Van ma re mahadev no chelo shankhalo vagade વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે Lyrics in gujarati

વનમાં રે મહાદેવજી ને વનમાં રે પાર્વતી(૨)
વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
શંખલાની નાત રે જોવા જાયેં,
મહાદેવને મેળે હાલોને પારવતી

વનમાં રે મહાદેવનો ચેલો ઉતારા મંગાવે(૨)
વનમાં રે ઉતારા ક્યાંથી 
મહાદેવને મેળે હાલોને પારવતી
વનમાં રે મહાદેવનો ચેલો..........

વનમાં રે મહાદેવનો ચેલો દાંતણ મંગાવે(૨)
વનમાં રે દાંતણિયા ક્યાંથી 
મહાદેવને મેળે હાલોને પારવતી
વનમાં રે મહાદેવનો ચેલો..........

વનમાં રે મહાદેવનો ચેલો નાવણ મંગાવે(૨)
વનમાં રે નાવણિયા ક્યાંથી 
મહાદેવને મેળે હાલોને પારવતી
વનમાં રે મહાદેવનો ચેલો..........

વનમાં રે મહાદેવનો ચેલો ભોજન મંગાવે(૨)
વનમાં રે ભોજનિયા  ક્યાંથી 
મહાદેવને મેળે હાલોને પારવતી
વનમાં રે મહાદેવનો ચેલો..........

વનમાં રે મહાદેવનો ચેલો મુખવાસ મંગાવે(૨)
વનમાં રે મુખવાસ લાવું  ક્યાંથી 
મહાદેવને મેળે હાલોને પારવતી
વનમાં રે મહાદેવનો ચેલો..........

વનમાં રે મહાદેવનો ચેલો પોઢણ મંગાવે(૨)
વનમાં રે પોઢણિયા  ક્યાંથી 
મહાદેવને મેળે હાલોને પારવતી
વનમાં રે મહાદેવનો ચેલો..........

વનમાં રે મહાદેવજી ને વનમાં રે પાર્વતી(૨)
વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે
શંખલાનો રાગ તો મીઠો લાગે
મહાદેવને મેળે હાલોને પારવતી
Van ma re mahadev no chelo shankhalo vagade વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે Lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati