have Prabhu shu magu kirtar હવે પ્રભુ શું માગુ કિરતાર Bhajan lyrics in gujarati
હવે પ્રભુ શું માગું કિરતાર શું માગું કિરતાર, તમે મને આપ્યું છે અપરંપાર હવે પ્રભુ શું માગું કિરતાર કૃપા કરી મને ચારણ કુળમાં, આપ્યો છે અવતાર, યાદ કરું ત્યાં આપ આવીને, દિયોને દિદાર .. હવે પ્રભુ શું માગું કિરતાર નિત્ય રહેવાનું નામ આપનું, મિથ્યા છે સંસાર, અ નિત્ય વસ્તુની ઇરછા કરું તો, મુજને છે ધિકકાર હવે પ્રભુ શું માગું કિરતાર મનુષ્ય દેહ ધરીને જગમાં, કરવા પર ઊપકાર, આ ભવસાગર તરવા રચ્યો હરિરસ સર્જનહાર .. હવે પ્રભુ શું માગું કિરતાર નિત્ય વાંચે નિત્ય સાંભળે, એને જોવા પડે ન જમ દ્વાર, હરિ ભજ્યા એ પાર ઊતર્યા, એમ કહે છે "ઇસરદાસ" હવે પ્રભુ શું માગું કિરતાર Bhajan Gazal Lyrics