Posts

Showing posts with the label Bhajan lyrics in gujarati

હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય heji Mane zino zino nad sambhlay Bhajan lyrics in gujarati

Image
હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરૂજી મારા આવે છે..... હે જી એના સવારીના સુર સંભળાય હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરૂજી મારા આવે છે..... નયન થી નીરખતા ત્યાં તો વાલો લાગે દૂર ઓહમ સોહમ ના કીજીયે એનું ગોતી લેજો નૂર હે જી ઝીણી ઝીણી ઝાલર સંભળાય ગુરૂજી મારા આવે છે..... પ્રથમ ગુરુજીને વિનવું વંદન કરું વારંવાર મોહ બંધન થી મુક્ત કરી ઉતારો ભવ જળ પાર હવે અનહદ નાદ સંભળાય ગુરૂજી મારા આવે છે..... સેવા સદગુરુ દેવ ની તન મનથી કરે કોઈ દાસી જબુ કર જોડી વિનવે આ અનુભવ ચક્ષુ કોઈ સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય ગુરૂજી મારા આવે છે..... હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરૂજી મારા આવે છે... હે જી એના સવારીના સુર સંભળાય હે જી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરૂજી મારા આવે છે..... Bhajan Gazal Lyrics

તમે વિશ્વાસી નરને કાં વેડો માણારાજ રે Tame vishwasi nare ne ka velo mana raja re Bhajan lyrics in gujarati

Image
તમે વિશ્વાસી નરને કાં વેડો માણારાજ રે નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી  ધણી તારા નામનો રે પાઠ રે મંડાણો રેજી ઝળહળ જ્યોતું દર્શાણી મારા માણારાજ રે નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી હંસલો ને બગલો બેય એકજ રંગના હો જી ઓલા બગલા ખૂંદે કાદવ ગારો માણારાજ રે નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી સાચા ખોટા બોલી ને આવે મંદિરીયે રેજી ઓલા નુગરા બજારુ માં મળે માણારાજ રે નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી ગુરુ ને પ્રતાપે સતી તોરલ બોલ્યા રે જી મારા સાધુડા અમરાપુર માં માલે માણારાજ રે નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી Bhajan Gazal Lyrics 

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Image
ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી .. કરોને કૃપા હવે ..કલ્યાણકારી.. હો શિવજી હો કંઠે ધરી છે તે સર્પોની માળા .. બાજે ડમરૂ તવ તાંડવ નિરાળા.. હો શંખ ખપ્પર વ્યાઘંબર વાળા .. ત્રિશુલ તુંબી ,ત્રિલોચન વાળા .. શોહી રહી છે.. નંદીની સવારી.. ચંદ્રમૌલિ ચંદ્રશેખર................ ભગીરથ કોજે શિરે ગંગાધારી.. પર્વત દુહિતાની પૂજા સ્વીકારી.. હો જગ મંગલ કાજે અસુરો સંહારી.. ઝહેર પીધુ લીધા દેવો ઉગારી.. બીજ ચંદ્ર કલા ઉપર જાઉં મેં વારી... ચંદ્રમૌલિ ચંદ્રશેખર................ ભસ્મ સ્મશાનની ચોળનારા.. ગળામાં મુંડ માલ ધારણ કરનારા.. હો શીખર કૈલાસે શિવ વસનારા.. ભીમશંકર રાજી રહેનારા.. ”ગહન” ને શિવ ભક્તિ લાગેછે પ્યારી.. ચંદ્રમૌલિ ચંદ્રશેખર................ Bhajan Gazal Lyrics 

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Image
સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા, સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા, જૈસે  મંદિર દીપક બિન સુના, અબ નહિ વસ્તુ કા બેરા ગુરુ બિન ઘોર અંધેરા સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા... જબ તબ કન્યા રેવે કુંવારી, નહિ પતિકા બેરા; આઠો પહોર એ આલાસ મે ખેલે, અબ ખેલે ખેલ ઘણેરા ગુરુ બિન ઘોર અંધેરા સાધ રે ગરુ બિન ઘોર અંધેરા... અરે મૃગકી નાભિ મે બસે કસ્તુરી, નહિ મૃગ કો બેરા; રણ બન મે વો ફિરે રે ભટકતા, અબ સૂંઘે ઘાસ ઘણેરા ગુરુ બિન ઘોર અંધેરા સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા... પથ્થર મે જબ અગ્નિ વ્યાપે, નહિ પથ્થર કો બેરા; ચકમક ચોટ લાગે ગુરુ ગમકી, આગ ફિરે ચોપેરા ગુરુ બિન ઘોર અંધેરા સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા... રામાનંદ કો મિલ્યા ગુરુ પૂરા, દિયા શબદ તત્સારા; કહત કબીર સુન મેરે સાધુ, મીટ ગયા ઘોર અંધેરા. ગુરુ બિન ઘોર અંધેરા સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા... સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા... Bhajan Gazal Lyrics 

મંદિરો મેં દીપ જલે કનૈયા તોરે મંદિરો મેં દીપ જલે Mandiro me dip Jale kanaiya tore mandiro me dip Jale Bhajan lyrics in gujarati

Image
મંદિરો મેં દીપ જલે, કનૈયા તોરે મંદિરો મેં દીપ જલે... ગોકુલ સે નીકલે, જયે મથુરા (૨) બિચ મેંતો શ્યામ મિલે મંદિરો મેં દીપ જલે, કનૈયા તોરે મંદિરો મેં દીપ જલે... આયે સુદામા પુરી દ્વારિકામે (૨) પ્રભુને લગાયા ગલે મંદિરો મેં દીપ જલે, કનૈયા તોરે મંદિરો મેં દીપ જલે... મીરાં કા મન લગા હરિ ભજન મેં(૨) તાલ સે તાલ મિલે મંદિરો મેં દીપ જલે, કનૈયા તોરે મંદિરો મેં દીપ જલે... ભક્તજનો કા કારજ કિના (૨) પ્રભુસે જો મિલ કે કરે મંદિરો મેં દીપ જલે, કનૈયા તોરે મંદિરો મેં દીપ જલે... બેની મીરાં કે ગિરિધર નાગર (૨) ચરણોમેં ચિત્ત ધરે મંદિરો મેં દીપ જલે, કનૈયા તોરે મંદિરો મેં દીપ જલે... Bhajan Gazal Lyrics I feel

Jis din raja taro janam huo re જીસ દિન રાજા તારો જનમ‌ હુઓ રે Bhajan lyrics in gujarati

Image
જીસ દિન રાજા તારો જનમ હુઓ વાગે કાંઈ નગારાના નિશાન રે, જોષીડા તેડાવો આપણા શહેરના આવા રુડા જોશ તો જોવરાવો રે નામ તો ધરાવો રાજા ભરથરી.... લીલુડા વઢાવું રાજા હું તો વાંસડા મહેલમાં મઢુલી બનાવુ રે, આસન નખાવું રુડા ઘાંસના બેઠા તમે મોજુ હવે માણો રે. હવે તો વિચારો રાજા ભરથરી.... તમારા મહેલમા રાણી અમે નહી રહીએ નહી લઈએ અન્ન કે પાણી રે, ભીક્ષા આપો ને મૈયા પીંગલા રે હાલી જાય જોગીડાની જમાતુ રે, ભીક્ષ રે આપી દ્યો મૈયા પીંગલા.... નવ લાખ હાથી રાજા તારે આંગણ જુલે અઢાર લાખ ઘોડાની ધમસાણું રે, બાણું લાખ દુજે રાજા તારે માળવો આવી તારી ઉજેણીની શોભા રે, હવે તો વિચારો રાજા ભરથરી.... દિપકને જોલો લાગ્યો પવનનો નરને જોલો લાગ્યો નારીનો રે, સંતને જોલો લાગ્યો શબ્દનો સદગુરુ પાર તમે ઉતારો રે, હવે તો વિચારો રાજા ભરથરી.... ભગવા રંગાવું રાજા હુંતો લુગડાં ચાલુ હુ તો તમારી સંગાથે રે, ધુણી રે પાણીની સેવા રાજા હુ કરું મને દાસી કહીને બોલાવો રે, હવે તો વિચારો રાજા ભરથરી.... અમારી સંગાથે રાણી નહી તમે દુનિયા અવળું વિચારે રે, દુનિયા સમજે કે બાવો ઘરબારી બાલુડાનો ભેખ તો લજાય રે ભીક્ષ રે આપી દ્યો મૈયા પીંગલા.... કાંતો રે રાજા તે તો ભા...

Dhanya dhanya mogal tora dham ne reધન્ય ધન્ય મોગલ તોરા ધામને રે lyrics in gujarati

Image
ધન્ય ધન્ય મોગલ તોરા ધામને રે ધન્ય ધન્ય મોગલ તોરા નામને રે આઈ આપો છો પડચા તમામને રે ધન્ય ધન્ય ભગુડાવાળી આઈને રે આઈ ઓખા તે ઘરને ઉજાળીયુ રે લડ્યા વિનાનુ લશ્કળ પાછુ વાળીયુ રે ધન્ય ધન્ય ભગુડાવાળી આઈને રે કોઈ ચારણ ચુકે જો તો તોરી ચાકરી રે હે એને લાગે મછરાળી એને લાગે ડાઢાળી હે એને લાગે મોગલમાં અતિ આકરી રે ધન્ય ધન્ય મોગલ તોરા નામને રે હે એને લાગે ભગુડાવાળી અતિ આકરી રે ધન્ય ધન્ય મોગલ તોરા નામને રે .. ધન્ય ધન્ય મોગલ તોરા ધામને રે ધન્ય ધન્ય મોગલ તોરા નામને રે Bhajan Gazal Lyrics

Fakir bhaya raja balakh bukharanda ફકીર ભયા રાજા બલખ બુખારંદા Bhajan lyrics in gujarati

Image
ફકીર ભયા રાજા બલખ બુખારંદા, શીર પર તોપ હજારુંદા, ઈતના છોડ કર લીની ફકીરી, ધન ધન અકલ વખાણુંદા ફકીર ભયા રાજા બલખ બુખારંદા..... જીનકી આગે ફોજુ ચલતી, તુરીયા લક્ષ અઢારુંદા, સોઈનર જંગલ મે ફીરને લાગ્યાં, પૈદલ પાવ ઊઘાડુંદા ફકીર ભયા રાજા બલખ બુખારંદા..... બત્રીસ ભાત ના ભોજન જમતા, મેવા દ્રાક્ષ મિઠાઇંદા, સોઈનર ટાઢા ટુકડા સાવન લાગ્યાં, વાસી સાજ સવારુંદા ફકીર ભયા રાજા બલખ બુખારંદા..... ફુલડા હૂંદા સેજ બિછાવતા, કલીયે કલી ન્યારુંદા, સોઈનર જમીન પર લેટન લાગ્યાં, કંકણ કોણ બહારુંદા ફકીર ભયા રાજા બલખ બુખારંદા.... સવાટાક ભાર જામા પહેરતા, દર્પણ મે મુખડા નિહારુંદા, સોઈનર ગોદડી ઓઢન લાગ્યાં, અધમણ ભાર કથાઉંદા ફકીર ભયા રાજા બલખ બુખારંદા.... કરી બંદગી સાચા સાહેબ ની, મૌલા પ્રેમ પિછાણુંદા, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, મળીયા પીર અખાડુંદા ફકીર ભયા રાજા બલખ બુખારંદા.... Bhajan Gazal Lyrics

Jagat ma janam denari re Mari Mata ne tole koy na nave જગત માં જનમ દેનારી રે મારીમાતા ની તોલે કોઇ ના આવે Bhajan lyrics in gujarati

Image
જનેતા ની તોલે કોઇ નાવે બીજી લુખ્ખાં લાડ લડાવે જગત માં જનમ દેનારી રે મારી માતા ની તોલે કોઇ ના આવે , જગત માં જનમ દેનારી રે....... આ કલયુગ માં ઔરમાન માતા રામને રાજ કરાવે પાચ વરસ ના બાળક ધ્રુવ ને કળવાં વેણ સભળાવે જગત માં જનમ દેનારી રે....... સિનેમા રે મહાસેતાની  ખીસ્સા ખાલી કરાવે ગાંડી ઘેલી માતા મારી  ગીત મધુરાં સભળાવે જગત માં જનમ દેનારી રે........ મન મારૂ માને દર્શન કરાવા નીત નવા ભોગ ધરાવે પૈસા વગર પ્રસાદ માગુ તો ધક્કો મારી ને ધમકાવે જગત માં જનમ દેનારી રે......... ગીતા ને રામાયણ ના  સેવા ના પાઠ સભળાવે યાદ કરૂ ઉપકાર માંના  તો આંખે આંસૂડાં આવે જગત માં જનમ દેનારી રે.......... એક માતા જનમ દેનારી બીજી,ધરતી માત કહાવે પુરસોતમ કહે પ્રભુ પ્રતાપે  અંતે સૌવ ને ગોદ માં સમાવે જગત માં જનમ દેનારી રે.......... Bhajan Gazal Lyrics

Ghodle chandanta re dithya ramapir ne re એવા ઘોડલે ચડંતા રે હે દીઠયા રામાપીરને રે Bhajan lyrics in gijarati

Image
હે હરભુજીને હૈયે હરખ અપાર રે હાં... એવા ઘોડલે ચડંતા રે હે દીઠયા રામાપીરને રે હે એવા હેતે ને પ્રીતે હેજી ભાયું પરસ્પર ભેટયા રે  હે અને કીધી કસુંબાની મનવાર રે હાં... એવા ઘોડલે ચડંતા રે...... એવી ભ્રાત્યુંને ભાંગીને હેજી હરભુજી એમ બોલીયા રે  હે સુણ્યા અમે અમંગળ સમાચાર રે હાં... એવા ઘોડલે ચડંતા રે...... એવા વચન વધાવે હેજી પડયા રામાપીરજી રે  હે અને નકલંક નેજાધારી અવતાર રે હાં... એવા ઘોડલે ચડંતા રે...... આવા હરિનાં ચરણે રે "હરભુજી" આવું બોલીયા રે  હે દેજો અમને તમારાં ચરણે વાસ રે જી એવા ઘોડલે ચડંતા રે...... હે હરભુજીને હૈયે હરખ અપાર રે હાં... એવા ઘોડલે ચડંતા રે હે દીઠયા રામાપીરને રે Bhajan Gazal Lyrics

Hu tane puchhu mari beni re sohagan tu Mane kahi re batav હું તને પૂછું મારી બેની રે સોહાગણ તું મને કહી રે બતાવ Bhajan lyrics in gujarati

Image
હું તને પૂછું મારી બેની રે સોહાગણ    તું મને કહી રે બતાવ રે હા કીયા રે મલકના વીરા તમે છો વટાવડા કીયા રે મલક તમે જાવો રે હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી....... ઓતરા તે ખંડમાં, અયોધ્યા રે નગરી બેની બડે બડે શહેર તો ગંભીર રે હા ઉનકે તો ભૂપ કી મતિ રે કુમત ભ‌યી અમે વસીયે સરીયુને તીર રે  હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી....... સગી રે સાસુજી ની શોક રે સુહાગણ વચન માગ્યું પીયા પાસ રે હા ઉનકે પુતર કા તો બેની રાજતિલક ભયો હૈ હમકો દીયો વનવાસ રે હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી....... ઈતના સુન કે ભયી દિલગીરી સજની નૈનુમાંથી ખન થયા નીર રે હા આજનો દિવસ બેની મારા મંદિરીયે પધારો તુમ સંગ દોનોં મારા વીર રે  હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી....... તમારા રોક્યા અમે નહીં રહીએ સજની હે તુમ મુખ અમીરસ હોય રે હા અમે પરદેશી બેની પંથતઆ ચલત હે અમે વસીયે વૈરાગીને દેશ રે હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી....... દોનુ રે વીરની શોભા રે ઘણેરી સજની હે શોભા વર્ણવી ન જાય રે હા કીયા કીયા રંગ બેની દેવરીયો તમારો કોણ રે તમારો છે ભરથાર રે  હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી....... કદમ કેરી કંઠ માળ ...

Valo ji kare chhe vatu re sacha ni sangathe વાલોજી કરે છે વાતુ રે સાચાની સંગાથે Bhajan lyrics in gujarati

Image
વાલોજી કરે છે વાતુ રે સાચાની સંગાથે  સાચાની સંગાથે.... પ્રગટ છે પીરાનુ ખાતુ , એ જહાજ દરીયેથી રાખ્યું જાતુ  પણ આમા ભાગ્ય હીણાથી નથી ભળાતુ રે. સાચાની સંગાથે............ પ્રથમ તો ધર્મને ધાતુ , એ ધડ ઉપરથી ઉતારીદે માથુ  પણ થાકેલ થી નથી હેરાતુ રે.  સાચાની સંગાથે.……...…..… નકળંગ છે નિજારી ખાતુ,  જોવુ હોયતો રણુજે જાતુ  ત્યા મળે છે મુક્તિની દાતુ રે.  સાચાની સંગાથે.......…... બળવથી છોડી દે બાથુ,  ચરણે સાહેબને થાતુ  દાસ સવો કહે મુખે કહીશ હા તુ રે. સાચાની સંગાથે............. વાલોજી કરે છે વાતુ રે સાચાની સંગાથે  સાચાની સંગાથે.... Bhajan Gazal Lyrics

Sat na dhingane Santo pachha nahi pade સતના ધીંગાણે સંતો પાછા નહીં પડે Bhajan lyrics in gujarati

Image
સત ના ધીંગાણે સંતો,પાછા નહી પડે પાછા નહી પડે, ડગલા પાછા નહી ભરે સતના ધીંગાણે સંતો.... કુવે પડતી રોકી જેને, આયવું કલંક માથે એને નારી ને જીવાડી મુળદાસ ગધેડે ચડે... સત ના ધીંગાણે સંતો... ખાવંદ જમાડવા ખાતે, કીધી ચોરી માજમ રાતે સવાર માં શરીર એના સુળી એ ચડે... સત ના ધીંગાણે સંતો... રણ ચડીયા સતને માટે, આવી આફત સુધનવા માથે સતના કાજે ઈ તો તાતા તેલમા બળે... સત ના ધીંગાણે સંતો... સંત શિવપુરી સાચા, આપી એણે અમર વાચા પ્રેમથી સામંત એના પાંવ પકડે... સત ના ધીંગાણે સંતો... Bhajan Gazal Lyrics

Duniya bole ene bolva daiye apne ram bhajan ma rahiye દુનિયા બોલે એને બોલવા દ‌ઈએ આપણે રામ ભજનમાં રહીએ

Image
દુનિયા બોલે એને બોલવા દ‌ઈએ આપણે રામ ભજનમાં રહીએ કોયલને કાગડો એકજ રંગના એમાં કોયલ કોને કહીએ કોયલપણું જો જાણવું રે હોય તો મીઠા બોલા થ‌ઈએ  આપણે રામ ભજનમાં રહીએ.... હંસલોને બગલો એકજ રંગના એમાં હંસલો કોને કહીએ હંસપણુ જો જાણવું રે હોય તો ચારો ઓળખી લ‌ઈએ આપણે રામ ભજનમાં રહીએ હીરલોને કાચ બે એક જ સરખા એમાં હીરલો કોને કહીએ હીરાપણુ જો જાણવું રે હોયતો ઘણના ઘા સહી લ‌ઈએ આપણે રામ ભજનમાં રહીએ જગત ભગત બે એક જ સરખા  એમાં ભગત કોને કહીએ ભગતપણું જો જાણવું રે હોય તો મેણાં જગતના સહી લ‌ઈએ આપણે રામ ભજનમાં રહીએ બાઈ મીરા ગાવે પ્રભુ ગિરિધરના ગુણ ચરણ કમળ ચિત્ત દ‌ઈએ ચરણપણું જો જાણવું રે હોય તો સદગુરુ સેવી લ‌ઈએ આપણે રામ ભજનમાં રહીએ Bhajan Gazal Lyrics

Sitaji puchhe re ramchandra rayne re સીતાજી પૂછે રે રામચંદ્ર રાયને રે Bhajan lyrics in gujarati

Image
સીતાજી પુછેરે રામચંદ્ર રાયને રે, કરો તમે વડા ધરમની વાતરે હા.. અંતરના પડદારે સ્વામી તમે અળગા કરો રે, જેવી તેવી તોય તમારા ઘરની નાર રે હા... સીતાજી પુછેરે... ચાંદો ને સુરજ રે દોનો નોતા રે, નોતા નોતા ધરણી ને આકાશ રે હા... સીતાજી પુછેરે... એવા પાત્ર રે છોટાને વસ્તુ ઘણી મોટીયુ રે, એને ઠામ વિના કેમ દેવાય રે હા... સીતાજી પુછેરે... લક્ષમણજી ને કાચો પારો જાણજો રે, એને કોઈ હરીજન વિરલા જાણે રે હા... સીતાજી પુછેરે... જેદી અમે રે થાશુ દ્વારીકાના રાજવી રે, લક્ષમણ ધરશે યાદવકુળમા અવતાર રે હા... સીતાજી પુછેરે... તેદી તમે રે થાશો રાણી રુક્ષમણી રે, તેદી કરશુ વડા ધરમની વાત રે હા... સીતાજી પુછેરે... પશ્ચિમ ધરામા પીર મુજા પ્રગટ્યા રે, હુવો હુવો અજમલ ઘેર અવતાર રે હા... સીતાજી પુછેરે... બાળનાથ ચરણે સિધ્ધ રામદેવજી આવુ બોલીયા રે, દેજો અમને તમારા ચરણે વાસ રે હા... Bhajan Gazal Lyrics

