Premi jogida joli layle jogan hun bani javu mare same kinare javu...પ્રેમી જોગીડા જોળી લઈલે....Bhajan lyrics in gujarati
પ્રેમી જોગીડા જોળી લઈ લે
જોગણ હું બની જાઉં
મારે સામે કિનારે જાવું
જોગી મારે સામે કિનારે જાવું
રામ બને તો હું શબરી થઈ ને
એઠાં બોર ધરાવું
મારે સામે કિનારે જાવું
જોગી મારે સામે કિનારે જાવું
તનનો હું તબુર બનાવું
નેહ નખલીએ ધૂન ગજાવું
રોમ રોમ રણકાર ઊઠે ત્યાં
અલખ નિરંજન ગાવું
મારે સામે કિનારે જાવું
જોગી મારે સામે કિનારે જાવું
જન્મારો મેં એળે ખોયો
આ દુનિયા માં સાર ના જોયો
કૃષ્ણ ભરોસે ઝેર પીનારી
મીરા હું બની જાઉં
મારે સામે કિનારે જાવું
જોગી મારે સામે કિનારે જાવું
પ્રેમી જોગીડા જોળી લઈ લે
જોગણ હું બની જાઉં
મારે સામે કિનારે જાવું
જોગી મારે સામે કિનારે જાવું

Comments
Post a Comment