળ અમને લાગે બહુ કાચુ..(૨) તેની ભાળવણી અમને દેજો, સંદેશો મારા ગુરુજીને કે'જો   આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો...... કાયા પડશેને હંસો ક્યાં જ‌ઈ સમાવેશ..(૨) એ ઘર બતલાવી અમને દેજો, સંદેશો મારા ગુરુજીને કે'જો   આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો...... તમે છો અમારાને અમે તો તમારા..(૨) જન્મો જનમ ની ભક્તિ દેજો, સંદેશો મારા ગુરુજીને કે'જો   આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો...... બે‌ઉ કર જોડી દાસ અંબારામ બોલ્યા..(૨) મુક્તિનો મારગ અમને દેજો, સંદેશો મારા ગુરુજીને કે'જો   આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો...... આટલો સંદેશો મારા ગુરુજીને કે'જો સેવકના રુદિયામાં રે'જો              સંદેશો મારા ગુરુજીને કે'જો   આટલો સંદેશો મારા ગુરુજીને ...

Praniya bhajile ne kirtar ato sapnu chhe sansar.....પ્રાણિયા ભજીલેને કિરતાર આતો સપનું છે સંસાર Bhajan lyrics in gujarati

Image
પ્રાણિયા ભજી લે ને કિરતાર,  આ તો સ્વપ્ન છે સંસાર(૨) ધન દોલત ને માલ-ખજાના,  પુત્ર અને પરિવાર, હે પ્રાણિયા પુત્ર અને પરિવાર, તે તો તજીને તું જઇશ એકલો,  ખાઇશ જમનો માર  પ્રાણિયા ભજી લે ને કિરતાર........... ઊંચી મેડી ને અજબ ઝરૂખા,  ગોખ તણો નહીં પાર, પ્રાણિયા ગોખ તણો નહીં પાર કોટિધ્વજ ને લક્ષપતિ એનાં  બાંધ્યાં રહ્યાં ઘરબાર  પ્રાણિયા ભજી લે ને કિરતાર............ ઉપર ફરેરાં ફરફરે ને ,  હેઠે શ્રીફળ ચાર પ્રાણિયા હેઠે શ્રીફળ ચાર ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો,  પછે વાંસે પડે પોકાર પ્રાણિયા ભજી લે ને કિરતાર............. સેજ-તળાયું વિના સૂતો નહિ,  ને કરતો હુન્નર હજાર પ્રાણિયા  કરતો હુન્નર હજાર ખોરી ખોરીને ખૂબ જલાયો જેમ લોઢું ગાળે લુહાર પ્રાણિયા ભજી લે ને કિરતાર.............. સ્મશાન જઇને ચિતા ખડકી,  ને માથે છે કાષ્ઠનો ભાર પ્રાણિયા માથે છે કાષ્ઠનો ભાર અગ્નિ મેલીને ઊભા રહ્યાં,  અને નિશ્ચય ઝરે અંગાર પ્રાણિયા ભજી લે ને કિરતાર............... સ્નાન કરીને ચાલી નીકળ્યાં,  વળી નર ને નાર પ્રાણિયા વળી નર ને નાર ભોજો ભગત કે દશ દી રોઇને,  પડતો ...

Atma ne olkhya Vina re bhav na fera nahi to mate re ji...આત્માને ઓળખ્યા વિના રે......Bhajan lyrics in gujarati

Image
આત્માને ઓળખ્યા વિના રે,  ભવના ફેરા નહિ તો મટે.. હોજી ભ્રમણાને ભાંગ્યા વિના રે,  લખચોરાંશી નહીં તો મટે... હોજી                   આત્માને ઓળખ્યા ........... આ કોયલને કાગ રે,  એ તો રંગે રૂપે એક છે...હોજી એ તો એની બોલી થકી ઓળખાય રે...                    આત્માને ઓળખ્યા ........... આ હંસલો ને બગલો રે,  રંગે રૂપે એક  છે...હોજી એ તો એના આહાર થકી ઓળખાય રે...                     આત્માને ઓળખ્યા ........... સતી નારીને ગુણિકા રે,  રંગે રૂપે એક છે... હોજી સતી નારી એની સેવા થકી ઓળખાય રે...                      આત્માને ઓળખ્યા ........... આ ગુરુને પ્રતાપે રે,  મીંરાબાઈ બોલ્યા...હોજી હે જી મારા સંતોનો અમરાપુરમાં વાસ રે...                       આત્માને ઓળખ્યા ........... આત્માને ઓળખ્યા વિના રે,  ભવના ફેરા નહિ તો મટે...

Premi jogida joli layle jogan hun bani javu mare same kinare javu...પ્રેમી જોગીડા જોળી લ‌ઈલે....Bhajan lyrics in gujarati

Image
પ્રેમી જોગીડા જોળી લઈ લે જોગણ હું બની જાઉં  મારે સામે કિનારે જાવું જોગી મારે સામે કિનારે જાવું રામ બને તો હું શબરી થઈ ને એઠાં બોર ધરાવું  મારે સામે કિનારે જાવું  જોગી મારે સામે કિનારે જાવું તનનો હું તબુર બનાવું નેહ નખલીએ ધૂન ગજાવું રોમ રોમ રણકાર ઊઠે ત્યાં અલખ નિરંજન ગાવું  મારે સામે કિનારે જાવું જોગી મારે સામે કિનારે જાવું જન્મારો મેં એળે ખોયો આ દુનિયા માં સાર ના જોયો કૃષ્ણ ભરોસે ઝેર પીનારી મીરા હું બની જાઉં મારે સામે કિનારે જાવું જોગી મારે સામે કિનારે જાવું પ્રેમી જોગીડા જોળી લઈ લે જોગણ હું બની જાઉં  મારે સામે કિનારે જાવું જોગી મારે સામે કિનારે જાવું Bhajan Gazal lyrics

Kar gujaran garibi me....કર ગુજરાન ગરીબી મેં...Bhajan lyrics in gujarati

Image
કર ગુજરાન ગરીબી મેં    મગરૂરી કિસ પર કરતા હૈ નાશવંત વસ્તુ હૈ જગ મેં ફિર        મમતા ક્યોં તું કરતા હૈ કર ગુજરાન ગરીબી મેં........ માટી ચુન કર મહલ બનાયા         મુરખ કહે ઘર મેરા હૈ ના ઘર તેરા ના ઘર મેરા         ચીડીયા રેન બસેરા હૈ કર ગુજરાન ગરીબી મેં........ ઇસ દુનિયા મેં કોઈ નહિ અપના   ક્યા અપના અપના કરતા હૈ કાચી માટી કા ઘાટ ઘડુલા             ઘડી પલક મેં ઢલતા હૈ કર ગુજરાન ગરીબી મેં........ ઇસ દુનિયા મેં નાટક , ત્રેટક               દેખ ભટકતા ફિરતા હૈ કહત કબીર સુન મુરખ            હરીકો ક્યોં ન સુમરતા હૈ કર ગુજરાન ગરીબી મેં......... કર ગુજરાન ગરીબી મેં    મગરૂરી કિસ પર કરતા હૈ નાશવંત વસ્તુ હૈ જગ મેં ફિર        મમતા ક્યોં તું કરતા હૈ કર ગુજરાન ગરીબી મેં........ Bhajan Gazal Lyrics

Sona ne lage kyathi kat sansari manva...સોનાને લાગે ક્યાંથી કાટ...Bhajan lyrics in gujarati

Image
સોનાને લાગે ક્યાંથી કાટ  સંસારી મનવા સોનાને            લાગે ક્યાંથી કાટ સોનાને લાગે ક્યાંથી કાટ  સંસારી મનવા સોનાને           લાગે ક્યાંથી કાટ લોઢું આ કટાઈ જાય  તાંબુ આ લીલુડું થાય લોઢું આ કટાઈ જાય  તાંબુ આ લીલુડું થાય ઝેરીલા વાયરામાં જાતે ખવાઈ જાય સોનાને કોઈ ના ઊચાટ સંસારી મનવા                     સોનાને લાગે ક્યાંથી કાટ........ દુનિયાના દરિયાની આ  ખારી હવામાં રાખું દુનિયાના દરિયાની આ  ખારી હવામાં રાખું અંગે પાઉં અથવા કાદવ કીચડમાં નાખું સોનું ન થાય સીસમપાટ સંસારી મનવા                      સોનાને લાગે ક્યાંથી કાટ........ સોનુ ના સડતું કોઈ દિ  હલકી ધાતુને પગલે સોનુ ના સડતું કોઈ દિ  હલકી ધાતુને પગલે સોનાનું સત ના બદલે  સોનાની પત ના બદલે બદલે ભલેને એનો ઘાટ સંસારી મનવા                     સોનાને લાગે ક્યાંથી કાટ......... Bhajan Gazal Lyrics...

