Anand Mangal Karu artiઆનંદ મંગલ કરું આરતી Arti lyrics
આનંદ મંગલ કરું આરતી
આનંદ મંગલ કરું આરતી,
હરિ ગુરૂ સંતની સેવા
આનંદ મંગલ કરું.......
પ્રેમ ધરીને મંદીરીયે પધારો,
સુંદીર સુખડા લેવા
આનંદ મંગલ કરું.......
જેને આંગણ તુલસીનો ક્યારો,
શાલીગ્રામની સેવા
આનંદ મંગલ કરું......
સંત મળે જો મહાસુખદાયી,
ગુરૂજી મળે તો મીઠા મેવા
આનંદ મંગલ કરું......
અડસઠ તિરથ સંતોના ચરણે,
ગંગા, યમુના, રેવા
આનંદ મંગલ કરું......
કહે "પ્રિતમ" ઓળખોને એંધાણી,
હરિના જન હરિ જેવા
આનંદ મંગલ કરું.......

Comments
Post a Comment