Posts

Showing posts from June, 2023

Ganpati dada no thal ગણપતિદાદાનો થાળ Lyrics in gujarati

Image
જમવાં આવોને ગજાનંદ રે મારાં પ્રેમની થાળી.(૨) મેં તો રસોઇ મારાં હાથે બનાવી ..(૨) પ્રેમે જમાડું ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી ભાતરે ભાતનાં ભોજન બનાવ્યા ..(૨) વિધવિધનાં પકવાન રે ...મારાં પ્રેમની થાળી જળ રે જમનાની મેં તો, જાળી ભરી લાવી ..(૨) આચમન કરોને ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી લવિંગ સોપારીને પાનનાં બિલડાં ...(૨) મુખવાસ કરોને ગજાનંદ રે...મારા પ્રેમની થાળી અંતરનું આસન આપું અલબેલાં ..(૨) બાલકનાં જીવન પ્રાણ રે મારાં પ્રેમની થાળી રિધ્ધી સિધ્ધીનાં સ્વામી ગજાનંદ ..(૨) એ તમપર જાવ બલિહાર રે ...મારાં પ્રેમની થાળી Bhajan Gazal Lyrics

Hanumanji ni Arti હનુમાનજીની આરતી Lyrics in gujarati

Image
જય કપી બલવંતા, પ્રભુ જય કપી બલવંતા, સુરનર મુનિજન વંદિત (૨) પદરજ હનુમંતા;  પ્રભુ જય કપી બલવંતા... પૌઢ પ્રતાપ પવનસુત, ત્રિભુવન જયકારી (૨) અસુર રિપુમદગંજન, ભય સંકટહારી. પ્રભુ જય કપી બલવંતા... ભુતપિશાચ વિકટગ્રહ, પીડત નહિ જંપે (૨) હનુમંત હાકસુણીને, થર થર થર કંપે પ્રભુ જય કપી બલવંતા... રઘુવિર સહાય ઊલંઘ્યો, સાગર અતિ ભારી (૨) સીતા શોધ લે આયે, કપી લંકા જારી પ્રભુ જય કપી બલવંતા... રામચરણ રતિદાયક, શરણાગત ત્રાતા (૨) પ્રેમાનંદ કહે હનુમંત, વાંછિત વરદાતા  પ્રભુ જય કપી બલવંતા... જય કપી બલવંતા, પ્રભુ જય કપી બલવંતા, સુરનર મુનિજન વંદિત (૨) પદરજ હનુમંતા;  પ્રભુ જય કપી બલવંતા... Bhajan Gazal Lyrics

Achutam keshavam krushn damodarm અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમDhun lyrics in gujarati

Image
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ કૌન કહેતે હૈ ભગવાન આતે નહી તુમ મીરાકે જૈસે બુલાતે નહી કૌન કહેતે હૈ ભગવાન ખાતે નહી બેર શબરીકે જૈસે ખીલાતે નહી કૌન કહેતે હૈ ભગવાન સોતે નહી મા યશોદાકી જૈસે સુલાતે નહી કૌન કહેતે હૈ ભગવાન નાચતે નહી ગોપીયોંકી તરહા તુમ નચાતે નહીં Bhajan Gazal Lyrics

Hanuman chalisa हनुमान चालीसा Lyrics in hindi

Image
दोहा: श्रीगुरु चरन सरोज रज, निज मनु मुकुरु सुधारि। बरनऊं रघुबर बिमल जसु, जो दायकु फल चारि।।  बुद्धिहीन तनु जानिके, सुमिरौं पवन-कुमार। बल बुद्धि बिद्या देहु मोहिं, हरहु कलेस बिकार।।   चौपाई: जय हनुमान ज्ञान गुन सागर जय कपीस तिहुँ लोक उजागर || राम दूत अतुलित बल धामा अंजनि पुत्र पवनसुत नामा॥ महाबीर बिक्रम बजरंगी कुमति निवार सुमति के संगी॥ कंचन बरन बिराज सुबेसा कानन कुंडल कुँचित केसा ॥ हाथ बज्र औ ध्वजा बिराजे काँधे मूँज जनेऊ साजे॥ शंकर सुवन केसरी नंदन तेज प्रताप महा जगवंदन ॥ विद्यावान गुनी अति चातुर राम काज करिबे को आतुर ॥ प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया || सूक्ष्म रूप धरि सियहि दिखावा बिकट रूप धरि लंक जरावा ॥ भीम रूप धरि असुर सँहारे रामचंद्र के काज सँवारे ॥ लाय संजीवन लखन जियाए श्रीरघुबीर हरषि उर लाए || रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरतहि सम भाई ॥ सहस बदन तुम्हरो जस गावै अस कहि श्रीपति कंठ लगावै ॥ सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहीसा ॥ जम कुबेर दिगपाल जहाँ ते कवि कोबिद कहि सके कहाँ ते ॥ तुम उपकार सुग्रीवहिं कीन्हा राम मिलाय राज पद दीन्हा |...

