Darad je hoy chhe Dil ma દરદ જે હોય છે દિલમાં Lyrics in gujarati
દરદ જે હોય દિલમાં,
એ આવી બહાર બોલે છે(2)
રહે છે મૌન જો આંખો ,
તો અશ્રુધાર બોલે છે..(2)
ખફા થાશો નહીં,
આ તો મારો પ્યાર બોલે છે
નથી હું બોલતો,
મારા બધા અણસાર બોલે છે.(2)
ફકીરી હાલ જોઈને,
પરખ કરજો નહીં નાઝિર
જે સારા હોય છે ,
એના તો સૌ સંસ્કાર બોલે છે.(2)

Comments
Post a Comment