Sitaji puchhe re ramchandra rayne re સીતાજી પૂછે રે રામચંદ્ર રાયને રે Bhajan lyrics in gujarati
સીતાજી પુછેરે રામચંદ્ર રાયને રે,
કરો તમે વડા ધરમની વાતરે હા..
અંતરના પડદારે સ્વામી તમે અળગા કરો રે,
જેવી તેવી તોય તમારા ઘરની નાર રે હા...
સીતાજી પુછેરે...
ચાંદો ને સુરજ રે દોનો નોતા રે,
નોતા નોતા ધરણી ને આકાશ રે હા...
સીતાજી પુછેરે...
એવા પાત્ર રે છોટાને વસ્તુ ઘણી મોટીયુ રે,
એને ઠામ વિના કેમ દેવાય રે હા...
સીતાજી પુછેરે...
લક્ષમણજી ને કાચો પારો જાણજો રે,
એને કોઈ હરીજન વિરલા જાણે રે હા...
સીતાજી પુછેરે...
જેદી અમે રે થાશુ દ્વારીકાના રાજવી રે,
લક્ષમણ ધરશે યાદવકુળમા અવતાર રે હા...
સીતાજી પુછેરે...
તેદી તમે રે થાશો રાણી રુક્ષમણી રે,
તેદી કરશુ વડા ધરમની વાત રે હા...
સીતાજી પુછેરે...
પશ્ચિમ ધરામા પીર મુજા પ્રગટ્યા રે,
હુવો હુવો અજમલ ઘેર અવતાર રે હા...
સીતાજી પુછેરે...
બાળનાથ ચરણે સિધ્ધ રામદેવજી આવુ બોલીયા રે,
દેજો અમને તમારા ચરણે વાસ રે હા...
Comments
Post a Comment