Posts

Showing posts with the label Lokgeet lyrics

Van ma re mahadev no chelo shankhalo vagade વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે Lyrics in gujarati

Image
વનમાં રે મહાદેવજી ને વનમાં રે પાર્વતી(૨) વનમાં રે મહાદેવનો ચેલો શંખલો વગાડે શંખલાની નાત રે જોવા જાયેં, મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો ઉતારા મંગાવે(૨) વનમાં રે ઉતારા ક્યાંથી  મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો.......... વનમાં રે મહાદેવનો ચેલો દાંતણ મંગાવે(૨) વનમાં રે દાંતણિયા ક્યાંથી  મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો.......... વનમાં રે મહાદેવનો ચેલો નાવણ મંગાવે(૨) વનમાં રે નાવણિયા ક્યાંથી  મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો.......... વનમાં રે મહાદેવનો ચેલો ભોજન મંગાવે(૨) વનમાં રે ભોજનિયા  ક્યાંથી  મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો.......... વનમાં રે મહાદેવનો ચેલો મુખવાસ મંગાવે(૨) વનમાં રે મુખવાસ લાવું  ક્યાંથી  મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો.......... વનમાં રે મહાદેવનો ચેલો પોઢણ મંગાવે(૨) વનમાં રે પોઢણિયા  ક્યાંથી  મહાદેવને મેળે હાલોને પારવતી વનમાં રે મહાદેવનો ચેલો.......... વનમાં રે મહાદેવજી ને વનમાં રે પાર્વતી(૨) વનમાં રે મહાદેવનો ચેલો ...

Apna malak ma mayalu manvi આપણા મલકમાં માયાળુ માનવી lyrics in gujarati

Image
આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં જાશું મારા મેરબાન, હાલોને આપણા મલકમાં... કે હાલો.... આપણા મલકમાં ઉતારા ઓરડા, ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબાન, હાલો ને આપણા મલકમાં...… કે હાલો.... આપણા મલકમાં નાવણ કુંડિયું, નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન; હાલો ને આપણા મલકમાં...… કે હાલો.... આપણા મલકમાં ભોજન લાપસી, કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન; હાલો ને આપણા મલકમાં... કે હાલો.... આપણા મલકમાં પોઢણ ઢોલિયા, પોઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન; હાલો ને આપણા મલકમાં...… કે હાલો.... Bhajan Gazal Lyrics

ha.. maniyaro halu halu હા.... મણિયારો હલુ હલુ Lyrics in gujarati

Image
હાં........મણિયારો તે મણિયારો તે, હલુ હલુ થઈ રે વિયો રે.... મુઝા દલડાં ઉદાસીમાં હોય રે, છેલ મુઝો, વરગાણી મણિયારો, હે છેલ મુઝો, પરદેશી મણિયારો...  હાં........મણિયારો તે કળાયેલ મોરલો રે કાંઈ હું રે ઢળકતી ઢેલ રે, છેલ મુઝો, વરગાણી મણિયારો.... હાં........મણિયારો તે મહેરામણ મીઠડો કંઈ હું તો સમદરિયાની લહેર રે, હેલ મુઝો, હાલારી મણિયારો…  હાં........મણિયારો જી અષાઢી મેહુલો રે કાંઈ હું તો વાદળ કેરી વીજ રે, હેલ મુઝો, હાલારી મણિયારો… હાં........અણિયાળી રે ગોરી તારી આંખડી રે, હાં રે આંજેલ એમાં મેશ રે, હેલ મુઝો, વરણાગી મણિયારો, હેલ મુઝો, હાલારી મણિયારો...  હાં........મણિયારો તે અડાબીડ આંબલો ને, કાંઈ હું રે કોયલડીનો કંઠ રે, છેલ મુઝો, હાલારી મણિયારો, હે છેલ મુઝો, પરદેશી મણિયારો... હાં........પનિહારીનું ઢળકતું બેડલું રે કાંઈ હું રે, છલકતું એમાં નીર રે, છેલ મુઝો, વરણાગી મણિયારો, છેલ મુઝો, હાલારી મણિયારો… Bhajan Gazal Lyrics

alalila vansadiya re vadhavu આલાલીલા વાંસડિયા રે વઢાવું lokgeet lyrics

Image
આલાલીલા વાંસડિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ.                                          આલાલીલા...... વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર, વાંસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ.                                           આલાલીલા...... વાંસળીએ કાંઈ ફૂમતાં લટકે ચાર, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલ.                                           આલાલીલા...‌... આવ્યા આવ્યા ઓતરાદશના મેહ, પાદરડાં ખેતરડાં રે હિર કેરાં છલી વળ્યાં રે લોલ.                                            આલાલીલા...... ખેતરિયે કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે - મોલે ગૂંથી દીધાં પરભુજીએ મ...