Posts

Showing posts from December, 2022

Ajara Kai jariya na jay અજરા કાંઈ જરીયા ન જાય Bhajan Lyrics in gujarati

Image
અજરા કાંઈ જરિયા ના જાય, એ જી વીરા મારા ! અજરા કાંઈ જરિયા ના જાય તમે થોડે રે થોડે સાધ પિયો હો જી.. તન ઘોડો મન અસવાર હે જી વીરા મારા ! તન ઘોડો મન છે અસવાર તમે જરણાના જિન ધરો હો જી.. શીલ બરછી સત હથિયાર હે જી વીરા મારા ! શીલ બરછી સત હથિયાર તમે માંયલાસે યુદ્ધ કરો હો જી.. કળિયુગ છે કાંટા કેરી વાળ વીરા મારા ! કળિયુગ છે કાંટા કેરી વાળ તમે જોઈ જોઈ પાંવ ધરો હો જી.. ચડવું કાંઈ મેરુ ને આસમાન હે જી વીરા મારા ! ચડવું કાંઈ મેરુ ને આસમાન એમાં આડા અવળા વાંક ઘણા હો જી.. બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ હે જી વીરા મારા ! બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ અજંપાના તમે જાપ જપો હો જી.. Bhajan Gazal Lyrics

Eva arti re tane Vela avjo એવા આરતી રે તાણે વેલા આવજો Bhajan lyrics in gujarati

Image
હે એવા આરતીને ટાણે રે વે'લા આવજો, હે આવજો આવજો અજમલનાં કુંવર રે.. રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે'લા આવજો.. હે એવા માતા મીનળ તે કાગળ મોકલે, હે સગુણાબેની જુએ તમારી વાટ રે.. રણુજાનાં રાજા,  ધૂપને રે ધુમાડે વે'લા આવજો.. હે એવા પિતા અજમલજી કાગળ મોકલે, હે વિરમદેવજી જુએ તમારી વાટ રે.. રણુજાનાં રાજા,  ધૂપને રે ધુમાડે વે'લા આવજો.. હે એવા ભાટી હરજી તે કાગળ મોકલે, હે દાણીબાઈ જુએ ઝાઝેરી વાટ રે. રણુજાનાં રાજા,  ધૂપને રે ધુમાડે વે'લા આવજો. Bhajan Gazal Lyrics

Apna malak ma mayalu manvi આપણા મલકમાં માયાળુ માનવી lyrics in gujarati

Image
આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં જાશું મારા મેરબાન, હાલોને આપણા મલકમાં... કે હાલો.... આપણા મલકમાં ઉતારા ઓરડા, ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબાન, હાલો ને આપણા મલકમાં...… કે હાલો.... આપણા મલકમાં નાવણ કુંડિયું, નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન; હાલો ને આપણા મલકમાં...… કે હાલો.... આપણા મલકમાં ભોજન લાપસી, કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન; હાલો ને આપણા મલકમાં... કે હાલો.... આપણા મલકમાં પોઢણ ઢોલિયા, પોઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન; હાલો ને આપણા મલકમાં...… કે હાલો.... Bhajan Gazal Lyrics

Apna malak ma bagdana dham chhe આપણા મલકમાં બગદાણા ધામ છે Bhajan lyrics in gujarati

Image
આપણા મલકમાં બગદાણા ધામ છે, બગદાણા ગામ બાપા બજરંગનું ધામ છે. જાતરાયું કરવા જાય માનવીયો, બજરંગ દાસજી ના દેશ માં રે... રૂડો રળિયામણો બાપાનો દેશ છે, ગોપનાથ પાલીતાણા તીરથ વિશેષ છે. એ તીરથનો લ્હાવો લઈએ માનવીયો, બજરંગ દાસજી ના દેશ માં રે... બાપા નાં દેશમાં ભાવેણું શહેર છે, ભાવેણા માથે માં ખોડલ ની મેર છે. રજપરે રાત હાલો રહીયે માનવીયો, બજરંગ દાસજી નાં દેશ માં રે... બાપાના દેશ માં સંતો નો વાસ છે, સંતો નો વાસ ત્યાં દેવોનો વાસ છે, એ ધરતી ની ધૂળ શિર લઈએ માનવીયો, બજરંગ દાસજી ના દેશ માં રે... બંડીવાળો બાપો હજરા હજુર છે, ભક્તિ નો ભાવ એની તપસ્યા ભરપૂર છે. આપ કહે આશિષ લઈએ, બજરંગ દાસજી નાં દેશ માં રે... Bhajan Gazal Lyrics

Karile ne bandgi aa pal jave re કરીલે ને બંદગી આ પલ જાવે રે Bhajan lyrics in gujarati

Image
આ પલ જાવે રે, કરી લેને બંદગી... ગઈ પલ ફેર નહીં આવે રે, કરી લે ને બંદગી.. આ પલ જાવે રે.... કરો મન ગ્યાના, ધરી લેને ધ્યાના ; મૂરખા મૃગજળ દેખી ક્યું લલચાવે આ પલ જાવે રે, કરી લેને બંદગી... શિરને માથે છે વેરી, લીધો તું ને ઘેરી ; સૂતાં બંદા નીંદરા તુંને કેમ આવે રે... આ પલ જાવે રે, કરી લેને બંદગી... એક દિન મરના હૈ, ધોખા નવ ધરના, મુખમેં રામનામ કેમ ભૂલાવે રે.. આ પલ જાવે રે, કરી લેને બંદગી... કહે છે કલ્યાણ'સાબ, સતગુરુ શરણે, આમાં પ્રેમીજન હોય ઈ તો પાવે રે આ પલ જાવે રે, કરી લેને બંદગી.. Bhajan Gazal Lyrics

Pap taru Parkash jadeja પાપ તારુ પરકાશ જાડેજા Bhajan lyrics in gujarati

Image
પાપ તારું પરકાશ જાડેજા,  ધરમ તારો સંભાળ રે તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે એમ તોરલ કહે છે જી, પાપ તારું પરકાશ........ વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી વાળી ગોંદરેથી ગાય રે બહેન ભાણેજાં મારિયાં, તોરાંદે રે એમ જેસલ કહે છે જી પાપ તારું પરકાશ........ પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી પાદર લૂંટી પાણિયાર રે વનના મોરલા મારિયા, તોરાંદે રે એમ જેસલ કહે છે જી પાપ તારું પરકાશ........ ફોડી સરોવર પાળ, તોળી રાણી ફોડી સરોવર પાળ રે વન કેરા મૃગલા મારિયા તોરાંદે રે એમ જેસલ કહે છે જી પાપ તારું પરકાશ........ લૂંટી કુંવારી જાન, તોળી રાણી લૂંટી કુંવારી જાન રે સતવીસું મોડબંધા મારિયા, તોરાંદે રે એમ જેસલ કહે છે જી, પાપ તારું પરકાશ........ હરણ હર્યાં લખચાર, તોળી રાણી હરણ હર્યાં લખચાર રે એવાં કરમ તો મેં કર્યાં, તોરાંદે રે એમ જેસલ કહે છે જી પાપ તારું પરકાશ........ જેટલા મથેજા વાળ, તોરી રાણી જેટલા મથેજા વાળ રે એટલા કુકરમ મેં કર્યાં, તોરાંદે રે એમ જેસલ કહે છે જી પાપ તારું પરકાશ........ પુણ્ય પાપ ઠેલાય, જાડેજા પુણ્ય પાપ ઠેલાય રે તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે એમ તોરલ કહે છે જી પાપ તારું પરકાશ........ બોલ્યા ...

Darad je hoy chhe Dil ma દરદ જે હોય છે દિલમાં Lyrics in gujarati

Image
દરદ જે હોય દિલમાં,  એ આવી બહાર બોલે છે(2) રહે છે મૌન જો આંખો , તો અશ્રુધાર બોલે છે..(2) ખફા થાશો નહીં,  આ તો મારો પ્યાર બોલે છે નથી હું બોલતો,  મારા બધા અણસાર બોલે છે.(2) ફકીરી હાલ જોઈને,  પરખ કરજો નહીં નાઝિર જે સારા હોય છે , એના તો સૌ સંસ્કાર બોલે છે.(2) Bhajan Gazal Lyrics

Joli ma jagir ene koi ambe nahi Amir જોળીમાં જાગીર એને કોઈ આંબે નહીં અમીર Bhajan lyrics in gujarati

Image
જોળી મા હોય જાગીર , એને આંબે નહી કોય અમીર એવી જેની જોળી મા જાગીર,,, અલખ જોળી ને ખલક ખજાનો જેના હૈયા મા હોય સાચુ હીર .. માણેક મોતી જેવા શબ્દો મુખમા નૈનો મા વરસે સાચા નુર..... એવી જેની જોળી મા જાગીર.. માયા કાયાના પકડી મુદા જકડી તોડે જંજીર દુર્ગુણ દાબે પછી સદગુણ સર્જે ધરબે હૈયે માં સાચી ધીર એવી જેની જોળી મા જાગીર... વેદ વિવેક ને રાખી વચનમા ભાંગે ભવ ની ભીડ ગર્વ ગાળી નવરાવે ગંગાજીમા , તારે ભવબંધી તીર એવી જેની જોળી મા જાગીર... પાપી ને દ્રષ્ટિથી પાવન કરે, પલ મા સ્થાપે પીર “નટુદાન” નારાયણ પ્રતાપે ફેરવે લલાટ ની લકીર એવી જેની જોળી મા જાગીર... Bhajan Gazal Lyrics

saheli hu to vari re vari akhand var ne vari સાહેલી હુ તો વરી રે વરી અખંડ વરને વરી Bhajan lyrics in gujarati

Image
એ સાહેલી હં તો વરી રે વરી અખંડ વર ને વરી... ભવ રે સાગરમાં મહા દુ:ખ પામી હરી, લખચોરાસી રે ફરી, એ સાહેલી હં તો... સંસાર સર્વે વાલા ભયંકર કાળો હરી, એને દેખી હં તો થરથરી, એ સાહેલી હં તો... કુટુંબ કબીલા ભાઇ સ્વાર્થ સર્વે હરી, હું તોપરપંથ ને પરહરી, એ સાહેલી હં તો... જન્મ ધરી મેં સંતાપ વેઠ્યા હરી ઘર નો ધંગો કરી. એ સાહેલી હું તો... સતસંગ માં હું તો મહાસુખ પામી હરી, બેઠી છું ઠેકાણે ઠરી, એ સાહેલી હં તો... સતગુરૂજી ની પૂર્ણ ક્રુપા થી હરી ભવસાગર ગઇ તરી, એ સાહેલી હું તો... બાંઇ મીરાં કહે વાલા ગીરીધરનાં ગુણ હરી સંત નાં ચરણે જઇ પડી, એ સાહેલી હું તો.. Bhajan Gazal Lyrics

Saybo re govaliyo maro saybo re govaliyo સાંયબો રે ગોવાળીયો મારો સાંયબો રે ગોવાળીયો lyrics in gujarati

Image
સાયબો રે ગોવાળીયો મારો સાયબો રે ગોવાળીયો હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધા ની જોડલી સાયબો ડુંગર ગીરનો રે મારો સાયબો ડુંગર ગીરનો હું ડુગરડાની રીંછડી રે મારા વાલમ સાથે રમતી સાયબો શીતળ ચાંદલો રે મારો સાયબો શીતળ ચાંદલો હું ચકોરી વનરાવન ની નિરખું વાલીળા ને નેણથી સાયબો અષાઢી મેહુલો રે મારો સાયબો અષાઢી મેહુલો હું વાદળ ની વીજળી રે મારા વાલમ હારે શોભતી સાયબો મીઠો મોરલો રે મારો સાયબો મીઠો મોરલો હું ઢળકતી ઢેલડી રે મારા વાલમ હારે ગહેકતી સાયબો ઘેરો ઘુંઘટો રે મારો સાયબો ઘેરો ઘુંઘટો હું મોંઘી મરજાદ વાલીડા ના સંગમા હુતો શોભતી સાયબો લીલો વડલો રે મારો સાયબો લીલો વડલો હું શીળુડી છાંયડી રે મારો આતમ રાજા એક છે Bhajan Gazal Lyrics

Sansar ma re sadguru par utare સંસારમાં રે સદગુરુ પાર ઉતારે Bhajan lyrics in gujarati

Image
સતગુરુ પાર ઉતારે, એતો ભવના સંકટ કાપે રે. આ સંસારમાં રે, મારા સતગુરુ પાર ઉતારે પિતાને જેમ પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે કુબુદ્ધિ તૃષ્ણા દૂર કરીને, અપના રંગ ચડાવે રે..  સંસારમાં રે...... મનુષ્ય દેહ દેવતાને દુર્લભ, નહિ આવે વારે વારે ભવસાગરની ભૂલવડીમાં, શીદને ફાંફા મારે રે... સંસારમાં રે...... સતગુરુ છે દીન દયાળા, ચરણે આવ્યે ઉગારે જન્મો જન્મના પાપી જીવને, પલમાં પાર ઉતારે રે... સંસારમાં રે....... મૂરખને શુ કહેવું જાજુ, લાજ શરમ નહિ આવે રે જમડા આવીને મારે ત્યારે, હરિ હરિ સાદ પુકારે રે.… સંસારમાં રે........ ગુરુ ચરણમાં જઈ પડીને, ગુરુ ગુરુ નામ પુકારે દાસ મંગલ કહે બૂડતી બેડીને, પલમાં પાર ઉતારે રે... સંસારમાં રે......... Bhajan Gazal Lyrics

Bhiksha Dene re Maiya pingla ભિક્ષા દેને રે મૈયા પિંગળા Bhajan lyrics in gujarati

Image
ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર મૈયા પિંગળા... ભિક્ષા દે ને મૈયા પિંગળા... ભેખ રે ઉતારો રાજા ભરથરી હૈયું કરે છે પોકાર, રાજા ભરથરી ભેખ રે ઉતારો રાજા ભરથરી... કેમ રે જોવાશે ભેખ તમારો, ખાવું ઝેર કટાર...હો...ઓ.. કેસર-ચંદન છોડીને રાજા, ધર્યો કાં ભભૂત અવતાર, રાજા ભરથરી ભેખ રે ઉતારો રાજા ભરથરી... લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું, કરનારો કિરતાર...હો..ઓ.. કંચન જેવી કાયા તો રાખ થવાની, શોભે નહીં શણગાર, મૈયા પિંગળા ભિક્ષા દે ને મૈયા પિંગળા... રંગ રેલાવું રાજા મ્હેલમાં મારા, રેલાવું રંગધાર...હો...ઓ.. દયા કરી મને છોડો ના એકલી. મારગ બીચ મઝધાર, રાજા ભરથરી ભેખ રે ઉતારો રાજા ભરથરી... જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર...હો...ઓ.. અલખ નિરંજનની ધૂણી ધખાવી થાવા ભવસાગર પાર, મૈયા પિંગળા ભિક્ષા દે ને મૈયા પિંગળા... ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર, મૈયા પિંગળા ભેખ રે ઉતારો રાજા ભરથરી... ભિક્ષા દે ને મૈયા પિંગળા... Bhajan Gazal Lyrics

Ler gagan ma lagi re mane sadguru malya લેર ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા Bhajan lyrics in gujarati

Image
લેર ગગન મા લાગી રે મને સદગુરુ મળ્યા આપુ રે ત્યાગી મેતો જોયુ રે જાગી રે... મને સદગુરુ મળ્યા. ઘટડા મા જ્યોતુ હવે જાગી રે. મને સુમીરન કરતા મને સામા રે મળ્યા સંત બડા સુહાગી રે ... મને સદગુરુ મળ્યા. પુરણ કમાણી મારી સુરતા સમાણી નામ ની નોબત વાગી રે... મને સદગુરુ મળ્યા. ગલી ને બજારે સંતો હુવા અજવાળા દીન ઉગ્યો ને રૈન ભાંગી રે... મને સદગુરુ મળ્યા. ઈ રે અજવાળે મેતો અલખ ને વધાવ્યા નિરભે નિશાને રહી જાગી રે... મને સદગુરુ મળ્યા. દાસ બળદેવ ને ગુરુ સવારામ મળયા ભવ ની ભાવટ મારી ભાંગી રે... મને સદગુરુ મળ્યા. Bhajan Gazal Lyrics

ha.. maniyaro halu halu હા.... મણિયારો હલુ હલુ Lyrics in gujarati

Image
હાં........મણિયારો તે મણિયારો તે, હલુ હલુ થઈ રે વિયો રે.... મુઝા દલડાં ઉદાસીમાં હોય રે, છેલ મુઝો, વરગાણી મણિયારો, હે છેલ મુઝો, પરદેશી મણિયારો...  હાં........મણિયારો તે કળાયેલ મોરલો રે કાંઈ હું રે ઢળકતી ઢેલ રે, છેલ મુઝો, વરગાણી મણિયારો.... હાં........મણિયારો તે મહેરામણ મીઠડો કંઈ હું તો સમદરિયાની લહેર રે, હેલ મુઝો, હાલારી મણિયારો…  હાં........મણિયારો જી અષાઢી મેહુલો રે કાંઈ હું તો વાદળ કેરી વીજ રે, હેલ મુઝો, હાલારી મણિયારો… હાં........અણિયાળી રે ગોરી તારી આંખડી રે, હાં રે આંજેલ એમાં મેશ રે, હેલ મુઝો, વરણાગી મણિયારો, હેલ મુઝો, હાલારી મણિયારો...  હાં........મણિયારો તે અડાબીડ આંબલો ને, કાંઈ હું રે કોયલડીનો કંઠ રે, છેલ મુઝો, હાલારી મણિયારો, હે છેલ મુઝો, પરદેશી મણિયારો... હાં........પનિહારીનું ઢળકતું બેડલું રે કાંઈ હું રે, છલકતું એમાં નીર રે, છેલ મુઝો, વરણાગી મણિયારો, છેલ મુઝો, હાલારી મણિયારો… Bhajan Gazal Lyrics

Do din ka jag me mela re sab chala chali ka khela re દો દિન કા જગમેં મેલા રે સબ ચલતા ચલી કા ખેલા રે Bhajan lyrics in gujarati

Image
દો દિન કા જગમેં મેલા રે સબ ચલા ચલીકા ખેલા રે... કોઈ ચલા ગયા કોઈ જાવે, કોઈ ગઠરી બાંધ સિધાવે, કોઈ ખડા તૈયાર અકેલા રે... સબ ચલા ચલીકા ખેલા રે... કર પાપ કપટ છલ માયા, ધન લાખ કરોડ કમાયા, સંગ ચલે ના એક અધેલા રે... સબ ચલા ચલીકા ખેલા રે... ભાઈ માત પિતા સુત નારી, કોઈ અંત સહાયક નાહીં, ક્યું ભરતા પાપકા થેલા રે... સબ ચલા ચલીકા ખેલા રે... યહ નશ્વર સબ સંસારા, કર ભજન ઈશકા પ્યારા, કહે બ્રહ્માનંદ સુન ચેલા રે... સબ ચલા ચલીકા ખેલા રે... Bhajan Gazal Lyrics

Mari Mamta mare nahi enu mare shu re karvu મારી મમતા મરે મહીં એનું મારે શું રે કરવુ Bhajan lyrics in gujarati

Image
મારી મમતા મરે નહીં એનું મારે શું રે કરવું,  વાલીડો છે દીનનો દયાળ, મારું ચિત્ત રે ચડાવ્યું સંતો ચાકડે,  થિર નહીં થાણે રે લગાર... મમતા મરે નહી એનું મારે શું રે કરવું... જોગીના સ્વરૂપ ધરીને મેં જોયું,  પેર્યો મેં તો ભગવો રે ભેખ, એટલા જોગે રે મારું મન થિર હૈં,  જોવો મારે જોગેસરનો દેશ... મમતા મરે નહી એનું મારે શું રે કરવું... એવા રાજાનું સ્વરૂપ ધરીને મેં જોયું,  સંતો ! મારે ધનનો નહીં પાર રે એટલા ધને મારું મન થિર નો થિયું  લૂંટયો મેં સઘળો સંસાર રે.... મમતા મરે નહી એનું મારે શું રે કરવું... ગુરુ મેં તો પંડિતનું રૂપ ધરી જોઈ લીધું,  સંતો ભણ્યો વેદ ને પુરાણ રે એટલી વિદ્યાએ મારું મન થિર નો થિયું,  કીધા મેં પેટને માટે પાપ રે... મમતા મરે નહી એનું મારે શું રે કરવું... એવી છીપનું સ્વરૂપ ધરીને મેં જોયું,  કીધો મે તો મધદરિયે વાસ રે, એટલા જળે મારું મન થિર નો થિયું,  લાગી મને કાંઈ સુવાંર્તુની આશ રે... મમતા મરે નહીં એનું મારે શું રે કરવું... મારાં ચિત્ત રે ચડાવ્યા સંતો ચાકડે,  થિર નહીં થાણે રે લગાર કાજી રે મામદશાની વીનતી,  સુણો તમે સંતસુજાણ, ...

Sonalma abh kapali bhaju tune bheliyavaliસોનલમા આભ કંટાળી ભજુ તુને ભેળીયાવાળી Lyrics in gujarati

Image
એજી સોનલમાં આભ કપાળી , ભજુ તુને ભેળીયા વાળી હા ચારણના સત છુટવા લાગ્યા , પાપે કર્યો છે પેસાર એ જાગતી જોત્યુ મઢડા ટીંબે,  આઈ ઉગી પ્રભાત એ ઉગમણા ઓરડા વાળી , ભજુ તુને ભેળીયા વાળી... હા મઢડે જેદી નોતર્યા માડી , ચારણો લાખમલાખ એ રજ ઉડી તેદી ભાણઢંકાણા  સુરજ પુરે સાખ એ વિહોતર નાત ઉજાળી  ભજુ તુને ભેળીયા વાળી... હા જુનાણે ચારણ નોતર્યા માડી,  બાળ ભણે ભલી ભાત એ અજીયા બાબને કીધા અને માડી,  એજ મોટી અખીયાત એ પોતાવર પાળવા વાળી,  ભજુ તુને ભેળીયાવાળી... હા પાળીયા તે બહુ પ્રેમથી સોનલ,  કોઈ નો પાળે ‘કાગ’ એ સાદ સુણી અને ધોગ્ય ભુજાળી,  મઢડા વાળી માત એ પોતાના બીરદ સંભારી,  ભજુ તુને ભેળીયા વાળી... Bhajan Gazal Lyrics

Koi aye koi Jaye ye tamasha kya hai કોઈ આયે કોઈ જાયે યે તમાશા ક્યા હૈ lyrics in gujarati

Image
કોઈ આયે કોઈ જાયે યે તમાશા ક્યા હે સમજ મે કુછ નહીં આતા યે દુનિયા ક્યા હે પીછે રોને વાલે કો જનાજા કહેતા હસકર ઠહેરજા લૌટકર આતા હું તરસતા ક્યા હે કોઇ આયે કોઇ જાયે.... તુજે તો શોખ હે હર ચીજ ગીન ગીન કે લેને કી તેરી ગીનતી તો નહીં દૌલત કો ક્યા ગીનતા હે કોઇ આયે કોઈ જાયે.... જબ સાંસ કી ડોરી ટુટેગી સબ દોસ્ત તેરે યે બોલેગે ઈસે જલ્દી લે જાઓ ઇસ ઢેર મે રખા ક્યા હે કોઇ આયે કોઈ જાયે.... કબ્ર ચીલા કે તે કહતી હે જીજકના કૈસા રફ્તા રફ્તા સભી આજાયેગેં ડરતા કયા હૈ કોઇ આયે કોઈ જાયે.... Bhajan Gazal Lyrics

Sachu re bolo ne mara shyam re સાચું રે બોલોને મારા શ્યામ રે Bhajan lyrics in gujarati

Image
સાચું રે બોલોને મારા શ્યામ રે કાનુડા, મોરલી રે વાળા મારા કાનજી... જુઠડાં ના બોલો મારા શ્યામ રે કાનુડા, મોરલી રે વાળા મારા કાનજી... કઇં રે રાણી એ તમને ભોળવીયાને રે, વળી કઇં રે મળીતીં કામણગારી રે, મોરલી રે વાળા મારા કાનજી... સાચું રે બોલોને મારા શ્યામ રે, રાણી રે રાધાજીએ અમને ભોળવીયા ને રે, ઓલી કુબજા મળીતી કામણગારી રે, મોરલી રે વાળા મારા કાનજી... સાચું રે બોલોને મારા શ્યામ રે, તમારે કારણીયે મેં તો ઘરબાર મેલ્યા ને, વળી છોડ્યો આ સઘળો સંસાર રે, મોરલી રે વાળા મારા કાનજી... સાચું રે બોલોને મારા શ્યામ રે તમારા વિનાં મારો આતમ તલમેં રે, આવી તલખે મારી સુંદર કાયા રે, મોરલી રે વાળા મારા કાનજી... સાચું રે બોલોને મારા શ્યામ રે, મીરાંબાઇ ગાવે વાલા ગીરીધરનાં ગુણ, એવા વર તો શામળીયાને વરીયે રે. મોરલી રે વાળા મારા કાનજી... સાચું રે બોલોને મારા શ્યામ રે, Bhajan Gazal Lyrics

