Hu magu ne tu apni de હું માંગુ ને તુ આપી દે Gazal lyrics in gujarati
હું માગું ને તું આપી દે,
એ વાત મને મંજુર નથી
હું હાથ જો મારા ફેલાવું તો,
તારી ખુદાઇ દૂર નથી
હું માગું ને તું આપી દે .. ..
શા હાલ થયા છે પ્રેમી ના,
કહેવાની કશી જરૂર નથી.
એ હાલ તમારા કહી દેશે,
કાં સેંથી માં સિંદુર નથી
હું માગું ને તું આપી દે .. ..
તુજ જુલ્મો સિતમ ની વાત સુણી,
દીધા છે દિલાસા દુનિયાને
હું ક્રુર જગત ને સમજ્યો તો,
પણ તારા જેવા ક્રુર નથી
હું માગું ને તું આપી દે .. ..
આ આંખ ઊઘાડી હોય છતાં,
પામે નહી દર્શન તારા
એ હોય ન હોય બરોબર છે,
એ આંખ કે જેમાં નૂર નથી
હું માગું ને તું આપી દે .. ..
જે દિલમાં દયા ને સ્થાન નથી,
ત્યાં વાત ન કર દિલ ખોલી ને
એ પાણી વિનાના સાગરની,
"નાઝિર" ને કસીય જરૂર નથી
હું માગું ને તું આપી દે .. ..

Comments
Post a Comment