Hu tane puchhu mari beni re sohagan tu Mane kahi re batav હું તને પૂછું મારી બેની રે સોહાગણ તું મને કહી રે બતાવ Bhajan lyrics in gujarati
હું તને પૂછું મારી બેની રે સોહાગણ
તું મને કહી રે બતાવ રે હા
કીયા રે મલકના વીરા તમે છો વટાવડા
કીયા રે મલક તમે જાવો રે
હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી.......
ઓતરા તે ખંડમાં, અયોધ્યા રે નગરી બેની
બડે બડે શહેર તો ગંભીર રે હા
ઉનકે તો ભૂપ કી મતિ રે કુમત ભયી
અમે વસીયે સરીયુને તીર રે
હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી.......
સગી રે સાસુજી ની શોક રે સુહાગણ
વચન માગ્યું પીયા પાસ રે હા
ઉનકે પુતર કા તો બેની રાજતિલક ભયો હૈ
હમકો દીયો વનવાસ રે
હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી.......
ઈતના સુન કે ભયી દિલગીરી સજની
નૈનુમાંથી ખન થયા નીર રે હા
આજનો દિવસ બેની મારા મંદિરીયે પધારો
તુમ સંગ દોનોં મારા વીર રે
હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી.......
તમારા રોક્યા અમે નહીં રહીએ સજની
હે તુમ મુખ અમીરસ હોય રે હા
અમે પરદેશી બેની પંથતઆ ચલત હે
અમે વસીયે વૈરાગીને દેશ રે
હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી.......
દોનુ રે વીરની શોભા રે ઘણેરી સજની
હે શોભા વર્ણવી ન જાય રે હા
કીયા કીયા રંગ બેની દેવરીયો તમારો
કોણ રે તમારો છે ભરથાર રે
હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી.......
કદમ કેરી કંઠ માળ શોભે બેની
દોનોં ભુજા બાણ ને તીર રે હા
ગોરે ગોરે રંગ બેની દેવરીયો અમારો
સ્વામી અમારા જોને શ્યામ રે
હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી.......
ત્રણે દેવની શોભા રે ઘણેરી સજની
હે છોડી હાલ્યા નિરાધાર રે હા
તુલસીદાસ બેની નીરખી મગન ભયો
લક્ષ્મણ ,સીતાને શ્રીરામ રે
હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી.......
હું તને પૂછું મારી બેની રે સોહાગણ
તું મને કહી રે બતાવ રે હા
કીયા રે મલકના વીરા તમે છો વટાવડા
કીયા રે મલક તમે જાવો રે
હે સોહાગણ સુંદરી રે, સોહાગણ સુંદરી.......
Comments
Post a Comment