Vidhi na lakhiya lekh lalate sacha thay....વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય..Bhajan lyrics iin gujarati

Image
વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય         શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા માત-પિતાની કરતો,        તીરથે તીરથે ડગલા ભરતો ચાલ્યો જાય જાય જાય.        વિધિના લખિયા લેખ........... શ્રવણ ચાલ્યો ઘડુલો ભરવા,      સેવા માત-પિતાની કરવા, ઘડુલો ભરતા મૃગલા જેવા          શબ્દો થાય થાય થાય.          વિધિના લખિયા...........  દશરથ મૃગલો રમવાને આવે શબ્દ સુણીને બાણ ચલાવે, એ બાણે શ્રવણનો જીવ છોડી ચાલ્યો જાય જાય જાય           વિધિના લખિયા...........  અંધ માત-પિતા ટળવળતા, દીધો શ્રાપ જ મરતા-મરતા. દશરથ પુત્ર વિયોગે મરતા કરતા હાય હાય હાય.           વિધિના લખિયા...........  જ્યારે રામજી વન સંચરીયા દશરથ પુત્ર વિયોગે મર્યા. અમૃત કહે દુ:ખના દરિયા ઉભરાય જાય જાય જાય            વિધિના લખિયા...........  Bhajan Gazal Lyrics

Jivan na Sur chale chhe ek tar Dil ma....જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં....Bhajan lyrics in gujarati

Image
જીવનનાં સુર ચાલે છે      એક તાર દિલમાં , ભક્તિ કરી રીઝાવું      મારો છે પ્યાર દિલમાં.                 જીવનનાં સુર....... મિથ્યા જગતને જાણું       સત્ય બ્રહ્મ એક માનું , જોયું એ સાર જગમાં      સાચો છે સારા દિલમાં.                  જીવનનાં સુર....... છે પ્રાણથી એ પ્યારો       હું એનો એ છે મારો , માને ન માને કોઈ       મારો છે યાર દિલમાં                  જીવનનાં સુર........ નામી છતા અનામી છે          વિશ્વ વ્યાપી વાલો , અજ્ઞાની ઓ શું જાણે          રાખે વિકાર દિલમાં                  જીવનનાં સુર........ અજ્ઞાન ઊંધ ત્યાગી       જાગી ને જો જણાશે  ખેલે અનેરા ખેલો          એ યાદગાર દિલમાં.               ...

Ham panchhi pardeshi musafir....હમ પંછી પરદેશી મુસાફિર....Bhajan lyrics in gujarati

Image
હમ પંછી પરદેશી મુસાફીર આયે હે સહેલાની રેવું તમારી આ નગરી મા જબ લગ હે દાના પાની                               હમ પંછી પરદેશી મુસાફીર... ખેલકર ખેલકરી લે એ ખેલ ચોગાની આ અવસર ફેર નહી આવે ફેર મીલન કો નાહીં                               હમ પંછી પરદેશી મુસાફીર... ચેતન હોકર ચેતજો ભાઇ નહીંતર હે હેરાની દેખો દુનિયા યં ચલી જાવે જૈસે નદીયાં કા પાની                              હમ પંછી પરદેશી મુસાફીર... હમ પંછી પરદેશી મુસાફીર આયે હે સહેલાની રેવું તમારી આ નગરી મા જબ લગ હે દાના પાની                               હમ પંછી પરદેશી મુસાફીર... પરદેશી ની પ્રીતડી માહે ડુબ ગઈ જિંદગાની કહા સુના માફ કરના રખના મહેરબાની                             ...

Bhitar no bheru Maro atmo khovano....ભીતરનો ભેરુ મારો આત્મો ખોવાનો..Bhajan lyrics in gujarati

Image
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,     મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,      વાટે જનારા કોઈને જળ્યો હોય તો કે'જો                                ભીતરનો ભેરુ......... એના રે વિના મારી કાયા છે પાંગળી,     આંખ છતાંય મારી આંખો છે આંધળી,      મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે સરવરમાં તરતો કોઈએ ભાળ્યો હોય તો કે'જો...                                 ભીતરનો ભેરુ......... તનડું રુધાયું મારું, મનડું રુંધાણું,      તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,       કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે, આખો સળગતો કોઈએ દીઠયો હોય તો કે'જો                                  ભીતરનો ભેરુ......... જનમો જન્મનો સાથી વસમી આ વાટમાં ને        કંઈ પેરી ગોતું એને ગોજારી આ રાતમાં     ...

Jata ma gangaji atavani...જટામાં ગંગાજી અટવાણી Bhajan lyrics in gujarati

Image
અંગે અભિમાનને આકાશેથી ઉતરી પડતા ધોધમાર પાણી  જટામાં ગંગાજી અટવાણી... અવર નથી સમ એના દિલમાં જોગીડે મુજને જાણી, એ જાણી રે જોગીડે મુજને જાણી, ત્રિપુરારી નો ગર્વ ઉતારી પાતાળે લ‌ઈ જાવ તાણી જટામાં ગંગાજી અટવાણી... અગમ‌ અગોચર જટા વધારી  જુગેથી શકે નય કોઈ જાણી ભગીરથ કારણે ઝીલ્યા શંભુએ પડતા ગંગાના પાણી જટામાં ગંગાજી અટવાણી... વેગ દિલના વિરામના પામ્યા  ઘણા દિવસ અકળાણી દરિયે જવાનોયે મારગ જડ્યો નય મનમાં ખૂબ મુંઝાણી જટામાં ગંગાજી અટવાણી... સુણી વિનંતી ભગીરથ કેરી   પાડ્યું બિંદુ એક પાણી એમાંથી ત્રણ ધારા પ્રગટી ત્રિવેણી નામે ઓળખાતી જટામાં ગંગાજી અટવાણી... સૂર સરીએ શિવજીને વિનવ્યા ગાય વિમલ વેદ વાણી સામત શંકરે જટામાં રાખ્યા કર્યા મુગટની રાણી જટામાં ગંગાજી અટવાણી... Bhajan Gazal Lyrics

Ame nisarni bani ne duniya ma ubha re....અમે નિસરણી બનીને દુનિયામા ઉભા રે Bhajan lyrics in gujarati

Image
અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ ના મળ્યા હો....જી અમે દાદરો બનીને ખીલા ખાધા રે તપસ્યાના ફળ નો મળ્યા હો...જી માથડા કપાવી અમે ઘંટીએ દળાણા રે   ચૂલે ચડ્યાને પછી પીરસાણા રે જમનારા કોઈ ના મળ્યા હો....જી નામ રે બદલાવ્યા અમે પથિકોને કાજે રે કેડો બનીને જુગ જુગ સૂતા રે ચાલનારા કોઈ ના મળ્યા હો....જી કુહાડે કપાણા અમે આગ્યુમા ઓરાણા રે કાયા સળગાવી ખાક કીધી રે ચોળનારા  કોઈ ના મળ્યા હો....જી પગે બાંધ્યા ઘૂઘરા ને માથે ઓઢી ઓઢણી રે ઘાઘરી પહેરીને પડમાં ઘૂમ્યા રે જોનારા કોઈ ના મળ્યા હો....જી સ્વયંવર કીધો આવ્યા પુરુષો રૂપાળાં રે કરમાં લીધી છે વરમાળા રે  મૂછાળા કોઈ ના મળ્યા હો...જી "કાગ" બ્રહ્મલોક છોડ્યો પતિતોને કાજે રે હેમાળેથી દેયું પડતી મેલી રે ઝીલનારા કોઈ ના મળ્યા હો...જી Bhajan Gazal Lyrics

Mayi meto ban gaya fakir ji..मांई मेंतो बन गया फकीरजी

Image
     मांई मेंतो बन गया फकीरजी(२)       मैं ने ढूंढा अपना शरीर         वामे अलख‌ अमीर      मांई मेंतो बन गया फकीरजी(२)           जनमो जनम का मेल चडिया          धोबी मीलीया  पीर जी          धरम घाट पे दे पछाड़ा            नहाया  निर्मल नीर        मांई मेंतो बन गया फकीरजी(२)         अल्लाहु का जाप जपीया           तब तो आई धीर जी           नुरता सुरता एक किडनी            हुवा मनवा स्थिर       मांई मेंतो बन गया फकीरजी(२)      बिना बादल एक बिजली चमके            झरमर बरसे नीर जी           अनहद नोबत निशदिन बाजे             ‌‍ज्ञान घट है गंभीर        मांई में...