Janani ni jod sakhi nahi jade re lol જનનીની જોડ સખી નહી જડે રે લોલ lyrics in gujarati

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠેરી મોરી માત જો
જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ

પ્રભુ ના તે પ્રેમ તણી એ પુતળી રે લોલ
પણ જગ થી જુદેરી માઁ ની જાત જો
જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ

અમી ભરેલી માઁ ની આંખડી રે લોલ
પણ વહાલ ના ભરેલા માઁ ના વેણે જો
જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ

હાથ ગૂંથેલ મા ના હીરના રે લોલ
પણ હૈયુ હેમંત કેરી હેલ જો
જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ

મોંઘી આશીષ એની મલપતી રે લોલ
પણ લેતા ખુટે નહી એની આણ જો
જનની ની જોડ સખી નહીં જડે રે લોલ

ધરતી માતા રે હશે ધૃજતી રે લોલ
પણ અચળા અચૂક એક માત જો
જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ

ગંગા ના નીર તો વધે ઘટે રે લોલ
પણ સરખો માઁ ના પ્રેમ નો પ્રવાહ જો
જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ

વરશે ઘડીક વ્યોમ વાદળી રે લોલ
પણ માડી નો મેઘ તો બારે માસ જો
જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ

ચુળકતી ચંદા ની દિશે ચાંદની રે લોલ
પણ માડી નો નહીં આથમે ઉજાસ જો
જનની ની જોડ તો સખી નહીં જડે રે લોલ

Janani ni jod sakhi nahi jade re lol જનનીની જોડ સખી નહી જડે રે લોલ lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati