Bhajan ek satyanam nu kariye re ભજન એક સત્યનામનું કરીએ રે Bhajan lyrics in gujarati

ભજન એક સત્યનામનું કરીએ રે
ભજન એક સત્યનામનું કરીએ રે
ભાવેથી ભવસાગર તરીએ રે (૨)
          ભજન એક સત્યનામનું કરીએ રે....

સંસાર સુખ વાદળાની છાંયા રે (૨)
એમાં તને શેની લાગી માયા રે
તારી અમર નથી કાયા રે (૨)
            ભજન એક સત્યનામનું કરીએ રે....

ભેળું કર્યું પડ્યું રેહશે નાણું રે (૨)
ભોજનિયાનું પડ્યું રેહશે ભાણું રે
ઓચિંતાનુ આવી જાશે ટાણું  રે (૨)
             ભજન એક સત્યનામનું કરીએ રે....

કે માત તાત બેની બનેવી નારી (૨)
સંગાથે કોઈ ન આવે તારી
કે જમડા લ‌ઈ જાશે મારી રે (૨)
              ભજન એક સત્યનામનું કરીએ રે....

શિખામણ માની લેજો છેલ્લી રે (૨)
પ્રભુજી વિના નથી કોઈ બેલી રે
કે મનમાંથી હું પદ દીયો મેલી રે (૨)
              ભજન એક સત્યનામનું કરીએ રે....
Bhajan ek satyanam nu kariye re ભજન એક સત્યનામનું કરીએ રે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics











Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati