Posts

Showing posts with the label Arti lyrics

Hanumanji ni Arti હનુમાનજીની આરતી Lyrics in gujarati

Image
જય કપી બલવંતા, પ્રભુ જય કપી બલવંતા, સુરનર મુનિજન વંદિત (૨) પદરજ હનુમંતા;  પ્રભુ જય કપી બલવંતા... પૌઢ પ્રતાપ પવનસુત, ત્રિભુવન જયકારી (૨) અસુર રિપુમદગંજન, ભય સંકટહારી. પ્રભુ જય કપી બલવંતા... ભુતપિશાચ વિકટગ્રહ, પીડત નહિ જંપે (૨) હનુમંત હાકસુણીને, થર થર થર કંપે પ્રભુ જય કપી બલવંતા... રઘુવિર સહાય ઊલંઘ્યો, સાગર અતિ ભારી (૨) સીતા શોધ લે આયે, કપી લંકા જારી પ્રભુ જય કપી બલવંતા... રામચરણ રતિદાયક, શરણાગત ત્રાતા (૨) પ્રેમાનંદ કહે હનુમંત, વાંછિત વરદાતા  પ્રભુ જય કપી બલવંતા... જય કપી બલવંતા, પ્રભુ જય કપી બલવંતા, સુરનર મુનિજન વંદિત (૨) પદરજ હનુમંતા;  પ્રભુ જય કપી બલવંતા... Bhajan Gazal Lyrics

Dash avtar ni Arti દશ અવતારની આરતી lyrics in gujarati

Image
જય જાદવરાયા પ્રભુશ્રી માધવરાયા આરતી કરીએ કરુણા નંદન વ્યાપે નીજ માયા, જયદેવ જયદેવ પ્રથમે મત્સ્ય તણો અવતાર (૨) માર્ચે સંખાસુર પાપી પ્રભુ.. ચતુરાનંદન દેવ વેદ વિપ્રોને આપી, જયદેવ જયદેવ બીજે સુરને અસુર (૨) મળ્યા સાગર મથવાને કાજે પ્રભુ.... વાંસા પર ધાર્યો વીંધ્યાચળ કશ્યપ મહારાજે, જયદેવ જયદેવ ત્રીજે હીરણા કંસ બળી ભુપ (૨) ધમતો પૃથ્વીનો પાપી પ્રભુ... દાઢ ગ્રહી લાવ્યા વારાસુર ચવની સ્થીર સ્થાપી, જયદેવ જયદેવ ચોથે નરસિંહ રૂપ (૨) સ્વામી પોતાનો જાણી પ્રભુ... નખે કરી નીરહર્યા નરહર નરસૈયાના સ્વામી, જયદેવ જયદેવ પાંચમે અતી બળીયો બળદેવ (૨) જેથી સુપપતીઓ કંપે પભુ..… વામન રૂપ ધર્યો મહારાજે બલી પાતાળે ચાંપ્યો, જયદેવ જયદેવ છકે પરસુરામ તણો અવતાર (૨) ફરસી હાથોમાં ઝાલી પ્રભુ.... સહસ્ત્ર અર્જુન માર્યો પૃથ્વી નક્ષત્રી કીધી, જયદેવ જયદેવ સાતમે રધુવંશી અવતાર (૨) આનંદ કૌશલ્યા પામ્યા પ્રભુ.… પંચવટીમાં વસીયા રાઘવ સીતાના સ્વામી, જયદેવ જયદેવ આઠમે કૃષ્ણ તણો અવતાર (૨) કૃષ્ણે ગોકુળ ગવચારી પ્રભુ... રાખ્યા ગોપી ગોવાળ ગોવર્ધનધારી, જયદેવ જગદેવ નવમે બુધ્ધ તણો અવતાર (૨) ભાર પૃથ્વી પર વાર્યો પ્રભુ... ધ્યાન ધરી બેઠા ધરણીધર જુગ જગલ સ્...

Anand Mangal Karu artiઆનંદ મંગલ કરું આરતી Arti lyrics

Image
આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી,  હરિ ગુરૂ સંતની સેવા આનંદ મંગલ કરું....... પ્રેમ ધરીને મંદીરીયે પધારો,  સુંદીર સુખડા લેવા આનંદ મંગલ કરું....... જેને આંગણ તુલસીનો ક્યારો,  શાલીગ્રામની સેવા આનંદ મંગલ કરું...... સંત મળે જો મહાસુખદાયી,  ગુરૂજી મળે તો મીઠા મેવા આનંદ મંગલ કરું...... અડસઠ તિરથ સંતોના ચરણે,  ગંગા, યમુના, રેવા આનંદ મંગલ કરું...... કહે "પ્રિતમ" ઓળખોને એંધાણી,  હરિના જન હરિ જેવા આનંદ મંગલ કરું....... Bhajan Gazal Lyrics