Gagan vasi dhara par ગગનવાસી ધરા પર Gazal lyrics in gujarati

ગગનવાસી ધરા પર 
      બે ઘડી શ્વાસો ભરી તો જો
જીવન દાતા જીવન કેરો 
       અનુભવ તું કરી તો જો
                             ગગનવાસી........

સદાયે શેષશૈયા પર 
        શયન કરનાર ઓ ભગવન
ફક્ત એકવાર કાંટાની
         પથારી પાથરી તો જો
જીવન દાતા જીવન કેરો 
       અનુભવ તું કરી તો જો
                             ગગનવાસી........

જીવન જેવું જીવન 
       તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને 
        એક પળ તું કરગરી તો જો
જીવન દાતા જીવન કેરો 
       અનુભવ તું કરી તો જો
                             ગગનવાસી........

નથી આ વાત સાગરની
        આ ભવસાગરની વાતો છે
અવર ને તારનારા તું 
        સ્વયં એને તરી તોજો
 જીવન દાતા જીવન કેરો 
       અનુભવ તું કરી તો જો
                             ગગનવાસી........

નિછાવર થ‌ઈ જ‌ઈશ 
      એ વાત કહેવી સહેલ છે "નાઝિર"
વફાના શ્વાસ ભરનારા
       મરણ પહેલા મરી તો જો
જીવન દાતા જીવન કેરો 
       અનુભવ તું કરી તો જો
                             ગગનવાસી........

ગગનવાસી ધરા પર 
      બે ઘડી શ્વાસો ભરી તો જો
જીવન દાતા જીવન કેરો 
       અનુભવ તું કરી તો જો
                             ગગનવાસી........

રચના-"નાઝિર દેખૈયા"


Gaganvasi dhara par ગગનવાસી ધરા પર Gazal lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati