Kum Kum kera pagle madi garbe ghumva aav કુમ કુમ‌ કેરા પગલે માડી ગરબે ઘુમવા આવ Garba lyrics in gujarati

કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા..

ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
કુમકુમ કેરા પગલે...

ચાલો સહિયર જઈએ ચાંચર ચોકમાં રે લોલ
દિવડો પ્રગટાવી માના ગોખમાં રે લોલ
આરાસુરી માત આવ્યા આંગણે રે લોલ
સામૈયું તે માનું કરીએ તોરણે રે લોલ
જય ભવાની જય ભવાની બોલીયે રે લોલ
વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ
કે માડી ઘણી ખમ્મા..

ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
કુમકુમ કેરા પગલે...

ઢમ ઢમ ઢોલીડા તાલ દેજો રે લોલ
ઘુમી ઘૂમી ગરબો સૌએ લેજો રે લોલ
સાથિયા પૂરાવો ઘરને આંગણે રે લોલ
અસવારી તે માની વાઘે શોભતી રે લોલ
જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ
ઘરના આંગણિયામાં આવી મંદિર તું સર્જાવ
ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ
કે માડી ઘણી ખમ્મા..

કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
Kum Kum kera pagle madi garbe ghumva aav કુમ કુમ‌ કેરા પગલે માડી ગરબે ઘુમવા આવ Garba lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati