Khamma mara nandji na lal morli kyare vagadi ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી Lyrics in gujarati
ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી.
હું તો સુતીતી મારા શયન ભવનમાં
સાંભળ્યો મેં મોરલીનો સાદ
મોરલી ક્યાં રે વગાડી
ખમ્મા મારા નંદજીના લાલ......
ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી
ભૂલી ગઇ હું તો ભાન સાન
મોરલી ક્યાં રે વગાડી
ખમ્મા મારા નંદજીના લાલ......
પાણીડાંની મશે જીવણ જોવાને હાલી
દીઠા મેં નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી
ખમ્મા મારા નંદજીના લાલ......
દોણું લઇને ગૌ દોહવાને બેઠી
નેતરાં લીધા મે હાથ
મોરલી ક્યાં રે વગાડી
ખમ્મા મારા નંદજીના લાલ.......
વાછરું વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં
તાણીને બાંધ્યાં છે હાથ
મોરલી ક્યાં રે વગાડી
ખમ્મા મારા નંદજીના લાલ........
Comments
Post a Comment