Dikro maro ladakvayo devno didhel chheદીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે Gazal yrics in gujarati

Image
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો..... રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર, કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર, આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે. દીકરો મારો લાડકવાયો..... કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર, છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર, સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે. દીકરો મારો લાડકવાયો..... ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત, લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત, આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે. દીકરો મારો લાકડવાયો..... હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ, શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક, રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે. દીકરો મારો લાડકવાયો..... દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો..... Bhajan Gazal Lyrics

Hu tane puchhu mari beni re sohagan tu Mane kahi re batav હું તને પૂછું મારી બેની રે સોહાગણ તું મને કહી રે બતાવ Bhajan lyrics in gujarati

Image
હું તને પૂછું મારી બેની રે સોહાગણ    તું મને કહી રે બતાવ રે હા કીયા રે મલકના વીરા તમે છો વટાવડા કીયા રે મલક તમે જાવો રે હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી....... ઓતરા તે ખંડમાં, અયોધ્યા રે નગરી બેની બડે બડે શહેર તો ગંભીર રે હા ઉનકે તો ભૂપ કી મતિ રે કુમત ભ‌યી અમે વસીયે સરીયુને તીર રે  હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી....... સગી રે સાસુજી ની શોક રે સુહાગણ વચન માગ્યું પીયા પાસ રે હા ઉનકે પુતર કા તો બેની રાજતિલક ભયો હૈ હમકો દીયો વનવાસ રે હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી....... ઈતના સુન કે ભયી દિલગીરી સજની નૈનુમાંથી ખન થયા નીર રે હા આજનો દિવસ બેની મારા મંદિરીયે પધારો તુમ સંગ દોનોં મારા વીર રે  હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી....... તમારા રોક્યા અમે નહીં રહીએ સજની હે તુમ મુખ અમીરસ હોય રે હા અમે પરદેશી બેની પંથતઆ ચલત હે અમે વસીયે વૈરાગીને દેશ રે હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી....... દોનુ રે વીરની શોભા રે ઘણેરી સજની હે શોભા વર્ણવી ન જાય રે હા કીયા કીયા રંગ બેની દેવરીયો તમારો કોણ રે તમારો છે ભરથાર રે  હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી....... કદમ કેરી કંઠ માળ ...

Valo ji kare chhe vatu re sacha ni sangathe વાલોજી કરે છે વાતુ રે સાચાની સંગાથે Bhajan lyrics in gujarati

Image
વાલોજી કરે છે વાતુ રે સાચાની સંગાથે  સાચાની સંગાથે.... પ્રગટ છે પીરાનુ ખાતુ , એ જહાજ દરીયેથી રાખ્યું જાતુ  પણ આમા ભાગ્ય હીણાથી નથી ભળાતુ રે. સાચાની સંગાથે............ પ્રથમ તો ધર્મને ધાતુ , એ ધડ ઉપરથી ઉતારીદે માથુ  પણ થાકેલ થી નથી હેરાતુ રે.  સાચાની સંગાથે.……...…..… નકળંગ છે નિજારી ખાતુ,  જોવુ હોયતો રણુજે જાતુ  ત્યા મળે છે મુક્તિની દાતુ રે.  સાચાની સંગાથે.......…... બળવથી છોડી દે બાથુ,  ચરણે સાહેબને થાતુ  દાસ સવો કહે મુખે કહીશ હા તુ રે. સાચાની સંગાથે............. વાલોજી કરે છે વાતુ રે સાચાની સંગાથે  સાચાની સંગાથે.... Bhajan Gazal Lyrics

Itni shakti hame Dena data man ka vishwas kamjor ho na ઇતની શક્તિ હમે દેના દાતા મન કા વિશ્વાસ કમજોર હો ના Lyrics in gujarati

Image
ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના. હમ ચલે નેક રસ્તે પે હમસે,  ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના. દુર અજ્ઞાન કે હો અંધેરે, તું હમેં જ્ઞાન કી રોશની દે, હર બુરાઈ સે બચતે રહે હમ, જીતની ભી દે ભલી જિંદગી દે. બૈર ના હો કિસીકા કિસીસે, ભાવના બદલેકી મનમેં હોના. યે ના સોચે હમેં ક્યાં મિલા હૈ , હમ યે સોચે કિયા ક્યાં હૈ અર્પણ, ફૂલ ખુસી ઓ કે બાંટે સભીકો,  સબકા જીવન હી બન જાયે મધુબન અપની કરુણા ક જલ તું બહાકે  કર દે પવન હરેક મનકા કોના . ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના. હમ ચલે નેક રસ્તે પે હમસે,  ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના. Bhajan Gazal Lyrics

Khamma mara nandji na lal morli kyare vagadi ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી Lyrics in gujarati

Image
ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યાં રે વગાડી. હું તો સુતીતી મારા શયન ભવનમાં સાંભળ્યો મેં મોરલીનો સાદ મોરલી ક્યાં રે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ...... ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી ભૂલી ગઇ હું તો ભાન સાન મોરલી ક્યાં રે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ...... પાણીડાંની મશે જીવણ જોવાને હાલી દીઠા મેં નંદજીના લાલ મોરલી ક્યાં રે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ...... દોણું લઇને ગૌ દોહવાને બેઠી નેતરાં લીધા મે હાથ મોરલી ક્યાં રે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ....... વાછરું વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં તાણીને બાંધ્યાં છે હાથ મોરલી ક્યાં રે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ........ Bhajan Gazal Lyrics

Ame mahiyara re goukal gam na અમે મહિયારા રે ગોકુળ ગામનાં lyrics in gujarati

Image
અમે મહિયારા રે... ગોકુળ ગામનાં મારે મહિ વેચવાને જાવા મહિયારા રે...  ગોકુળ ગામનાં મથુરાની વાટ મહિ વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી હે… મારે દાણ દેવા, નઇ લેવા, મહિયારા રે...  ગોકુળ ગામનાં યમુનાને તીર વ્હાલો વાંસળી વગાડતો ભુલાવી ભાન સાન ઉંઘથી જગાડતો હે મારે જાગી જોવું ને જાવું મહિયારા રે...  ગોકુળ ગામનાં માવડી જશોદાજી કાનજીને વાળો દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો હે… મારે દુ:ખ સહેવા, નઇ કહેવા, મહિયારા રે... ગોકુળ ગામનાં નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી નિર્મળ હૈયાની વાત કહેવા, મહિયારા રે...  ગોકુળ ગામનાં Bhajan Gazal Lyrics

Sat na dhingane Santo pachha nahi pade સતના ધીંગાણે સંતો પાછા નહીં પડે Bhajan lyrics in gujarati

Image
સત ના ધીંગાણે સંતો,પાછા નહી પડે પાછા નહી પડે, ડગલા પાછા નહી ભરે સતના ધીંગાણે સંતો.... કુવે પડતી રોકી જેને, આયવું કલંક માથે એને નારી ને જીવાડી મુળદાસ ગધેડે ચડે... સત ના ધીંગાણે સંતો... ખાવંદ જમાડવા ખાતે, કીધી ચોરી માજમ રાતે સવાર માં શરીર એના સુળી એ ચડે... સત ના ધીંગાણે સંતો... રણ ચડીયા સતને માટે, આવી આફત સુધનવા માથે સતના કાજે ઈ તો તાતા તેલમા બળે... સત ના ધીંગાણે સંતો... સંત શિવપુરી સાચા, આપી એણે અમર વાચા પ્રેમથી સામંત એના પાંવ પકડે... સત ના ધીંગાણે સંતો... Bhajan Gazal Lyrics

Van ma re mahadev no chelo shankhalo vagade વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે Lyrics in gujarati

Image
વનમાં રે મહાદેવજી ને વનમાં રે પાર્વતી(૨) વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે શંખલાની નાત રે જોવા જાયેં, મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો ઉતારા મંગાવે(૨) વનમાં રે ઉતારા ક્યાંથી  મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો.......... વનમાં રે મહાદેવનો ચેલો દાંતણ મંગાવે(૨) વનમાં રે દાંતણિયા ક્યાંથી  મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો.......... વનમાં રે મહાદેવનો ચેલો નાવણ મંગાવે(૨) વનમાં રે નાવણિયા ક્યાંથી  મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો.......... વનમાં રે મહાદેવનો ચેલો ભોજન મંગાવે(૨) વનમાં રે ભોજનિયા  ક્યાંથી  મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો.......... વનમાં રે મહાદેવનો ચેલો મુખવાસ મંગાવે(૨) વનમાં રે મુખવાસ લાવું  ક્યાંથી  મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો.......... વનમાં રે મહાદેવનો ચેલો પોઢણ મંગાવે(૨) વનમાં રે પોઢણિયા  ક્યાંથી  મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો.......... વનમાં રે મહાદેવજી ને વનમાં રે પાર્વતી(૨) વનમાં રે મહાદેવનો ચેલો ...

Duniya bole ene bolva daiye apne ram bhajan ma rahiye દુનિયા બોલે એને બોલવા દ‌ઈએ આપણે રામ ભજનમાં રહીએ

Image
દુનિયા બોલે એને બોલવા દ‌ઈએ આપણે રામ ભજનમાં રહીએ કોયલને કાગડો એકજ રંગના એમાં કોયલ કોને કહીએ કોયલપણું જો જાણવું રે હોય તો મીઠા બોલા થ‌ઈએ  આપણે રામ ભજનમાં રહીએ.... હંસલોને બગલો એકજ રંગના એમાં હંસલો કોને કહીએ હંસપણુ જો જાણવું રે હોય તો ચારો ઓળખી લ‌ઈએ આપણે રામ ભજનમાં રહીએ હીરલોને કાચ બે એક જ સરખા એમાં હીરલો કોને કહીએ હીરાપણુ જો જાણવું રે હોયતો ઘણના ઘા સહી લ‌ઈએ આપણે રામ ભજનમાં રહીએ જગત ભગત બે એક જ સરખા  એમાં ભગત કોને કહીએ ભગતપણું જો જાણવું રે હોય તો મેણાં જગતના સહી લ‌ઈએ આપણે રામ ભજનમાં રહીએ બાઈ મીરા ગાવે પ્રભુ ગિરિધરના ગુણ ચરણ કમળ ચિત્ત દ‌ઈએ ચરણપણું જો જાણવું રે હોય તો સદગુરુ સેવી લ‌ઈએ આપણે રામ ભજનમાં રહીએ Bhajan Gazal Lyrics

Sitaji puchhe re ramchandra rayne re સીતાજી પૂછે રે રામચંદ્ર રાયને રે Bhajan lyrics in gujarati

Image
સીતાજી પુછેરે રામચંદ્ર રાયને રે, કરો તમે વડા ધરમની વાતરે હા.. અંતરના પડદારે સ્વામી તમે અળગા કરો રે, જેવી તેવી તોય તમારા ઘરની નાર રે હા... સીતાજી પુછેરે... ચાંદો ને સુરજ રે દોનો નોતા રે, નોતા નોતા ધરણી ને આકાશ રે હા... સીતાજી પુછેરે... એવા પાત્ર રે છોટાને વસ્તુ ઘણી મોટીયુ રે, એને ઠામ વિના કેમ દેવાય રે હા... સીતાજી પુછેરે... લક્ષમણજી ને કાચો પારો જાણજો રે, એને કોઈ હરીજન વિરલા જાણે રે હા... સીતાજી પુછેરે... જેદી અમે રે થાશુ દ્વારીકાના રાજવી રે, લક્ષમણ ધરશે યાદવકુળમા અવતાર રે હા... સીતાજી પુછેરે... તેદી તમે રે થાશો રાણી રુક્ષમણી રે, તેદી કરશુ વડા ધરમની વાત રે હા... સીતાજી પુછેરે... પશ્ચિમ ધરામા પીર મુજા પ્રગટ્યા રે, હુવો હુવો અજમલ ઘેર અવતાર રે હા... સીતાજી પુછેરે... બાળનાથ ચરણે સિધ્ધ રામદેવજી આવુ બોલીયા રે, દેજો અમને તમારા ચરણે વાસ રે હા... Bhajan Gazal Lyrics

