Valo ji kare chhe vatu re sacha ni sangathe વાલોજી કરે છે વાતુ રે સાચાની સંગાથે Bhajan lyrics in gujarati
વાલોજી કરે છે વાતુ રે સાચાની સંગાથે
સાચાની સંગાથે....
પ્રગટ છે પીરાનુ ખાતુ ,
એ જહાજ દરીયેથી રાખ્યું જાતુ
પણ આમા ભાગ્ય હીણાથી નથી ભળાતુ રે.
સાચાની સંગાથે............
પ્રથમ તો ધર્મને ધાતુ ,
એ ધડ ઉપરથી ઉતારીદે માથુ
પણ થાકેલ થી નથી હેરાતુ રે.
સાચાની સંગાથે.……...…..…
નકળંગ છે નિજારી ખાતુ,
જોવુ હોયતો રણુજે જાતુ
ત્યા મળે છે મુક્તિની દાતુ રે.
સાચાની સંગાથે.......…...
બળવથી છોડી દે બાથુ,
ચરણે સાહેબને થાતુ
દાસ સવો કહે મુખે કહીશ હા તુ રે.
સાચાની સંગાથે.............
વાલોજી કરે છે વાતુ રે સાચાની સંગાથે
સાચાની સંગાથે....
Comments
Post a Comment