Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati
કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે રે
વન નો દે મારા રામને રે ....જી
હજી તારા મનને ભાવે તો બીજું માગી લેને
વન નો દે મારા રામને રે ....જી
અયોધ્યા કહે તો બીજી આભેથી ઊતારી લાવું
પણ મોત કાં બગાડે કૈકેયી મારું રે
વન નો દે મારા રામને રે ....જી
કહો તો તમને પાય લાગું, કહો તો પ્રાણ ત્યાગું
કહો તો ભિખારી થઇને ભિખ માગું રે
વન ના દે મારા રામને રે ....જી
અવિચારી નાગણ તું, શીદને સંતાપે
કલેજામાં લાગે અમને કટારી રે
વન ના દે મારા રામને રે ....જી
કહે રે "પિગલ રાજા" કૈકેયીને સમજાવે
માન્યા નહી રાણીને રાજા મર્યા કમોતે
વન ના દે મારા રામને રે ....જી

Comments
Post a Comment