Khushi deje jamana ne mane har dam rudan deje ખુશી દેજે જમાના ને gazal lyrics in gujarati
ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે.
અવરને આપજે ગુલશન મને વેરાન રણ દેજે
સદાય દુઃખમાં મલકે મને એવા સ્વજન દેજે
ફીઝામાં ના કરમાયે મને એવા સુમન દેજે
ખુશી દેજે......
જમાના ના બધા પુણ્યો જમાના ને મુબારક હો
હું પરંતુ પાપ ને મારા મને એવા નયન દેજે
ખુશી દેજે......
હું મુક્તિ કેરો ચાહક છું મને બંધન નથી ગમતા
કમળ બિડાય તે પહેલા ભમર ને તું ઉડ્ડયન દેજે
ખુશી દેજે......
સ્વમાની છું કદી વિણ આવકારે હું નહિ આવું
અગર તું દઈ શકે મુજને ધરતી પર ગગન દેજે
ખુશી દેજે......
ખુદા આટલી વિનંતી છે તુજને આ નાઝિર ની
રહે જે નાથ અણનમ શીશ મને એવા નમન દેજે
ખુશી દેજે......
રચનાકાર- નાઝિર દેખૈયા
રાગ- બહારો ફુલ બરસાઓ..
![]() |
| Bhajan Gazal Lyrics |

wah....
ReplyDelete