Kahi dejo koi kalne ado fare nahi કહી દેજો કોઈ કાળને આડો ફરે નહી Gazal lyrics in gujarati

કહી દેજો કોઇ કાળને, આડો ફરે નહી
મરવા જે બચ્યા હવે એ, માર્યા મરે નહી

જાણી લીધું તમારું જીગર બાગ બાગ છે
હસવામાં નહી તો કોઇ દી, ફૂલો ઝરે નહી
કહી દેજો કોઇ કાળને......

લાગે છે એણે વારસો, લીધો છે સર્પનો
સોમલ નયનથી નહી તો, કદી નિર્ઝરે નહી
કહી દેજો કોઇ કાળને......

પુરૂષાર્થથી તો ભાગ્ય ફરી જાય છે માનવી
કોણે કહ્યુ કે લેખ વિધિના ફરે નહી
કહી દેજો કોઈ કાળને......

પહેલેથી લોહ સાથ છે, પત્થર ને અણબનાવ
ભેગા થઇ ગયા હવે, ચકમક ઝરે નહી
કહી દેજો કોઇ કાળને......

આ તો તમારા નામથી "નાઝિર" તરી ગયા
કળિયુગમાં નહી તો કોઇ દી, પત્થર તરે નહી.
કહી દેજો કોઇ કાળને......

Kahi dejo koi kalne ado fare nahi કહી દેજો કોઈ કાળને આડો ફરે નહી Gazal lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati