Jyare ke chahanara julmo kari javana જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના Gazal lyrics in gujarati
જયારે કે ચાહનારા જુલ્મો કરી જવાના
ત્યારે આ જીંદગીના દિવસો ફરી જવાના
જયારે કે ચાહનારા.....
સંભારણા સમયની સાથે, સાથે સરી જવાના
ખૂશ્બુ જીવનની કિન્તુ, ચોઘમ ભરી જવાના
જયારે કે ચાહનારા.....
પાપીને પાપ પોતા તણા, જયારે સાંભરી જવાના
ત્યારે કાજળ વિના એ મોઢું, કાળું કરી જવાના
જયારે કે ચાહનારા.....
તરતાને ડુબવાનો, ભય હોય છે હમેંશાં
ડુબેલ માનવી તો, ભવ સાગર તરી જવાના
જયારે કે ચાહનારા.....
આ પુર છે લાગણી, ના ખુલી આંખ કેરા
જયારે બીડાઇ જાશે ઓશરી જવાના
જયારે કે ચાહનારા.....
એવા ય કંઈક મીઠા, બોલા છે માનવીઓ
જોજે પ્રભુ તને પણ એ છેતરી જવાના
જયારે કે ચાહનારા.....
સારું છે કે એને કઈ પણ દેતો નથી મચક હું
એના મનને તો ઓરતાં છે શું શું કરી જવાના
જયારે કે ચાહનારા.....
"નાઝિર" કહે તમે કોઇને, જોવા ગમશો નહી જરીએ
ક્યારે, જ્યારે આ ખોળિયાને, ખાલી કરી જવાના
જયારે કે ચાહનારા.....

Comments
Post a Comment