badlay bahu gayo chhu બદલાય બહુ ગયો છું Gazal lyrics in gujarati
બદલાઇ બહુ ગયો છું, તમને મળ્યા પછી
મારો મટી ગયો છું, તમને મળ્યા પછી
મારું હતું શું નામ, કોઇ તો મને કહો
એ પણ ભૂલી ગયો છું, તમને મળ્યા પછી
બદલાઇ બહુ ગયો છું..............
શાણા થવાનો સ્વાદ કદીએ મળ્યો નહી
પાગલ બની ગયો છું, તમને મળ્યા પછી
બદલાઇ બહુ ગયો છું...............
પત્થર હતો તેથી જ તો, નિંદા થતી હતી
ઇશ્વર બની ગયો છું, તમને મળ્યા પછી
બદલાઇ બહુ ગયો છું................

Comments
Post a Comment