Ame mahiyara re goukal gam na અમે મહિયારા રે ગોકુળ ગામનાં lyrics in gujarati

અમે મહિયારા રે... ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા મહિયારા રે... 
ગોકુળ ગામનાં

મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નઇ લેવા, મહિયારા રે... 
ગોકુળ ગામનાં

યમુનાને તીર વ્હાલો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘથી જગાડતો
હે મારે જાગી જોવું ને જાવું મહિયારા રે...
 ગોકુળ ગામનાં

માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નઇ કહેવા, મહિયારા રે...
ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા, મહિયારા રે...
 ગોકુળ ગામનાં
Ame mahiyara re goukal gam na અમે મહિયારા રે ગોકુળ ગામનાં lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati