avo rudo Janam padarath jay vatavala apne vat na આવો રુડો જનમ પદારથ જાય વટાવળા આપણે વાટના Bhajan lyrics in gujarati
આવો રુડો જનમ પદારથ જાય,
વટાવળા આપણે વાટના …….......
આ મનુષ્ય દેહ દુર્લભ મોટા દેવને,
એને પૂર્ણ ભાગ્ય હોય તો પમાય,
છતે ને હાતે રે, વિગતે ન વાવરે,
એ નર અણસતીયા કહેવાય
વટાવળા આપણે વાટના …..........
સરોવર ને તરુવર બને પરમારથી,
એને ખપે તે વેડીને રેખાય,
નદીયું નીર સંઘરે નહી પોતા તણા,
એ નીર તો સાયરમાં સમાય
વટાવળા આપણે વાટના ...........
પંડે રેપોઢયા પ્રાગવડને પાંદડે,
દાનું પંખી વસે એની પાસ,
આવા રુડા શબ્દો સુણીને જન હવે તમે જાગો,
એમ મહારાજ કહે છે મુળદાસ
વટાવળા આપણે વાટના .............

Comments
Post a Comment