Pratham pehla samariye re Swami tamne sudhala પ્રથમ પેહલા સમરીએ રે સ્વામી તમને સૂંઢાળા Bhajan lyrics in gujarati

પરથમ પહેલાં સમરીયે રે, સ્વામી તમને સૂંઢાળા...
પરથમ પહેલાં હાં.. હાં.. હાં..
 સમરીયે રે, સ્વામી તમને સૂંઢાળા..
રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા  ઋષિમુનિના આગેવાન
મારા દેવતા 
મહેર કરોને મહારાજ રે...
પરથમ પહેલાં સમરીયે રે...

માતાજી રે કહીએ જેનાં પારવતી રે સ્વામી ! તમને
સુંઢાળા,
માતાજી રે કહીએ જેનાં હાં હાં હાં, 
એ.. પારવતી રે, સ્વામી તમને સુંઢાળા..
પિતાજી  શંકર દેવ, દેવતા 
મહેર કરોને મહારાજ રે...
પરથમ પહેલાં સમરીયે રે...

ઘી રે સીંદુરની સેવા ચડે રે સ્વામી  તમને સુંઢાળા,
ઘી રે સીંદુરની રે હાં હાં હાં, 
એ.. સેવા ચડે રે સ્વામી  તમને સુંઢાળા,
ગળામાં ફુલડાના હાર મારા દેવતા 
મહેર કરોને મહારાજ રે...
પરથમ પહેલાં સમરીયે રે...

કાનમાં કુંડળ ઝળહળે રે સ્વામી  તમને સુંઢાળા,
કાનમાં કુંડળ હાં હાં હાં, 
એ... ઝળહળે રે સ્વામી તમને સુંઢાળા,
કંઠે મોતીડાંની માળ મારા દેવતા 
મહેર કરોને મહારાજ રે..
પરથમ પહેલાં સમરીયે રે...

રાવત રણશીની વિનતિ રે સ્વામી  તમને સુંઢાળા,
રાવત રણશીની હાં હાં હાં,
 એ... વિનતિ રે સ્વામી તમને સુંઢાળા,
ભગતોને કરજો સહાય મારા દેવતા 
 મહેર કરોને મહારાજ રે..
પરથમ પહેલાં સમરીયે રે...
Pratham pehla samariye re Swami tamne sudhala પ્રથમ પેહલા સમરીએરે સ્વામી તમને સૂંઢાળા Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati