Sansar ma re sadguru par utare સંસારમાં રે સદગુરુ પાર ઉતારે Bhajan lyrics in gujarati

સતગુરુ પાર ઉતારે, એતો ભવના સંકટ કાપે રે.
આ સંસારમાં રે, મારા સતગુરુ પાર ઉતારે

પિતાને જેમ પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે
કુબુદ્ધિ તૃષ્ણા દૂર કરીને, અપના રંગ ચડાવે રે..
 સંસારમાં રે......

મનુષ્ય દેહ દેવતાને દુર્લભ, નહિ આવે વારે વારે
ભવસાગરની ભૂલવડીમાં, શીદને ફાંફા મારે રે...
સંસારમાં રે......

સતગુરુ છે દીન દયાળા, ચરણે આવ્યે ઉગારે
જન્મો જન્મના પાપી જીવને, પલમાં પાર ઉતારે રે...
સંસારમાં રે.......

મૂરખને શુ કહેવું જાજુ, લાજ શરમ નહિ આવે રે
જમડા આવીને મારે ત્યારે, હરિ હરિ સાદ પુકારે રે.…
સંસારમાં રે........

ગુરુ ચરણમાં જઈ પડીને, ગુરુ ગુરુ નામ પુકારે
દાસ મંગલ કહે બૂડતી બેડીને, પલમાં પાર ઉતારે રે...
સંસારમાં રે.........

Sansar ma re sadguru par utare સંસારમાં રે સદગુરુ પાર ઉતારે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics


Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati