Mane kahe ko visaro Raja bharathari re મને કાંહે કો વિસારો રાજા ભરથરી રે Bhajan lyrics in gujarati
મને કાંહે કો વિસારો રાજા ભરથરી
માની લેને હિંદવાના જોને રાજા રે
આવુ હૈયે રે વિસારો રાજા ભરથરી.....
એવા તોરણીયે ચઢતાં તોરણ નવ ટુટીયાં રે
નવ લાગી માંડવળા માં આગ રે
તારી માતા ને પથ્થરો ના જનમીયો રે
રેત અમે બાળ રે કુંવારા રે
મને કાંહે કો વિસારો રાજા ભરથરી......
એવું બાળુ રે જોશીડા તારુ આ ટીપણું રે
બાળુ તારી જનોયુ ના ત્રાગા રે
એવાં અવળા રે લગનીયે અમને પરણાવીયાં
લખ્યા મારા અવળા જોને લેખ રે
મને કાંહે કો વિસારો રાજા ભરથરી......
એવો બુરો રે રંડાપો બાળાપણ તણો
એવી વાણી કેમ જપે જાવે રે
એવા મછંદર પ્રતાપે ગોરક્ષ બોલ્યા રે
દેજો અમને સંતો ના ચરણે વાસ રે
મને કાંહે કો વિસારો રાજા ભરથરી......
Comments
Post a Comment