Duniya bole ene bolva daiye apne ram bhajan ma rahiye દુનિયા બોલે એને બોલવા દઈએ આપણે રામ ભજનમાં રહીએ
દુનિયા બોલે એને બોલવા દઈએ
આપણે રામ ભજનમાં રહીએ
કોયલને કાગડો એકજ રંગના
એમાં કોયલ કોને કહીએ
કોયલપણું જો જાણવું રે હોય તો
મીઠા બોલા થઈએ
આપણે રામ ભજનમાં રહીએ....
હંસલોને બગલો એકજ રંગના
એમાં હંસલો કોને કહીએ
હંસપણુ જો જાણવું રે હોય તો
ચારો ઓળખી લઈએ
આપણે રામ ભજનમાં રહીએ
હીરલોને કાચ બે એક જ સરખા
એમાં હીરલો કોને કહીએ
હીરાપણુ જો જાણવું રે હોયતો
ઘણના ઘા સહી લઈએ
આપણે રામ ભજનમાં રહીએ
જગત ભગત બે એક જ સરખા
એમાં ભગત કોને કહીએ
ભગતપણું જો જાણવું રે હોય તો
મેણાં જગતના સહી લઈએ
આપણે રામ ભજનમાં રહીએ
બાઈ મીરા ગાવે પ્રભુ ગિરિધરના ગુણ
ચરણ કમળ ચિત્ત દઈએ
ચરણપણું જો જાણવું રે હોય તો
સદગુરુ સેવી લઈએ
આપણે રામ ભજનમાં રહીએ
Comments
Post a Comment