Posts

Showing posts with the label Gazal lyrics in gujarati

Dikro maro ladakvayo devno didhel chheદીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે Gazal yrics in gujarati

Image
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો..... રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર, કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર, આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે. દીકરો મારો લાડકવાયો..... કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર, છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર, સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે. દીકરો મારો લાડકવાયો..... ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત, લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત, આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે. દીકરો મારો લાકડવાયો..... હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ, શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક, રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે. દીકરો મારો લાડકવાયો..... દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો..... Bhajan Gazal Lyrics

Darad je hoy chhe Dil ma દરદ જે હોય છે દિલમાં Lyrics in gujarati

Image
દરદ જે હોય દિલમાં,  એ આવી બહાર બોલે છે(2) રહે છે મૌન જો આંખો , તો અશ્રુધાર બોલે છે..(2) ખફા થાશો નહીં,  આ તો મારો પ્યાર બોલે છે નથી હું બોલતો,  મારા બધા અણસાર બોલે છે.(2) ફકીરી હાલ જોઈને,  પરખ કરજો નહીં નાઝિર જે સારા હોય છે , એના તો સૌ સંસ્કાર બોલે છે.(2) Bhajan Gazal Lyrics

Koi aye koi Jaye ye tamasha kya hai કોઈ આયે કોઈ જાયે યે તમાશા ક્યા હૈ lyrics in gujarati

Image
કોઈ આયે કોઈ જાયે યે તમાશા ક્યા હે સમજ મે કુછ નહીં આતા યે દુનિયા ક્યા હે પીછે રોને વાલે કો જનાજા કહેતા હસકર ઠહેરજા લૌટકર આતા હું તરસતા ક્યા હે કોઇ આયે કોઇ જાયે.... તુજે તો શોખ હે હર ચીજ ગીન ગીન કે લેને કી તેરી ગીનતી તો નહીં દૌલત કો ક્યા ગીનતા હે કોઇ આયે કોઈ જાયે.... જબ સાંસ કી ડોરી ટુટેગી સબ દોસ્ત તેરે યે બોલેગે ઈસે જલ્દી લે જાઓ ઇસ ઢેર મે રખા ક્યા હે કોઇ આયે કોઈ જાયે.... કબ્ર ચીલા કે તે કહતી હે જીજકના કૈસા રફ્તા રફ્તા સભી આજાયેગેં ડરતા કયા હૈ કોઇ આયે કોઈ જાયે.... Bhajan Gazal Lyrics

Puchho to khara ghayal ne shu thay chhe પૂછો તો ખરા ઘાયલને શું થાય છે lyrics in gujarati

Image
પૂછો તો ખરા ઘાયલને શું થાય છે પ્રેમનો અંજામ પણ આવો હશે નો'તી ખબર દિલ દઈ દિલદાર પણ છોડી જશે નો'તી ખબર આંખે આવી શમણાં કાં વિખરાય છે પૂછો તો ખરા દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું દિલ છે તારી પાસ ને હું દૂર છું કોને કહું આંધીમાં અટવાયો હું મજબૂર છું કોને કહું ગુનો નથી પણ સજા મને કાં થાય છે પૂછો તો ખરા ઘાયલને શું થાય છે મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી'તી મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી'તી આશાના દીવડાં પ્રગટાવી ચરણે ફૂલો ધરતી'તી એ અણમોલાં ફૂલો કાં કરમાય છે  પૂછો તો ખરાઘાયલને શું થાય છે Bhajan Gazal Lyrics

me prabhuna karyne kadi paltata joya nathi મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં જોયા નથી Gazal lyrics in gujarati

Image
મેં પ્રભુના કાર્ય ને પલટાતાં કદી જોયા નથી આંસુને મેં કદી પાછા જતા જોયા નથી ખરતા નિહાળ્યા છે મેં ઘણા, આ ગગનથી તારલા પણ ચાંદ સુરજને કદી, ખરી જતા જોયા નથી મેં પ્રભુના કાર્ય ને ……. દોષ ના દે માનવી, વાતા વિશ્વના વાયુને જલચરોને જલ મહીં, રૂંધાતા કદી જોયા નથી મેં પ્રભુના કાર્ય ને ……. સાધનાઓ ખૂબ કીધી, "નાઝિર" મેં આ વિશ્વમાં માનવીને મેં કદી, પ્રભુ થતા જોયા નથી મેં પ્રભુના કાર્ય ને ... Bhajan Gazal Lyrics

Manav nade chhe manvine માનવ નડે છે માનવીને Gazal lyrics in gujrati

Image
માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી માતા પિતાની ગોદમાં, મમતા હતી ઘણી બદલી ગયો એ પરણીને, યૌવન મળ્યા પછી માનવ નડે છે ..... પ્રગતિ જીવનની કરવા, ભણતર ભણી ગયો પડતી હવે તેં નોતરી, અનુભવ મળ્યા પછી માનવ નડે છે .... ગાતો હતો તું ગીત જે, કાયમ પ્રભુ તણા ભૂલી ગયો એ ભાવના, પૈસો મળ્યા પછી માનવ નડે છે ..... નમતો હતો તું સર્વને, નિરધનપણા મહી ઝઘડા હવે તું નોતરે, પ્રભુ કૃપા મળ્યા પછી માનવ નડે છે .... સાધનાઓ ખૂબ કીધી, "નાઝિર" કહે મેં આ વિશ્વમાં માનવીને મેં કદી, પ્રભુ થતા જોયા નથી માનવ નડે છે .... Bhajan Gazal Lyrics

Kahi dejo koi kalne ado fare nahi કહી દેજો કોઈ કાળને આડો ફરે નહી Gazal lyrics in gujarati

Image
કહી દેજો કોઇ કાળને, આડો ફરે નહી મરવા જે બચ્યા હવે એ, માર્યા મરે નહી જાણી લીધું તમારું જીગર બાગ બાગ છે હસવામાં નહી તો કોઇ દી, ફૂલો ઝરે નહી કહી દેજો કોઇ કાળને...... લાગે છે એણે વારસો, લીધો છે સર્પનો સોમલ નયનથી નહી તો, કદી નિર્ઝરે નહી કહી દેજો કોઇ કાળને...... પુરૂષાર્થથી તો ભાગ્ય ફરી જાય છે માનવી કોણે કહ્યુ કે લેખ વિધિના ફરે નહી કહી દેજો કોઈ કાળને...... પહેલેથી લોહ સાથ છે, પત્થર ને અણબનાવ ભેગા થઇ ગયા હવે, ચકમક ઝરે નહી કહી દેજો કોઇ કાળને...... આ તો તમારા નામથી "નાઝિર" તરી ગયા કળિયુગમાં નહી તો કોઇ દી, પત્થર તરે નહી. કહી દેજો કોઇ કાળને...... Bhajan Gazal Lyrics

Jyare ke chahanara julmo kari javana જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના Gazal lyrics in gujarati

Image
જયારે કે ચાહનારા જુલ્મો કરી જવાના ત્યારે આ જીંદગીના દિવસો ફરી જવાના જયારે કે ચાહનારા..... સંભારણા સમયની સાથે, સાથે સરી જવાના ખૂશ્બુ જીવનની કિન્તુ, ચોઘમ ભરી જવાના જયારે કે ચાહનારા..... પાપીને પાપ પોતા તણા, જયારે સાંભરી જવાના ત્યારે કાજળ વિના એ મોઢું, કાળું કરી જવાના જયારે કે ચાહનારા..... તરતાને ડુબવાનો, ભય હોય છે હમેંશાં ડુબેલ માનવી તો, ભવ સાગર તરી જવાના જયારે કે ચાહનારા..... આ પુર છે લાગણી, ના ખુલી આંખ કેરા જયારે બીડાઇ જાશે ઓશરી જવાના જયારે કે ચાહનારા..... એવા ય કંઈક મીઠા, બોલા છે માનવીઓ જોજે પ્રભુ તને પણ એ છેતરી જવાના જયારે કે ચાહનારા..... સારું છે કે એને કઈ પણ દેતો નથી મચક હું એના મનને તો ઓરતાં છે શું શું કરી જવાના જયારે કે ચાહનારા..... "નાઝિર" કહે તમે કોઇને, જોવા ગમશો નહી જરીએ ક્યારે, જ્યારે આ ખોળિયાને, ખાલી કરી જવાના જયારે કે ચાહનારા..... Bhajan Gazal Lyrics

Jindagi ek kiraye ka ghar hai જિંદગી એક કિરાયેકા ઘર હૈ Gazal lyrics in gujarati

Image
જીંદગી એક કીરાયે કા ઘર હૈ એક ના એક દિન બદલના પડેગા મોત તુજકો જબ આવાજ દેગી ઘર સે બાહર નિકલના પડેગા જીંદગી એક કીરાયે .. .. સામ કે બાદ હોગા સવેરા દેખના હૈ અગર દિન સુનહરા પાંવ ફૂલોં પે રખને સે પહેલે તુજકો કાંટા પે ચલના પડેગા જીંદગી એક કીરાયે ... ઢેર મીટ્ટીકા હર આદમી હૈ બાદ મરને કે હોગા યહી હૈ યા જમાનોંમેં તુરબત બનેગી યા ચિત્તા મેં જલના પગા જીંદગી એક કીરાયે .... યે તસ્બૂર જોશ-એ જવાની ચાર દિન કી તેરી જિંદગાની યે જીયા સામ તક દેખ લેના ચઢતે સૂરજકો ઢલના પડેગા જીંદગી એક કીરાયે .... રુઠકર ઓ મુજસે જાને વાલે કમ સે કમ મુઝકો ઈતના બતાવે તેરી યાદો કી ચલતી ચિતા મેં કબ તલક મુઝકો જલના પડેગા જીંદગી એક કીરાયે .... Bhajan Gazal Lyrics

Jindagani hu gujaru Prem na vepar par જિંદગાની હું ગુજારુ પ્રેમના વેપાર પર Gazal lyrics in gujarati

Image
જીંદગાની હું ગુજારું, પ્રમના વેપાર પર, પ્રેમ હુંડી મેં લખી છે, સદગુરુ સરકાર પર .. જીંદગાની હું ગુજારું .. .. જીવ તન, મન, પ્રેમની કિંમતમાં મેં અર્પણ કર્યા એ હાટની વસ્તુ નથી, વેચાય જે ક્લદાર પર . જીંદગાની હું ગુજારું ...… પ્રેમ પંથે ચાલવું કે ખેલવું સહેલું નથી, ખેલવું ખુલ્લા પગે, તલવાર કેરી ધાર પર .. જીંદગાની હું ગુજારું ... પ્રેમમાં જોયું તપાસી, માર સાથે પ્યાર છે, પ્યાર જો આવી મળે તો, કુરબાન એવા પર ..  જીંદગાની હું ગુજારું ..... જીવતાં જીવંત કાઢી મારી આશા રહી ગઇ, હવે ફૂલડાં શાને ચડાવા, ખાખના અંબાર પર જીંદગાની હું ગુજારું .... હું નથી સાયર કવિ, ના જાણું પિંગલ કાયદા, દિલની ઊર્મિએ લખી છે, ગઝલ આ શૃંગાર પર .. જીંદગાની હું ગુજારું .... પ્રેમના પાઠો ભણી, "સતાર શાહ" શું શું લવે, હું દીવાનો થઇ ગયો છું, મારા યાર ના દિદાર પર ..  જીંદગાની હું ગુજારું .... Bhajan Gazal Lyrics

Hu magu ne tu apni de હું માંગુ ને તુ આપી દે Gazal lyrics in gujarati

Image
હું માગું ને તું આપી દે,  એ વાત મને મંજુર નથી હું હાથ જો મારા ફેલાવું તો,  તારી ખુદાઇ દૂર નથી હું માગું ને તું આપી દે .. .. શા હાલ થયા છે પ્રેમી ના,  કહેવાની કશી જરૂર નથી. એ હાલ તમારા કહી દેશે,  કાં સેંથી માં સિંદુર નથી હું માગું ને તું આપી દે .. .. તુજ જુલ્મો સિતમ ની વાત સુણી,  દીધા છે દિલાસા દુનિયાને હું ક્રુર જગત ને સમજ્યો તો,  પણ તારા જેવા ક્રુર નથી હું માગું ને તું આપી દે .. .. આ આંખ ઊઘાડી હોય છતાં,  પામે નહી દર્શન તારા એ હોય ન હોય બરોબર છે,  એ આંખ કે જેમાં નૂર નથી હું માગું ને તું આપી દે .. .. જે દિલમાં દયા ને સ્થાન નથી,  ત્યાં વાત ન કર દિલ ખોલી ને એ પાણી વિનાના સાગરની,  "નાઝિર" ને કસીય જરૂર નથી હું માગું ને તું આપી દે .. .. Bhajan Gazal Lyrics

