Sacha re Santo ni mathe bhakti kera mod સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોડ Bhajan lyrics in gujarati

એવા સાચા રે સંતો ને માથે ભક્તિ કેરા મોડ ... 
એવા સાચા રે સાચા

નિરખતા નૈના હરખે, 
મટી જાય મનની દોડા દોડ,
નિર્મળ મન થી નિરખી ને જોયુ, 
કઈ ખોટી મળે નહિં ખોટ ... 
એવા સાચા રે સાચા

નિંદા પરાઈ નઠારી લાગે,
 સમરે શ્રી રણછોડ,
એવા હરીજન અલખ ને પ્યારા,
 જેની માથે ભક્તિ ના મોડ ... 
એવા સાચા રે સાચા

દોષ પોતાનો પ્રગટ કરી ને ,
કરે હાથોની જોડ,
દગો ને પ્રપંચ દીલ માં ન રાખે,
 ભલે ગુના હોય લાખને કરોડ ... 
એવા સાચા રે સાચા

ધર્મ ની સાટે ધરવું હોય માથું, 
આવે દોડા દોડ,
આવા હરીજન અવની મા ઓછા,
બીજા લાખને કરોડ ... 
એવા સાચા રે સાચા

જુગ જુગ જોડી અમર રાખો, 
સાહેબ કાંડું નવ છોડ,
ભેળી સમાધિ ભજન તમારું,
કીરતાર પુરજો કોડ ...
એવા સાચા રે સાચા

દાસી ઝબુ પીર રામા ની દરગાહ મા,
કરે હાથનીજોડ,
ભવબંધન થી છોડાવો ગુરુજી, 
કિરતાર કાંડું ન છોડ ...
એવા સાચા રે સાચા
એવા સાચા રે સંતો ને માથે ભક્તિ કેરા મોડ ...
Sacha re Santo ni mathe bhakti kera mod સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોડ Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati