vari jata aa dil ne hu vari shakyo nahi વારી જતા આ દિલને હું વારી શક્યો નહી Gazal lyrics in gujarati
વારી જતા આ દિલને હું વારી શકયો નહી
મરતા ને મોતમાંથી ઊગારી શકયો નહી
નાહક બળી મરે છે પતંગાઓ મેં કહ્યું
મારા જ શબ્દો પોતે જ હું, સ્વીકારી શક્યો નહી
વારી જતા આ દિલને ..........
જે યાદ રાખવાનું હતું એ ભૂલી ગયા
ને ભૂલવું હતું જ એને તો વિસારી શક્યો નહી
વારી જતા આ દિલને...........
એક ભૂલને છુપાવવા, કીધી હજાર ભૂલ
કિન્તુ નજીવી ભૂલને, સુધારી શક્યો નહી
વારી જતા આ દિલને...........
તારા અગાધ પ્રેમ નિતરતા તો સર્વદા
દામન પરંતુ હું જ, પ્રસારી શકયો નહી
વારી જતા આ દિલને............
એના મિલનની ઘેલસા, "નાઝિર" હું શું કહું
મારું ભલું બુરુયે, વિચારી શક્યો નહી
વારી જતા આ દિલને............
"નાઝિર" રહી ગયા મને, એક રંજ ઊમ્ર ભર
એના ગળે હું વાત, ઊતારી શકયો નહી
વારી જતા આ દિલને.............

Comments
Post a Comment