badlay bahu gayo chhu બદલાય બહુ ગયો છું Gazal lyrics in gujarati

Image
બદલાઇ બહુ ગયો છું, તમને મળ્યા પછી મારો મટી ગયો છું, તમને મળ્યા પછી મારું હતું શું નામ, કોઇ તો મને કહો એ પણ ભૂલી ગયો છું, તમને મળ્યા પછી બદલાઇ બહુ ગયો છું.............. શાણા થવાનો સ્વાદ કદીએ મળ્યો નહી પાગલ બની ગયો છું, તમને મળ્યા પછી બદલાઇ બહુ ગયો છું............... પત્થર હતો તેથી જ તો, નિંદા થતી હતી ઇશ્વર બની ગયો છું, તમને મળ્યા પછી બદલાઇ બહુ ગયો છું................ Bhajan Gazal Lyrics

vari jata aa dil ne hu vari shakyo nahi વારી જતા આ દિલને હું વારી શક્યો નહી Gazal lyrics in gujarati

Image
વારી જતા આ દિલને હું વારી શકયો નહી મરતા ને મોતમાંથી ઊગારી શકયો નહી નાહક બળી મરે છે પતંગાઓ મેં કહ્યું મારા જ શબ્દો પોતે જ હું, સ્વીકારી શક્યો નહી વારી જતા આ દિલને .......... જે યાદ રાખવાનું હતું એ ભૂલી ગયા ને ભૂલવું હતું જ એને તો વિસારી શક્યો નહી વારી જતા આ દિલને........... એક ભૂલને છુપાવવા, કીધી હજાર ભૂલ કિન્તુ નજીવી ભૂલને, સુધારી શક્યો નહી વારી જતા આ દિલને........... તારા અગાધ પ્રેમ નિતરતા તો સર્વદા દામન પરંતુ હું જ, પ્રસારી શકયો નહી વારી જતા આ દિલને............ એના મિલનની ઘેલસા, "નાઝિર" હું શું કહું મારું ભલું બુરુયે, વિચારી શક્યો નહી વારી જતા આ દિલને............ "નાઝિર" રહી ગયા મને, એક રંજ ઊમ્ર ભર એના ગળે હું વાત, ઊતારી શકયો નહી વારી જતા આ દિલને............. Bhajan Gazal Lyrics

wo Surat kaisi hoti hai lyrics...વો સૂરત કૈસી હોતી હૈ Gazal lyrics in gujarati

Image
જો પૈદા દર્દ કર દેતી, વો સુરત કૈસી હોતી હૈ કલેજે જખ્મ કર દેતી, વો સુરત કૈસી હોતી હૈ .. જીનકી બાંકી અદાસે, ભંવર તિરછી નિગાહોં સે પિગલ જાતે હૈ પત્થર ભી,વો સુરત કૈસી હોતી હૈ .. નજર પડતે હી પડતે હી, જરા સી દેરમેં યારોં અસર આશિક કો કર દેતી, વા સુરત કૈસી હોતી હૈ .. અજબ તાકાત હૈ ઊનકી, અસર મીટ નહી સકતી સીતમગર વો સતાતી હૈ, વો સુરત કૈસી હોતી હૈ .. લાલ ઘર ઘર નહી હોતી, બજારમેં નહીં બિકતી જો ઢુંઢને સે નહીં મિલતી, વા સુરત કૈસી હોતી હૈ .. જો પૈદા દર્દ કર દેતી, વો સુરત કૈસી હોતી હૈ કલેજે જખ્મ કર દેતી, વો સુરત કૈસી હોતી હૈ .. Bhajan Gazal Lyrics

Pathik tu chetje path na sahara pan dago deshe lyrics...પથીક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે Gazal lyrics in gujarati

Image
પથીક તુ ચેતજે પથના , સહારા પણ દગો દેશે. ધરી ને રુપ મંઝીલ નુ,  ઉતારા પણ દગો દેશે. પથીક તુ ચેતજે......... હું મારા હાથ થી નૌકા , ડુબાડી દેત મઝધારે. ખબર જો હોત મુજ ને કે,  કીનારા પણ દગો દેશે પથીક તુ ચેતજે......... મને મઝબુર ના કરશો,  નહી વિશ્વાસ હુ લાવુ, અમારા અનુભવ છે,  તમારા પણ દગો દેશે પથીક તુ ચેતજે......... ઠરી જશે એ એમ માની,  ને નો મે ઠાર્યા, ખબર નોતી કે આ,  તીખારા પણ દગો દેશે પથીક તુ ચેતજે......... હુ જાણુ છુ છતા નિશદિન,  લૂટાવા જાવ છું નાઝીર શિકાયત ક્યા રહી કે  આ લુટારા પણ દગો દેશે પથીક તુ ચેતજે......... Bhajan Gazal Lyrics

Pagal thi karvo pyar tamaru gaju nathi..પાગલથી કરવો પ્યાર Gazal lyrics in gujarati

Image
પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી જીવન થશે ખુવાર તમારુ ગજુ નથી પાગલ થી કરવો પ્યાર.............. તજવા તમારા દ્વાર તમારું ગજું નથી તલવાર ની છે ઘાર તમારું ગજું નથી પાગલ થી કરવો પ્યાર.............. એ તો અમે તજીને ધરા આવીએ ગગન થવુ એહદ ની બાર તમારું ગજું નથી પાગલ થી કરવો પ્યાર.............. રેવાદો પક્ષ લેવો અમારો ભલા થઈ દુશ્મન થશે હજાર તમારુ ગજુ નથી પાગલ થી કરવો પ્યાર.............. પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી જીવન થશે ખુવાર તમારુ ગજુ નથી પાગલ થી કરવો પ્યાર.............. નાઝીર ની જેમ હસ્તી મીટાવી નહીં શકો કરજો નહી કરાર તમારું ગજું નથી. પાગલ થી કરવો પ્યાર.............. Bhajan Gazal Lyrics

hraday ma jo tapasi ne...હૃદયમાં જો તપાસીને Gazal lyrics in gujarati

Image
હૃદયમાં જો તપાસીને ,છુપાયેલો ખજાનો છે. ધરીલે ધ્યાન સદગુરુનુ એનો ભેદ શાનો છે. પ્રભુ છે કોણને તું કોણ છે જ્યાં જ્ઞાની વિચારી જો હતો તું ક્યાં આવી ગયો ક્યાં, પાછો ક્યાં જવાનો છે                                    હૃદયમાં જો તપાસીને.......... હજી છે હાથમાં બાજી જીવ તું જો જરા જાગી ધરીને ધ્યાન ઘટમાં જો મળ્યો અવસર મજાનો છે                                      હૃદયમાં જો તપાસીને.......... કળીનો દોર ચાલે છે જગતમાં જામી નાસ્તિકતા અનેરા કાળનો આરંભ હવે દુનિયામાં થવાનો છે‌.                                      હૃદયમાં જો તપાસીને.......... ગુરુથી જ્ઞાન લઈ સત્ ભેદને સતારશાહ સમજો મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો એમાં અનુભવ પામવાનો છે                             ...

Gagan vasi dhara par ગગનવાસી ધરા પર Gazal lyrics in gujarati

Image
ગગનવાસી ધરા પર        બે ઘડી શ્વાસો ભરી તો જો જીવન દાતા જીવન કેરો         અનુભવ તું કરી તો જો                              ગગનવાસી........ સદાયે શેષશૈયા પર          શયન કરનાર ઓ ભગવન ફક્ત એકવાર કાંટાની          પથારી પાથરી તો જો જીવન દાતા જીવન કેરો         અનુભવ તું કરી તો જો                              ગગનવાસી........ જીવન જેવું જીવન         તુજ હાથમાં સુપરત કરી દેશું અમારી જેમ અમને          એક પળ તું કરગરી તો જો જીવન દાતા જીવન કેરો         અનુભવ તું કરી તો જો                              ગગનવાસી........ નથી આ વાત સાગરની         આ ભવસાગરની વાતો છે અવર ને...

Khushi deje jamana ne mane har dam rudan deje ખુશી દેજે જમાના ને gazal lyrics in gujarati

Image
 ખુશી દેજે જમાનાને મને હરદમ‌ રુદન દેજે. અવરને આપજે ગુલશન મને વેરાન રણ દેજે સદાય દુઃખમાં મલકે મને એવા સ્વજન દેજે ફીઝામાં ના કરમાયે મને એવા સુમન દેજે                                                     ખુશી દેજે...... જમાના ના બધા પુણ્યો જમાના ને મુબારક હો હું પરંતુ પાપ ને મારા મને એવા નયન દેજે                                                      ખુશી દેજે...... હું મુક્તિ કેરો ચાહક છું મને બંધન નથી ગમતા કમળ બિડાય તે પહેલા ભમર ને તું ઉડ્ડયન દેજે                                                     ખુશી દેજે...... સ્વમાની છું કદી વિણ આવકારે હું નહિ આવું અગર તું દ‌ઈ શકે મુજને ધરતી પર ગગન દેજે  ...