Joli ma jagir ene koi ambe nahi Amir જોળીમાં જાગીર એને કોઈ આંબે નહીં અમીર Bhajan lyrics in gujarati
જોળી મા હોય જાગીર ,
એને આંબે નહી કોય અમીર
એવી જેની જોળી મા જાગીર,,,
અલખ જોળી ને ખલક ખજાનો
જેના હૈયા મા હોય સાચુ હીર ..
માણેક મોતી જેવા શબ્દો મુખમા
નૈનો મા વરસે સાચા નુર.....
એવી જેની જોળી મા જાગીર..
માયા કાયાના પકડી મુદા
જકડી તોડે જંજીર
દુર્ગુણ દાબે પછી સદગુણ સર્જે
ધરબે હૈયે માં સાચી ધીર
એવી જેની જોળી મા જાગીર...
વેદ વિવેક ને રાખી વચનમા
ભાંગે ભવ ની ભીડ
ગર્વ ગાળી નવરાવે ગંગાજીમા ,
તારે ભવબંધી તીર
એવી જેની જોળી મા જાગીર...
પાપી ને દ્રષ્ટિથી પાવન કરે,
પલ મા સ્થાપે પીર
“નટુદાન” નારાયણ પ્રતાપે
ફેરવે લલાટ ની લકીર
એવી જેની જોળી મા જાગીર...

Comments
Post a Comment