Juthali kayarani jutha na bolo જૂઠડી કાયારાણી જૂઠા ન બોલો Bhajan lyrics in gujarati
જુઠડી કાયા રાણી જુઠા ન બોલો,
વઢશે તુને તારો ઘડનારો....
જુઠડી કાયારાણી જુઠા ન બોલો....
જુઠી છે કયા ને જુઠી છે માયા....
જુઠે જગત કો ભરમાયા...
અંતે જીવને જાવુ એકલુ
મરમ કો વીરલે પાયા રે.....
જુઠડી કાયારાણી જુઠા ન બોલો....
આ જગત મા વેલા વેલા વળશુ
આવી આ ભ્રમ મા ભરાણા
સગા કુટુંબ ની લાલચ લાગી
ત્રીયા ના બોલે બંધાણા....
જુઠડી કાયારાણી જુઠા ન બોલો....
જનમ પદારથ મોટુ પામ્યા
ભજન કરી લે ગુરૂદેવના
દુધ પુત ને અન ધન લક્ષ્મી
એ ફળ છે તારી સેવાના....
જુઠડી કાયારાણી જુઠા ન બોલો....
આ જગત માથી અનેક નર વયા ગયા
હાથી ઘોડા ના ચડનારા
ઘટ ભીતર ગુણ ગાવે નથુરામ
અહીયા નથી કોઈ રહેવાના..
જુઠડી કાયારાણી જુઠા ન બોલો....

Comments
Post a Comment