Dash avtar ni Arti દશ અવતારની આરતી lyrics in gujarati

જય જાદવરાયા પ્રભુશ્રી માધવરાયા
આરતી કરીએ કરુણા નંદન વ્યાપે નીજ માયા, જયદેવ જયદેવ
પ્રથમે મત્સ્ય તણો અવતાર (૨) માર્ચે સંખાસુર પાપી પ્રભુ..
ચતુરાનંદન દેવ વેદ વિપ્રોને આપી, જયદેવ જયદેવ
બીજે સુરને અસુર (૨) મળ્યા સાગર મથવાને કાજે પ્રભુ....
વાંસા પર ધાર્યો વીંધ્યાચળ કશ્યપ મહારાજે, જયદેવ જયદેવ
ત્રીજે હીરણા કંસ બળી ભુપ (૨) ધમતો પૃથ્વીનો પાપી પ્રભુ...
દાઢ ગ્રહી લાવ્યા વારાસુર ચવની સ્થીર સ્થાપી, જયદેવ જયદેવ
ચોથે નરસિંહ રૂપ (૨) સ્વામી પોતાનો જાણી પ્રભુ...
નખે કરી નીરહર્યા નરહર નરસૈયાના સ્વામી, જયદેવ જયદેવ
પાંચમે અતી બળીયો બળદેવ (૨) જેથી સુપપતીઓ કંપે પભુ..…
વામન રૂપ ધર્યો મહારાજે બલી પાતાળે ચાંપ્યો, જયદેવ જયદેવ
છકે પરસુરામ તણો અવતાર (૨) ફરસી હાથોમાં ઝાલી પ્રભુ....
સહસ્ત્ર અર્જુન માર્યો પૃથ્વી નક્ષત્રી કીધી, જયદેવ જયદેવ
સાતમે રધુવંશી અવતાર (૨) આનંદ કૌશલ્યા પામ્યા પ્રભુ.…
પંચવટીમાં વસીયા રાઘવ સીતાના સ્વામી, જયદેવ જયદેવ
આઠમે કૃષ્ણ તણો અવતાર (૨) કૃષ્ણે ગોકુળ ગવચારી પ્રભુ...
રાખ્યા ગોપી ગોવાળ ગોવર્ધનધારી, જયદેવ જગદેવ
નવમે બુધ્ધ તણો અવતાર (૨) ભાર પૃથ્વી પર વાર્યો પ્રભુ...
ધ્યાન ધરી બેઠા ધરણીધર જુગ જગલ સ્થાપ્યો, જયદેવ જયદેવ
દશમે કલંકી અવતાર (૨) પૃથ્વી નક્ષત્રી કરશો પ્રભુ...
મલેચ્છને મારી રાઘવજી સેવક સુખ દેજો, જયદેવ જયદેવ
અગીયારમે મોહનને મહાદેવ (૨) આરતી અંતરમાં ધરશો પ્રભુ...
ભોળા ભુધરને ભજતા ભવસાગર તરશો, જયદેવ જયદેવ
આ આરતીનો મોટો છે મહિમા સુરી નર મુનીવર ગાવે
મોતી પુષ્પ વધાવે મનવાંચ્છિત ફલ પાવે, જયદેવ જયદેવ
દશ અવતારની આરતી જે કોઇ ગાશે પ્રભુ જે ભાવે ગાશે
ભણે શીવાનંદ સ્વામી તે નર વૈકુંઠે જાશે, જયદેવ જયદેવ
Dash avtar ni Arti દશ અવતારની આરતી lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati