Manav nade chhe manvine માનવ નડે છે માનવીને Gazal lyrics in gujrati
માનવ નડે છે માનવી ને, મોટો થયા પછી
ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી
માતા પિતાની ગોદમાં, મમતા હતી ઘણી
બદલી ગયો એ પરણીને, યૌવન મળ્યા પછી
માનવ નડે છે .....
પ્રગતિ જીવનની કરવા, ભણતર ભણી ગયો
પડતી હવે તેં નોતરી, અનુભવ મળ્યા પછી
માનવ નડે છે ....
ગાતો હતો તું ગીત જે, કાયમ પ્રભુ તણા
ભૂલી ગયો એ ભાવના, પૈસો મળ્યા પછી
માનવ નડે છે .....
નમતો હતો તું સર્વને, નિરધનપણા મહી
ઝઘડા હવે તું નોતરે, પ્રભુ કૃપા મળ્યા પછી
માનવ નડે છે ....
સાધનાઓ ખૂબ કીધી, "નાઝિર" કહે મેં આ વિશ્વમાં
માનવીને મેં કદી, પ્રભુ થતા જોયા નથી
માનવ નડે છે ....

Comments
Post a Comment