Hanumanji ni Arti હનુમાનજીની આરતી Lyrics in gujarati
જય કપી બલવંતા, પ્રભુ જય કપી બલવંતા,
સુરનર મુનિજન વંદિત (૨) પદરજ હનુમંતા;
પ્રભુ જય કપી બલવંતા...
પૌઢ પ્રતાપ પવનસુત, ત્રિભુવન જયકારી (૨)
અસુર રિપુમદગંજન, ભય સંકટહારી.
પ્રભુ જય કપી બલવંતા...
ભુતપિશાચ વિકટગ્રહ, પીડત નહિ જંપે (૨)
હનુમંત હાકસુણીને, થર થર થર કંપે
પ્રભુ જય કપી બલવંતા...
રઘુવિર સહાય ઊલંઘ્યો, સાગર અતિ ભારી (૨)
સીતા શોધ લે આયે, કપી લંકા જારી
પ્રભુ જય કપી બલવંતા...
રામચરણ રતિદાયક, શરણાગત ત્રાતા (૨)
પ્રેમાનંદ કહે હનુમંત, વાંછિત વરદાતા
પ્રભુ જય કપી બલવંતા...
જય કપી બલવંતા, પ્રભુ જય કપી બલવંતા,
સુરનર મુનિજન વંદિત (૨) પદરજ હનુમંતા;
પ્રભુ જય કપી બલવંતા...
Comments
Post a Comment