Mane kahe ko visaro Raja bharathari re મને કાંહે કો વિસારો રાજા ભરથરી રે Bhajan lyrics in gujarati

Image
મને કાંહે કો વિસારો રાજા ભરથરી માની લેને હિંદવાના જોને રાજા રે આવુ હૈયે રે વિસારો રાજા ભરથરી..... એવા તોરણીયે ચઢતાં તોરણ નવ ટુટીયાં રે નવ લાગી માંડવળા માં આગ રે તારી માતા ને પથ્થરો ના જનમીયો રે રેત અમે બાળ રે કુંવારા રે મને કાંહે કો વિસારો રાજા ભરથરી...... એવું બાળુ રે જોશીડા તારુ આ ટીપણું રે બાળુ તારી જનોયુ ના ત્રાગા રે એવાં અવળા રે લગનીયે અમને પરણાવીયાં લખ્યા મારા અવળા જોને લેખ રે મને કાંહે કો વિસારો રાજા ભરથરી...... એવો બુરો રે રંડાપો બાળાપણ તણો એવી વાણી કેમ જપે જાવે રે એવા મછંદર પ્રતાપે ગોરક્ષ બોલ્યા રે દેજો અમને સંતો ના ચરણે વાસ રે મને કાંહે કો વિસારો રાજા ભરથરી...... Bhajan Gazal Lyrics

Bhajan ek satyanam nu kariye re ભજન એક સત્યનામનું કરીએ રે Bhajan lyrics in gujarati

Image
ભજન એક સત્યનામનું કરીએ રે ભજન એક સત્યનામનું કરીએ રે ભાવેથી ભવસાગર તરીએ રે (૨)           ભજન એક સત્યનામનું કરીએ રે.... સંસાર સુખ વાદળાની છાંયા રે (૨) એમાં તને શેની લાગી માયા રે તારી અમર નથી કાયા રે (૨)             ભજન એક સત્યનામનું કરીએ રે.... ભેળું કર્યું પડ્યું રેહશે નાણું રે (૨) ભોજનિયાનું પડ્યું રેહશે ભાણું રે ઓચિંતાનુ આવી જાશે ટાણું  રે (૨)              ભજન એક સત્યનામનું કરીએ રે.... કે માત તાત બેની બનેવી નારી (૨) સંગાથે કોઈ ન આવે તારી કે જમડા લ‌ઈ જાશે મારી રે (૨)               ભજન એક સત્યનામનું કરીએ રે.... શિખામણ માની લેજો છેલ્લી રે (૨) પ્રભુજી વિના નથી કોઈ બેલી રે કે મનમાંથી હું પદ દીયો મેલી રે (૨)               ભજન એક સત્યનામનું કરીએ રે.... Bhajan Gazal Lyrics

Sacha re Santo ni mathe bhakti kera mod સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોડ Bhajan lyrics in gujarati

Image
એવા સાચા રે સંતો ને માથે ભક્તિ કેરા મોડ ...  એવા સાચા રે સાચા નિરખતા નૈના હરખે,  મટી જાય મનની દોડા દોડ, નિર્મળ મન થી નિરખી ને જોયુ,  કઈ ખોટી મળે નહિં ખોટ ...  એવા સાચા રે સાચા નિંદા પરાઈ નઠારી લાગે,  સમરે શ્રી રણછોડ, એવા હરીજન અલખ ને પ્યારા,  જેની માથે ભક્તિ ના મોડ ...  એવા સાચા રે સાચા દોષ પોતાનો પ્રગટ કરી ને , કરે હાથોની જોડ, દગો ને પ્રપંચ દીલ માં ન રાખે,  ભલે ગુના હોય લાખને કરોડ ...  એવા સાચા રે સાચા ધર્મ ની સાટે ધરવું હોય માથું,  આવે દોડા દોડ, આવા હરીજન અવની મા ઓછા, બીજા લાખને કરોડ ...  એવા સાચા રે સાચા જુગ જુગ જોડી અમર રાખો,  સાહેબ કાંડું નવ છોડ, ભેળી સમાધિ ભજન તમારું, કીરતાર પુરજો કોડ ... એવા સાચા રે સાચા દાસી ઝબુ પીર રામા ની દરગાહ મા, કરે હાથનીજોડ, ભવબંધન થી છોડાવો ગુરુજી,  કિરતાર કાંડું ન છોડ ... એવા સાચા રે સાચા એવા સાચા રે સંતો ને માથે ભક્તિ કેરા મોડ ... Bhajan Gazal Lyrics

Avelo mankho sudharo re guruji mara આવેલો મનખો સુધારો રે ગુરુજી મારા Bhajan lyrics in gujarati

Image
આવેલો મનખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મનખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મનખો સુધારો લખચોરાંશીમા બહુ દિન ભટક્યા ઘડી ઘડી પશુ અવતારો લખચોરાંશીમા બહુ દિન ભટક્યા ઘડી ઘડી પશુ અવતારો રામ મળવાનો ગુરુ મારગ બતાવો રામ મળવાનો ગુરુ મારગ બતાવો મટી જાય ઘોર અંધારો ગુરુજી મારા આવેલો મનખો સુધારો................ વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળ્યા મે વેદ પુરાણો વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળ્યા મે વેદ પુરાણો માયામાંથી આ જીવને ઉગારો માયામાંથી આ જીવને ઉગારો મટી જાય જનમ જંજાળો ગુરુજી મારા આવેલો મનખો સુધારો................ તમે ગુરુજી મારા પરમ ઉપકારી શિર પર પંજો તમારો તમે ગુરુજી મારા પરમ ઉપકારી શિર પર પંજો તમારો ન ભૂલું ગુણ તમારા ગુરુજી ન ભૂલું ગુણ તમારા ગુરુજી તીરથ ફરુ રે હજારો ગુરુજી મારા આવેલો મનખો સુધારો................ ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ફોગટ દાસ કૈવલને દર્શન આપો ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ફોગટ દાસ કૈવલને દર્શન આપો ગુરુ બિન સહાય કોણ કરે જીવની ગુરુ બિન સહાય કોણ કરે જીવની સદાય ચરણમાં રે રાખો ગુરુજી મારા આવેલો મનખો સુધારો................ Bhajan Gazal Lyrics

Pratham pehla samariye re Swami tamne sudhala પ્રથમ પેહલા સમરીએ રે સ્વામી તમને સૂંઢાળા Bhajan lyrics in gujarati

Image
પરથમ પહેલાં સમરીયે રે, સ્વામી તમને સૂંઢાળા... પરથમ પહેલાં હાં.. હાં.. હાં..  સમરીયે રે, સ્વામી તમને સૂંઢાળા.. રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા  ઋષિમુનિના આગેવાન મારા દેવતા  મહેર કરોને મહારાજ રે... પરથમ પહેલાં સમરીયે રે... માતાજી રે કહીએ જેનાં પારવતી રે સ્વામી ! તમને સુંઢાળા, માતાજી રે કહીએ જેનાં હાં હાં હાં,  એ.. પારવતી રે, સ્વામી તમને સુંઢાળા.. પિતાજી  શંકર દેવ, દેવતા  મહેર કરોને મહારાજ રે... પરથમ પહેલાં સમરીયે રે... ઘી રે સીંદુરની સેવા ચડે રે સ્વામી  તમને સુંઢાળા, ઘી રે સીંદુરની રે હાં હાં હાં,  એ.. સેવા ચડે રે સ્વામી  તમને સુંઢાળા, ગળામાં ફુલડાના હાર મારા દેવતા  મહેર કરોને મહારાજ રે... પરથમ પહેલાં સમરીયે રે... કાનમાં કુંડળ ઝળહળે રે સ્વામી  તમને સુંઢાળા, કાનમાં કુંડળ હાં હાં હાં,  એ... ઝળહળે રે સ્વામી તમને સુંઢાળા, કંઠે મોતીડાંની માળ મારા દેવતા  મહેર કરોને મહારાજ રે.. પરથમ પહેલાં સમરીયે રે... રાવત રણશીની વિનતિ રે સ્વામી  તમને સુંઢાળા, રાવત રણશીની હાં હાં હાં,  એ... વિનતિ રે સ્વામી તમને સુંઢાળા, ભગતોને કરજો સહાય મારા...