Posts

Showing posts from January, 2023

Pratham pehla samariye re Swami tamne sudhala પ્રથમ પેહલા સમરીએ રે સ્વામી તમને સૂંઢાળા Bhajan lyrics in gujarati

Image
પરથમ પહેલાં સમરીયે રે, સ્વામી તમને સૂંઢાળા... પરથમ પહેલાં હાં.. હાં.. હાં..  સમરીયે રે, સ્વામી તમને સૂંઢાળા.. રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા  ઋષિમુનિના આગેવાન મારા દેવતા  મહેર કરોને મહારાજ રે... પરથમ પહેલાં સમરીયે રે... માતાજી રે કહીએ જેનાં પારવતી રે સ્વામી ! તમને સુંઢાળા, માતાજી રે કહીએ જેનાં હાં હાં હાં,  એ.. પારવતી રે, સ્વામી તમને સુંઢાળા.. પિતાજી  શંકર દેવ, દેવતા  મહેર કરોને મહારાજ રે... પરથમ પહેલાં સમરીયે રે... ઘી રે સીંદુરની સેવા ચડે રે સ્વામી  તમને સુંઢાળા, ઘી રે સીંદુરની રે હાં હાં હાં,  એ.. સેવા ચડે રે સ્વામી  તમને સુંઢાળા, ગળામાં ફુલડાના હાર મારા દેવતા  મહેર કરોને મહારાજ રે... પરથમ પહેલાં સમરીયે રે... કાનમાં કુંડળ ઝળહળે રે સ્વામી  તમને સુંઢાળા, કાનમાં કુંડળ હાં હાં હાં,  એ... ઝળહળે રે સ્વામી તમને સુંઢાળા, કંઠે મોતીડાંની માળ મારા દેવતા  મહેર કરોને મહારાજ રે.. પરથમ પહેલાં સમરીયે રે... રાવત રણશીની વિનતિ રે સ્વામી  તમને સુંઢાળા, રાવત રણશીની હાં હાં હાં,  એ... વિનતિ રે સ્વામી તમને સુંઢાળા, ભગતોને કરજો સહાય મારા...

Dhan guru data mara dhan guru Deva ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા Bhajan lyrics in gujarati

Image
ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા,  મારા ગુરુજી એ શબદ સુણાવ્યો ગુરુજી નો મહીમા પલ પલ વખાણુ,  પ્રાયશ્ચિત સધળા જાય......... સુતો રે જગાડયો ગુરુ એ, દેશ રે દેખાડયો,  અલખ પુરુષ ઓળખાવ્યો બુડતા રે મારા ગુરુજી એ તારયો ને, જમડા ને હાથે થી છોડાવ્યો............. ધન ગુરુદેવા ગૌદાન દેવે ભલે ને ભુમી દાન દેવેને,  કંચન ના મહેલ લુટાવે કાશી ક્ષેત્રમા જઈ કન્યાદાન દેવેને,  મારા ગુરુજીની તોલે નાવે........... ધન ગુરુદેવા ખાલ રે પડાવુ મારા શરીર તણી ને,  સોનેરી રંગે રંગાવુ રે મોજડી સિવડાવી મારા ગુરુજી ને પહેરાવુ તોય,  ગણના ઓશીગંણ થાય..... ધન ગુરુદેવા સદગુરુ મળ્યા મારા,સંશય ટળ્યા ને  લક્ષ ચોરાશી થી છોડાવ્યો વાઘનાથ ચરણે બોલ્યો “ રુખડીયો ”  અમને મુક્તિ નો મારગબતાવ્યો........... ધન ગુરુદેવા Bhajan Gazal Lyrics