Sudamo ji kanuda ne keshe re bhai bandhi mari.. સુદામો જી કાનુડાને એવું કહેશે રે ભાઈબંધી મારી Bhajan lyrics in gujarati

Image
સુદામો જી કાનુડાને એવું કહે છે રે , ભાઇબંધી મારી ભૂલમાં રે જી પહેરવા નથી પોતડી ને,દળવા નથી દાણા. ઓઢ્યા વિનાના પડયાં છે ઉઘાડાં રે, બાળકો રેનાનાં ધૂળમાં રે જી સુદામોજી....... સોવા નથી સૂપડું ને જોવા જેવું છે ઝૂંપડુ, વા'લા તારે સવારે ઊઠીને,નિત ખાવા ચોળેલ ચૂરમા રે ભાઇબંધી મારી ભૂલમાં રે જી સુદામોજી....... એક રે ઘડીએ આપણે,જુદાં નોતાં પડતાં રે, આ તો જુગોજુગ ના વિતી ગયા વાણા રે, સામું ન જોયું તેં શામળા રે જી સુદામોજી....... ‘પીંગળશી’ કહે પ્રભુ, ઉઠો હવે બધી આળસ ઉડાડી, લંગોટીયા ભેરુની ખબરું લેવા રે, કરમી તું પાક્યો કુળમાં રે જી સુદામોજી....... Bhajan Gazal Lyrics

Puchho to khara ghayal ne shu thay chhe પૂછો તો ખરા ઘાયલને શું થાય છે lyrics in gujarati

Image
પૂછો તો ખરા ઘાયલને શું થાય છે પ્રેમનો અંજામ પણ આવો હશે નો'તી ખબર દિલ દઈ દિલદાર પણ છોડી જશે નો'તી ખબર આંખે આવી શમણાં કાં વિખરાય છે પૂછો તો ખરા દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું આંધીમાં અટવાયો હું મજબૂર છું કોને કહું ગુનો નથી પણ સજા મને કાં થાય છે પૂછો તો ખરા ઘાયલને શું થાય છે મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી'તી મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી'તી આશાના દીવડાં પ્રગટાવી ચરણે ફૂલો ધરતી'તી એ અણમોલાં ફૂલો કાં કરમાય છે  પૂછો તો ખરાઘાયલને શું થાય છે Bhajan Gazal Lyrics

Kutchh ma anjar ruda shaher chhe કચ્છમાં અંજાર રુડાં શહેર Bhajan lyrics in gujarati

Image
કચ્છમાં અંજાર રૂડાં શહેર છે હોજી રે .. ઇયાં જેસલના હોય રંગમોલ રાજ... હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે. સમરથ સાસુડી જોવે વાટડી હો જી રે, ઇયાં દેરીડાંના હોય ઝાઝા હેત રાજ, હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે. સરખી સૈયર લેશું સાથમાં હોજી રે.. રમશું રઢિયાળી આખી રાત રાજ... હો રાજ, હળવે હાંકો રે તમે ઘોડલાં હો જી રે. પરદેશી ખારવાની પ્રીતડી હોજી રે. પળમાં જો જો ના તૂટી જાય રાજ, હો રાજ, હળવે હાંકો રે તમે ઘોડલાં હો જી રે.. Bhajan Gazal Lyrics

Mogal Ave navrat ramva keva keva veshe મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે lyrics in gujarati

Image
મોગલ આવે રે નવરાત રમવા  માં તું કેવા કેવા વેસે,માં તું કેવા કેવા વેસે મોગલ આવે રે નવરાત રમવા  માં તું કેવા કેવા વેસે,માં તું કેવા કેવા વેસે તું સૌને દેખે માતાજી,  તુજને કોઇના દેખે મોગલ આવે... તારે હાથે હેમના કળા જળુંબે,  તારી લટુ મોકળી લાંબી માં  લટુ મોકળી લાંબી જણણણ જણણણ જાંજર જણકે,  ખણણણ ખણણણ કાંબી માં નવલાખું ભેળી માં તાળી લેસે ને ભાઇ દેશે મોગલ આવે... તારે ડગલે પગલે કંકુ જરતા,  આખો મારગ મારગ રાતો માં  આખો મારગ મારગ રાતો ચાંદનીનો ચંદરવો માથે,  લીલકોર ની રાતો માં લીલકોર ની રાતો કવિ દાદ કહે મનુબાની મોગલ,  સદા સહાય રેસે મોગલ આવે... Bhajan Gazal Lyrics