Tu shabdo ka das re jogi तु शब्दों का दास रे जोगी Bhajan lyrics in Hindi

Image
तू शब्दों का दास रे जोगी तेरा क्या विश्वास रे जोगी। तू शब्दों का दास रे जोगी । राम नहीं तू बन पायेगा, क्यूं लेता वनवास रे जोगी ॥ तू शब्दों का दास रे जोगी...... ये सांसों का बन्दी जीवन, इसको आया रास रे जोगी ॥ तू शब्दों का दास रे जोगी........ देखना इतना ऊपर जाओ, ऊँचा है आकाश रे जोगी । तू शब्दों का दास रे जोगी........ एक दिन विष का प्याला पीजा, फिर ना लगेगी प्यास रे जोगी । तू शब्दों का दास रे जोगी........ भर आई थी मन की आँखें, बह रही हर एक आस रे जोगी ॥ तू शब्दों का दास रे जोगी......... Bhajan Gazal Lyrics

Man fula fula fire jagat me kaisa nata re मन बुला बुला फिरे जगत में केसा नाता रे Bhajan lyrics in Hindi

Image
मन फूला फूला फिरे, जगत में कैसा नाता रे।। माता कहे यह पुत्र हमारा, बहन कहे बीर मेरा, भाई कहे यह भुजा हमारी, नारी कहे नर मेरा, जगत में कैसा नाता रे।। पेट पकड़ के माता रोवे, बांह पकड़ के भाई, लपट झपट के तिरिया रोवे, हंस अकेला जाए, जगत में कैसा नाता रे।। चार जणा मिल गजी बनाई, चढ़ा काठ की घोड़ी, चार कोने आग लगाई, फूंक दियो जस होटी, जगत में कैसा नाता रे।। हाड़ जले जस लाकड़ी रे, केश जले जस घास, सोना जैसी काया जल गई, कोइ न आयो पास, जगत में कैसा नाता रे।। घर की तिरिया ढूंढन लागी, ढुंडी फिरि चहु देशा, कहत कबीर सुनो भई साधो, छोड़ो जगत की आशा, जगत में कैसा नाता रे।। जब तक जीवे माता रोवे, बहन रोवे दस मासा, तेरह दिन तक तिरिया रोवे, फेर करे घर वासा, जगत में कैसा नाता रे।। मन फूला फूला फिरे, जगत में कैसा नाता रे।। Bhajan Gazal Lyrics

Dash avtar ni Arti દશ અવતારની આરતી lyrics in gujarati

Image
જય જાદવરાયા પ્રભુશ્રી માધવરાયા આરતી કરીએ કરુણા નંદન વ્યાપે નીજ માયા, જયદેવ જયદેવ પ્રથમે મત્સ્ય તણો અવતાર (૨) માર્ચે સંખાસુર પાપી પ્રભુ.. ચતુરાનંદન દેવ વેદ વિપ્રોને આપી, જયદેવ જયદેવ બીજે સુરને અસુર (૨) મળ્યા સાગર મથવાને કાજે પ્રભુ.... વાંસા પર ધાર્યો વીંધ્યાચળ કશ્યપ મહારાજે, જયદેવ જયદેવ ત્રીજે હીરણા કંસ બળી ભુપ (૨) ધમતો પૃથ્વીનો પાપી પ્રભુ... દાઢ ગ્રહી લાવ્યા વારાસુર ચવની સ્થીર સ્થાપી, જયદેવ જયદેવ ચોથે નરસિંહ રૂપ (૨) સ્વામી પોતાનો જાણી પ્રભુ... નખે કરી નીરહર્યા નરહર નરસૈયાના સ્વામી, જયદેવ જયદેવ પાંચમે અતી બળીયો બળદેવ (૨) જેથી સુપપતીઓ કંપે પભુ..… વામન રૂપ ધર્યો મહારાજે બલી પાતાળે ચાંપ્યો, જયદેવ જયદેવ છકે પરસુરામ તણો અવતાર (૨) ફરસી હાથોમાં ઝાલી પ્રભુ.... સહસ્ત્ર અર્જુન માર્યો પૃથ્વી નક્ષત્રી કીધી, જયદેવ જયદેવ સાતમે રધુવંશી અવતાર (૨) આનંદ કૌશલ્યા પામ્યા પ્રભુ.… પંચવટીમાં વસીયા રાઘવ સીતાના સ્વામી, જયદેવ જયદેવ આઠમે કૃષ્ણ તણો અવતાર (૨) કૃષ્ણે ગોકુળ ગવચારી પ્રભુ... રાખ્યા ગોપી ગોવાળ ગોવર્ધનધારી, જયદેવ જગદેવ નવમે બુધ્ધ તણો અવતાર (૨) ભાર પૃથ્વી પર વાર્યો પ્રભુ... ધ્યાન ધરી બેઠા ધરણીધર જુગ જગલ સ્...

Mane kahe ko visaro Raja bharathari re મને કાંહે કો વિસારો રાજા ભરથરી રે Bhajan lyrics in gujarati

Image
મને કાંહે કો વિસારો રાજા ભરથરી માની લેને હિંદવાના જોને રાજા રે આવુ હૈયે રે વિસારો રાજા ભરથરી..... એવા તોરણીયે ચઢતાં તોરણ નવ ટુટીયાં રે નવ લાગી માંડવળા માં આગ રે તારી માતા ને પથ્થરો ના જનમીયો રે રેત અમે બાળ રે કુંવારા રે મને કાંહે કો વિસારો રાજા ભરથરી...... એવું બાળુ રે જોશીડા તારુ આ ટીપણું રે બાળુ તારી જનોયુ ના ત્રાગા રે એવાં અવળા રે લગનીયે અમને પરણાવીયાં લખ્યા મારા અવળા જોને લેખ રે મને કાંહે કો વિસારો રાજા ભરથરી...... એવો બુરો રે રંડાપો બાળાપણ તણો એવી વાણી કેમ જપે જાવે રે એવા મછંદર પ્રતાપે ગોરક્ષ બોલ્યા રે દેજો અમને સંતો ના ચરણે વાસ રે મને કાંહે કો વિસારો રાજા ભરથરી...... Bhajan Gazal Lyrics

Bhajan ek satyanam nu kariye re ભજન એક સત્યનામનું કરીએ રે Bhajan lyrics in gujarati

Image
ભજન એક સત્યનામનું કરીએ રે ભજન એક સત્યનામનું કરીએ રે ભાવેથી ભવસાગર તરીએ રે (૨)           ભજન એક સત્યનામનું કરીએ રે.... સંસાર સુખ વાદળાની છાંયા રે (૨) એમાં તને શેની લાગી માયા રે તારી અમર નથી કાયા રે (૨)             ભજન એક સત્યનામનું કરીએ રે.... ભેળું કર્યું પડ્યું રેહશે નાણું રે (૨) ભોજનિયાનું પડ્યું રેહશે ભાણું રે ઓચિંતાનુ આવી જાશે ટાણું  રે (૨)              ભજન એક સત્યનામનું કરીએ રે.... કે માત તાત બેની બનેવી નારી (૨) સંગાથે કોઈ ન આવે તારી કે જમડા લ‌ઈ જાશે મારી રે (૨)               ભજન એક સત્યનામનું કરીએ રે.... શિખામણ માની લેજો છેલ્લી રે (૨) પ્રભુજી વિના નથી કોઈ બેલી રે કે મનમાંથી હું પદ દીયો મેલી રે (૨)               ભજન એક સત્યનામનું કરીએ રે.... Bhajan Gazal Lyrics

Sacha re Santo ni mathe bhakti kera mod સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોડ Bhajan lyrics in gujarati

Image
એવા સાચા રે સંતો ને માથે ભક્તિ કેરા મોડ ...  એવા સાચા રે સાચા નિરખતા નૈના હરખે,  મટી જાય મનની દોડા દોડ, નિર્મળ મન થી નિરખી ને જોયુ,  કઈ ખોટી મળે નહિં ખોટ ...  એવા સાચા રે સાચા નિંદા પરાઈ નઠારી લાગે,  સમરે શ્રી રણછોડ, એવા હરીજન અલખ ને પ્યારા,  જેની માથે ભક્તિ ના મોડ ...  એવા સાચા રે સાચા દોષ પોતાનો પ્રગટ કરી ને , કરે હાથોની જોડ, દગો ને પ્રપંચ દીલ માં ન રાખે,  ભલે ગુના હોય લાખને કરોડ ...  એવા સાચા રે સાચા ધર્મ ની સાટે ધરવું હોય માથું,  આવે દોડા દોડ, આવા હરીજન અવની મા ઓછા, બીજા લાખને કરોડ ...  એવા સાચા રે સાચા જુગ જુગ જોડી અમર રાખો,  સાહેબ કાંડું નવ છોડ, ભેળી સમાધિ ભજન તમારું, કીરતાર પુરજો કોડ ... એવા સાચા રે સાચા દાસી ઝબુ પીર રામા ની દરગાહ મા, કરે હાથનીજોડ, ભવબંધન થી છોડાવો ગુરુજી,  કિરતાર કાંડું ન છોડ ... એવા સાચા રે સાચા એવા સાચા રે સંતો ને માથે ભક્તિ કેરા મોડ ... Bhajan Gazal Lyrics