Jindagani hu gujaru Prem na vepar par જિંદગાની હું ગુજારુ પ્રેમના વેપાર પર Gazal lyrics in gujarati
જીંદગાની હું ગુજારું, પ્રમના વેપાર પર,
પ્રેમ હુંડી મેં લખી છે, સદગુરુ સરકાર પર ..
જીંદગાની હું ગુજારું .. ..
જીવ તન, મન, પ્રેમની કિંમતમાં મેં અર્પણ કર્યા
એ હાટની વસ્તુ નથી, વેચાય જે ક્લદાર પર .
જીંદગાની હું ગુજારું ...…
પ્રેમ પંથે ચાલવું કે ખેલવું સહેલું નથી,
ખેલવું ખુલ્લા પગે, તલવાર કેરી ધાર પર ..
જીંદગાની હું ગુજારું ...
પ્રેમમાં જોયું તપાસી, માર સાથે પ્યાર છે,
પ્યાર જો આવી મળે તો, કુરબાન એવા પર ..
જીંદગાની હું ગુજારું .....
જીવતાં જીવંત કાઢી મારી આશા રહી ગઇ,
હવે ફૂલડાં શાને ચડાવા, ખાખના અંબાર પર
જીંદગાની હું ગુજારું ....
હું નથી સાયર કવિ, ના જાણું પિંગલ કાયદા,
દિલની ઊર્મિએ લખી છે, ગઝલ આ શૃંગાર પર ..
જીંદગાની હું ગુજારું ....
પ્રેમના પાઠો ભણી, "સતાર શાહ" શું શું લવે,
હું દીવાનો થઇ ગયો છું, મારા યાર ના દિદાર પર ..
જીંદગાની હું ગુજારું ....

Comments
Post a Comment