Janani ni jod sakhi nahi jade re lol જનનીની જોડ સખી નહી જડે રે લોલ lyrics in gujarati

Image
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠેરી મોરી માત જો જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ પ્રભુ ના તે પ્રેમ તણી એ પુતળી રે લોલ પણ જગ થી જુદેરી માઁ ની જાત જો જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ અમી ભરેલી માઁ ની આંખડી રે લોલ પણ વહાલ ના ભરેલા માઁ ના વેણે જો જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ હાથ ગૂંથેલ મા ના હીરના રે લોલ પણ હૈયુ હેમંત કેરી હેલ જો જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ મોંઘી આશીષ એની મલપતી રે લોલ પણ લેતા ખુટે નહી એની આણ જો જનની ની જોડ સખી નહીં જડે રે લોલ ધરતી માતા રે હશે ધૃજતી રે લોલ પણ અચળા અચૂક એક માત જો જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ ગંગા ના નીર તો વધે ઘટે રે લોલ પણ સરખો માઁ ના પ્રેમ નો પ્રવાહ જો જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ વરશે ઘડીક વ્યોમ વાદળી રે લોલ પણ માડી નો મેઘ તો બારે માસ જો જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ ચુળકતી ચંદા ની દિશે ચાંદની રે લોલ પણ માડી નો નહીં આથમે ઉજાસ જો જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ Bhajan Gazal Lyrics

Sayan meto pakdi ambaliya ni dal re સાંયા મેંતો પકડી આંબલીયા ની ડાળ રે Bhajan lyrics in gujarati

Image
સાંયા મેં તો પકડી આંબલિયાની ડાળ રે. જંગલ બીચ મેં ખડી હો જી...... સરોવર કાંઠે બેઠો એક બગલો હંસલો જાણીને કર્યો મેં સંગ રે મોઢામાં લીધેલ માછલી હો જી..... સાંયા મેં તો પકડી.....   ઊડી ગિયો હંસલો, ગાજે એની પાંખડી, બાયુ મારો પિયુડો ગિયો પરદેશ રે, કુરુકે મારી આંખડી હો જી...... સાંયા મેં તો પકડી..... બાઈ મીરાં ગૂંથે હાર, ફૂલ કેરા ગજરા, બાયું મારો શામળિયો રૂડો ભરથાર રે, બીજા રે વરની આંખડી હો જી......  સાંયા મેં તો પકડી..... બાઈ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ વ્હાલા શરણું રાખો મારા શ્યામ રે, ભજન કરીએ ભાવથી હો જી....... સાંયા મેં તો પકડી..... Bhajan Gazal Lyrics

Juthali kayarani jutha na bolo જૂઠડી કાયારાણી જૂઠા ન બોલો Bhajan lyrics in gujarati

Image
જુઠડી કાયા રાણી જુઠા ન બોલો, વઢશે તુને તારો ઘડનારો....  જુઠડી કાયારાણી જુઠા ન બોલો.... જુઠી છે કયા ને જુઠી છે માયા.... જુઠે જગત કો ભરમાયા... અંતે જીવને જાવુ એકલુ મરમ કો વીરલે પાયા રે..... જુઠડી કાયારાણી જુઠા ન બોલો.... આ જગત મા વેલા વેલા વળશુ આવી આ ભ્રમ મા ભરાણા સગા કુટુંબ ની લાલચ લાગી ત્રીયા ના બોલે બંધાણા.... જુઠડી કાયારાણી જુઠા ન બોલો.... જનમ પદારથ મોટુ પામ્યા ભજન કરી લે ગુરૂદેવના દુધ પુત ને અન ધન લક્ષ્મી એ ફળ છે તારી સેવાના.... જુઠડી કાયારાણી જુઠા ન બોલો.... આ જગત માથી અનેક નર વયા ગયા હાથી ઘોડા ના ચડનારા ઘટ ભીતર ગુણ ગાવે નથુરામ અહીયા નથી કોઈ રહેવાના.. જુઠડી કાયારાણી જુઠા ન બોલો.... Bhajan Gazal Lyrics

Nath Teri aklit Maya Tera bhed kisi ne na paya નાથ તેરી અકલીત મારા તેરા ભેદ કિસીને ના પાયા Bhajan lyrics in gujarati

Image
નાથ તેરી અકલીત માયા,  તેરા ભેદ કીસી ને ન પાયા. જો સમજા સો હુવા દીવાના,  જો મુરખ સો ડાયા. તુજસે મીલીયા સબસે બીગડા,  કૈસા રંગ જમાયા ... નાથ તેરી અકલીત માયા..... ખરે મારગે સંત સીધાવે,  જૂઠે સબ કોઈ ધાયા. નજર બંધી કા ખેલ જગત મે,  તુને ઠીક બનાયા.... નાથ તેરી અકલીત માયા..... સત ચલે વો સબ કો વેરી,  પાખંડી શીર છાયા, જ્ઞાની કી કોઈ બાત ન માને,  જુઠે મે જગ ભરમાયા.... નાથ તેરી અકલીત માયા..... સ્વર્ગ નરક ઓર દેવ લોક મે,  તુહી આપ સમાયા, તુજ બીન મુજકો તીન લોક મે,  કોઇ નજર ન આયા.... નાથ તેરી અકલીત માયા....... સબ કે ધટ મે તુહી પ્રગટ હૈ,  તેરી સબ છાયા, અનવર તેરા જુના સંગી,  ફીર મીલન કો આયા.... નાથ તેરી અકલીત માયા........ Bhajan Gazal Lyrics

Lakho salam unko Jo marke ji gaya લાખો સલામ ઉનકો જો મર કે જી ગયા Bhajan lyrics in gujarati

Image
લાખો સલામ ઉનકો હો જો મરકે જી ગયા, સતીયા અહીંસક હિંદ કા એક મહાબલી ગયા... લાખો સલામ....... શાંતિ કા સચ્ચા દુત થા શ્રી મહાત્માગાંધી, અબ તક હમારે પાસ થા પ્યારા અભી થઈ ગયા... લાખો સલામ........ અંત્યજ ઔર દરીદ્ર નારાયણ કે લીયે, રહેતા થા જો બેચેન વો દાતા સખી ગયા... લાખો સલામ......... સરદાર ઔર જવાહર કો દો ભારત કી ગોદમે, હે રામ કહતે કહતે અહિંસક જતી ગયા... લાખો સલામ......... કીસકો કહે સતાર શાહ સીને કે દર્દ હૈ, ભારત કા લાલ જામ શહિદી સા પી ગયા લાખો સલામ......... Bhajan Gazal Lyrics

Bhakti karo to harji agam bhed jano ભક્તિ કરો તો હરજી આગમ ભેદ જાણો Bhajan lyrics in gujarati

Image
ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો રે,  અને કહુંતે વચનું માં હાલો રે હાં ધરમ જૂનો છે હરજી ! નિજારપંથ આદિરે,  મોટા મુનિવર થઈને તમે મ્હાલો રે હાં... જીત રે સતીનો હરજી ! ભેદ જાણો રે હાં,  પછી નિજીયા ધરમ ઉર આણો રે હાં... મૂળ રે વચનનો હરજી ! મરમ સમજી લ્યો,  તમે સાબીત રાખજો દાણો રે હાં... જીત રે પુરૂષને મોહઝાળ નહીં વ્યાપે રે હાં,  એવી સતી નારી પર પુરૂષનેં ત્યાગે રે હાં... વિષયની રે વાસના એના અંગડામાં નાવે,  એને મોહનાં બાણ નવ લાગે રે હાં... કામનાનાં બીજને હરજી ! પેલાં બાળો રે હાં,  પછી રજ ને વીરજને સંભાળો રે હાં... કર્મ રહિત હરજી ક્રિયા રે કમાવો,  તમે ગુરુના વચન ને પાળો રે હાં... જીત રે પુરૂષ વિના જામો નહીં જામે રે હાં,  સતી વીનાનો ધરમ નહીં હાલે રે હાં... આતમાને ઓળખી ને હરજી  દેહ ભાવ મટાડો,  પછી મનડાને બાંધોને વેરાગે રે હાં... લિંગ ને રે ભંગનો હરજી ! ભાવ મટાડો રે,  એવી યોગની ક્રિયાને કમાવો રે હાં... કરમ કરશો તો હરજી  ધરમ જાશો હારી , એવા અંતરે વચન સાંભળો રે હાં... સતિયા રે થઈ ને તમે સતમાં ખેલો રે ,  એવી સતની સદા છે સવાઈ રે હાં... ...

Kathan chot chhe kal ni re કઠણ ચોટ છે કાળની રે Bhajan lyrics in gujarati

Image
કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર કંઈક રાણાને કંઈક રાજીયા,છોડી હાલ્યા સંસાર રે હેતે હરિરસ પીજીએ. ભરતા ધુમાડાને બાચકા રે, હાથ આવે ન કાંઈ, રંગ પતંગનો ઊડી જશે જેમ આકડાનુ તૂર રે હેતે હરિરસ પીજીએ. માળી વેડે ફૂલવાડીઓ રે, કળી કરે છે વિચાર  આજની ઘડી રળિયામણી, કાલે આપણે શિરઘાત રે હેતે હરિરસ પીજીએ. કોનાં છોરું ને કોનાં વાછરું રે, કોના મા ને બાપ  અંતે જાવું પ્રાણી એકલા હાંરે  પુણ્ય ને પાપ રે હેતે હરિરસ પીજીએ. દુર્લભ દેહને જાણીએ રે જાતાં લાગે ન વાર  હું  આને મારું મિથ્યા કરી રહો સ્વપ્ન જેવો સંસાર રે હેતે હરિરસ પીજીએ. દાસ ધીરો રમે રંગમાં રમે દિવસ ને રાત રે ગુરુએ મારગ દેખાડ્યો લીધો સાધુનો સંગાથ રે હેતે હરિરસ પીજીએ. Bhajan Gazal Lyrics