Pagal thi karvo pyar tamaru gaju nathi..પાગલથી કરવો પ્યાર Gazal lyrics in gujarati
પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી
જીવન થશે ખુવાર તમારુ ગજુ નથી
પાગલ થી કરવો પ્યાર..............
તજવા તમારા દ્વાર તમારું ગજું નથી
તલવાર ની છે ઘાર તમારું ગજું નથી
પાગલ થી કરવો પ્યાર..............
એ તો અમે તજીને ધરા આવીએ ગગન
થવુ એહદ ની બાર તમારું ગજું નથી
પાગલ થી કરવો પ્યાર..............
રેવાદો પક્ષ લેવો અમારો ભલા થઈ
દુશ્મન થશે હજાર તમારુ ગજુ નથી
પાગલ થી કરવો પ્યાર..............
પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી
જીવન થશે ખુવાર તમારુ ગજુ નથી
પાગલ થી કરવો પ્યાર..............
નાઝીર ની જેમ હસ્તી મીટાવી નહીં શકો
કરજો નહી કરાર તમારું ગજું નથી.
પાગલ થી કરવો પ્યાર..............

Comments
Post a Comment