alalila vansadiya re vadhavu આલાલીલા વાંસડિયા રે વઢાવું lokgeet lyrics
આલાલીલા વાંસડિયા રે વઢાવું,
એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ.
આલાલીલા......
વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર,
વાંસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ.
આલાલીલા......
વાંસળીએ કાંઈ ફૂમતાં લટકે ચાર,
આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલ.
આલાલીલા......
આવ્યા આવ્યા ઓતરાદશના મેહ,
પાદરડાં ખેતરડાં રે હિર કેરાં છલી વળ્યાં રે લોલ.
આલાલીલા......
ખેતરિયે કાંઈ ઝૂલી રહ્યા છે મોલ,
મોલે - મોલે ગૂંથી દીધાં પરભુજીએ મોતીડાં રે લોલ.
આલાલીલા......

Comments
Post a Comment