Posts

Showing posts from August, 2023

Kum Kum kera pagle madi garbe ghumva aav કુમ કુમ‌ કેરા પગલે માડી ગરબે ઘુમવા આવ Garba lyrics in gujarati

Image
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા.. ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ કે માડી ઘણી ખમ્મા.. કુમકુમ કેરા પગલે... ચાલો સહિયર જઈએ ચાંચર ચોકમાં રે લોલ દિવડો પ્રગટાવી માના ગોખમાં રે લોલ આરાસુરી માત આવ્યા આંગણે રે લોલ સામૈયું તે માનું કરીએ તોરણે રે લોલ જય ભવાની જય ભવાની બોલીયે રે લોલ વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ કે માડી ઘણી ખમ્મા.. ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ કે માડી ઘણી ખમ્મા.. કુમકુમ કેરા પગલે... ઢમ ઢમ ઢોલીડા તાલ દેજો રે લોલ ઘુમી ઘૂમી ગરબો સૌએ લેજો રે લોલ સાથિયા પૂરાવો ઘરને આંગણે રે લોલ અસવારી તે માની વાઘે શોભતી રે લોલ જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ ઘરના આંગણિયામાં આવી મંદિર તું સર્જાવ ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ કે માડી ઘણી ખમ્મા.. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા.. Bhajan Gazal Lyrics

Good morning image

Image
Bhajan Gazal Lyrics

Good morning image

Image
  Bhajan Gazal Lyrics

Mari sheriye thi kan kunvar avta re lol મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ Garba lyrics in gujarati

Image
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી બજાવતા રે લોલ. હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ ઓઢણ અંબર વીસરી રે લોલ. હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ, ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ. સાગ રે સીસમની મારી વેલડી રે લોલ નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ. મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલ અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલ મેં તો દૂધ ને સાકરનો શીરો ક્યો રે લોલ ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ મેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લો મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ મીઠી તે મોરલી વગાડતા રે લોલ Bhajan Gazal Lyrics