Pathik tu chetje path na sahara pan dago deshe lyrics...પથીક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે Gazal lyrics in gujarati
પથીક તુ ચેતજે પથના ,
સહારા પણ દગો દેશે.
ધરી ને રુપ મંઝીલ નુ,
ઉતારા પણ દગો દેશે.
પથીક તુ ચેતજે.........
હું મારા હાથ થી નૌકા ,
ડુબાડી દેત મઝધારે.
ખબર જો હોત મુજ ને કે,
કીનારા પણ દગો દેશે
પથીક તુ ચેતજે.........
મને મઝબુર ના કરશો,
નહી વિશ્વાસ હુ લાવુ,
અમારા અનુભવ છે,
તમારા પણ દગો દેશે
પથીક તુ ચેતજે.........
ઠરી જશે એ એમ માની,
ને નો મે ઠાર્યા,
ખબર નોતી કે આ,
તીખારા પણ દગો દેશે
પથીક તુ ચેતજે.........
હુ જાણુ છુ છતા નિશદિન,
લૂટાવા જાવ છું નાઝીર
શિકાયત ક્યા રહી કે
આ લુટારા પણ દગો દેશે
પથીક તુ ચેતજે.........

Comments
Post a Comment