me prabhuna karyne kadi paltata joya nathi મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં જોયા નથી Gazal lyrics in gujarati
મેં પ્રભુના કાર્ય ને પલટાતાં કદી જોયા નથી
આંસુને મેં કદી પાછા જતા જોયા નથી
ખરતા નિહાળ્યા છે મેં ઘણા, આ ગગનથી તારલા
પણ ચાંદ સુરજને કદી, ખરી જતા જોયા નથી
મેં પ્રભુના કાર્ય ને …….
દોષ ના દે માનવી, વાતા વિશ્વના વાયુને
જલચરોને જલ મહીં, રૂંધાતા કદી જોયા નથી
મેં પ્રભુના કાર્ય ને …….
સાધનાઓ ખૂબ કીધી, "નાઝિર" મેં આ વિશ્વમાં
માનવીને મેં કદી, પ્રભુ થતા જોયા નથી
મેં પ્રભુના કાર્ય ને ...

Comments
Post a Comment